ન્યૂયોર્કમાં ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ (International Emmy Awards)ને લઈને લોકોને ઘણી આશાઓ હતી. મંગળવારે જ ન્યૂયોર્કમા ઈંટરનેશનલ એમી એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. દર્શકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ભારતમાંથી કયા કયા કલાકાર આ એવોર્ડ શો માં આપણા દેશનો ઝંડો ઉંચો કરશે. લોકોને આશા હતી કે ભારતના ભાગે કોઈને કોઈ એવોર્ડ તો આવશે પણ અફસોસ આવુ ન થઈ શક્યુ. નેટફ્લિક્સને આશા હતી કે તેની ફિલ્મ સિરિયસ મેન અને કોમેડી સિરીઝ વીર દાસ ફોર ઇન્ડિયાના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને એવોર્ડ મળશે. પરંતુ આવું કંઈ થયું નથી.
ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2021ને 16 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. આ પુરસ્કારો માટેના નોમિનેશનની જાહેરાત આ વર્ષે જ 23 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. જેમાં 24 દેશોના 44 નોમિનેટેડ સ્ટાર્સે ભાગ લીધો હતો. ભારતના નવાઝુદ્દીન સિદ્દીકીને બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું જ્યારે વીર દાસના શોને બેસ્ટ કોમેડી શો કેટેગરીમાં નોમિનેશન મળ્યું.
બેસ્ટ એક્ટ્રેસ – હેલી સ્ક્વાયર (યુકે)
શ્રેષ્ઠ અભિનેતા – ડેવિડ ટેનાન્ટ, ડેસ (યુકે)
કૉમેડી – કૉલ માય એજન્ટ સીઝન 4 (ફ્રાન્સ)
ડોક્યુમેન્ટરી – હોપ ફ્રોઝન: અ ક્વેસ્ટ ટુ લાઈવ ટ્વાઈસ (થાઈલેન્ડ)
ડ્રામા સિરીઝ – તેહરાન (ઇઝરાયેલ)
નોન અંગ્રેજી ભાષા યુએસ પ્રાઇમટાઇમ પ્રોગ્રામ – 21મો વાર્ષિક લેટિન ગ્રેમી એવોર્ડ્સ (યુએસએ)
નોન-સ્ક્રીપ્ટેડ એન્ટરટેઈનમેન્ટ – ધ માસ્ક્ડ સિંગર (યુકે)
શોર્ટ ફોર્મ સિરીઝ – ઇનસાઇડ (ન્યૂઝીલેન્ડ)
ટેલિનોવેલા – ધ સોંગ ઓફ ગ્લોરી (ચીન)
ટીવી મૂવી / મીની-સિરીઝ – એટલાન્ટિક ક્રોસિંગ (નોર્વે)
આર્ટ પ્રોગ્રામિંગ – કુબ્રિક દ્વારા કુબ્રિક (ફ્રાન્સ)