Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડોનાલ્ડ ટ્મ્પની વ્હાઈટ હાઉસમાં કમબેક, અમેરિકા અને દુનિયામાં શુ બદલાશે, જાણો 360 ડિગ્રી રિવ્યુ

સંદિપ સિંહ સિસોદિયા
બુધવાર, 6 નવેમ્બર 2024 (13:39 IST)
અમેરિકામાં આગામી 2024 રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના કમબેકની શકયતાઓ આંતરરાષ્ટ્રીય સમુહ માટે એક મહત્વપૂર્ણ વિષય છે. ટ્રમ્પનુ કમબેક ફક્ત અમેરિકા જ નહી પણ દુનિયા પર વ્યાપક પ્રભાવ નાખી શકે છે. તેમના વિવાદાસ્પદ પણ દ્રઢ નીતિગત નિર્ણયોએ હંમેશા દુનિયાનુ ધ્યાન આકર્ષિત કર્યુ છે. આવામાં આ સમજવુ મહત્વપૂર્ણ છે કે તેમના ફરીથી રાષ્ટ્રપતિ બનવા પર અમેરિકા અને દુનિયામાં શુ ફેરફાર જોવા મળી શકે છે. 
 
ટ્રમ્પની ઘરેલુ નીતિઓ - અમેરિકી સમાજ પર પ્રભાવ 
 
1. અમેરિકી અર્થવ્યવસ્થા અને ટેક્સમા કપાત 
2017માં ટ્રમ્પ દ્વ્વારા કરવામાં આવેલ ટેક્સ કપાત સુધારાઓએ અમેરિકા અર્થવ્યવસ્થામાં નવી ઉર્જા ભરી દીધી હતી. એવુ માનવામાં આવી રહ્યુ છે કે જો તે બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા તો તેઓ આ નીતિને વધુ વિસ્તારિત કરી શકે છે.  ટ્રમ્પનો દ્રષ્ટિકોણ મુખ્યરીતે અમેરિકી કંપનીઓના કરોમાં કપાત અને તેમની મદદ કરવા પર કેન્દ્રીત છે.  જેનાથી અમેરિકી અર્થવ્યવસ્થામાં રોજગાર વૃદ્ધિ થઈ શકે છે. જો કે વિશેષજ્ઞોનુ માનવુ છે કે આ પ્રકારના કપાતથી અમેરિકી બજેટ લોસ પર નેગેટિવ અસર પડી શકે છે. 
 
2. ઈમિગ્રેશન અને સીમા સુરક્ષા 
મેક્સિકો-અમેરિકા સીમાપર દિવાલ નિર્માણ, ટ્રમ્પ પ્રશાસનના સમયે એક વિવાદાસ્પદ પણ કેન્દ્રીય મુદ્દો રહ્યો. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પર ઈમિગ્રેશન પર સખત નીતિઓ ચાલુ રાખવાની આશા કરવામાં આવી શકે છે. તેની અસર અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓની સંખ્યા અને અવરજવર નીતિઓ પર પડી શકે છે. 
 
3. સામાજીક નીતિઓ અને ધ્રુવીકરણ
ટ્રમ્પની સામાજીક નીતિઓ અને તેના નિવેદનોએ અમેરિકા સમાજમાં ધ્રુવીકરણ વધાર્યુ છે એક બાજુ કાર્યકાળ મળવા પર તેમના સમર્થક અને વિરોધી વચ્ચે આ ગેપ વધુ ઉંડો થઈ શકે છે. જેનાથી સામાજીક સમરસતા પર અસર પડી શકે છે. 
 
અમેરિકી વિદેશ નીતિ પર શક્યત પ્રભાવ 
 
1. ચીન અને વેપાર યુદ્ધ 
ટ્રમ્પનુ ચીન પ્રત્યે કડક વલણ બધાની સામે દેખીતુ જ છે. ટ્રમ્પ પ્રશાસનના સમયે ચીન-અમેરિકા વેપાર યુદ્ધની શરૂઆત થઈ. જેમા બંને દેશોએ એકબીજા પર ભારે ચાર્જ લગાવ્યા હતા.  ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પર આ સ્થિતિ ફરીથી આવી શકે છે અને આ અમેરિકા ચીનના સંબંધો પર વધુ તનાવ ઉભો કરી શકે છે.  જેના હેઠળ ચીનને આર્થિક અને વ્યાપારિક ક્ષેત્રમાં અમેરિકી દબાણનો સામનો કરવો પડી શકે છે. 
 
2. રૂસ અને યૂરોપીય સંબંધ
 રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની સાથે ટ્રમ્પના સંબંધ ચર્ચામાં રહ્યા છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પર રૂસના પ્રત્યે નરમ વ્યવ્હારની શક્યતા છે. જેનાથી યૂક્રેન અને નાટો સાથે અમેરિકાના સંબંધ પ્રભાવિત થઈ શકે છે. યૂક્રેનમાં યુદ્ધને લઈને ટ્રમ્પની નીતિ સ્પષ્ટ નથી. પણ શક્યતા છે કે તે નાટો સહયોગીઓને બદલે રૂસની સાથે સહમતિ બનાવવાની કોશિશ કરે. 
 
3. મઘ્ય પૂર્વ અને ઈરાન નીતિ 
ટ્રમ્પે પોતાના અગાઉના કાર્યકાળમાં ઈરાન ન્યૂક્લિયર ડીલથી અમેરિકાને હટાવી લીધો હતો. ટ્રમ્પના વ્હાઈટ હાઉસ પરત ફરવા પર શક્યતા છે કે ઈરાન પર વધુ અધિક સખત આર્થિક પ્રતિબંધ લગાવી શકે છે. તેમના હેઠળ, ઈરાન-અમેરિકા સંબંધ વધુ તનાવપૂર્ણ હોઈ શકે છે. જેનાથી મઘ્ય પૂર્વમાં અસ્થિરતા વધી શકે છે. 

4. ભારત-અમેરિકા રિલેશન  
ટ્રમ્પના શાસન દરમિયાન ભારત-અમેરિકા સંબંધોમાં એક નવો સકારાત્મક વળાંક આવ્યો. ટ્રમ્પ મટે ભારત એક મહત્વપૂર્ણ રણનીતિક સહયોગી છે. ખાસ કરીને ચીનના વધતા પ્રભાવને રોકવા માટે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાથી ભારત-અમેરિકા સંબંધોમાં વધુ મજબૂતી આવી શકે છે. જેમા સુરક્ષા, વેપાર અને તકનીકી સહયોગ મુખ્ય બિંદુ હોઈ શકે છે.  

ટ્રમ્પની વિદેશ નીતિ અને ઈઝરાયલ-હમાસ અને યૂક્રેન-રૂસ યુદ્ધો પર શક્યત દ્રષ્ટિકોણ 
 
1. ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં અમેરિકાની ભૂમિકા - ટ્રમ્પે પોતાના અગાઉના કાર્યકાળમાં ઈઝરાયેલ પ્રત્યે મજબૂત સમર્થન બતાવ્યુ હતુ.  યરુશલેમને ઈઝરાયેલની રાજધાનીના રૂપમાં માન્યતા આપવાનુ તેમનુ પગલુ, જે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિવાદાસ્પદ હતુ એ દર્શાવે છે કે તેઓ ઈઝરાયેલના સમર્થનમાં સાહસિક પગલુ ઉઠાવી શકે છે.  ટ્રમ્પના કમબેકથીશક્યતા છે કે તે ઈઝરાયેલને સૈન્ય અને રાજનૈતિક સમર્થન વધારી શકે છે. જેનાથી હમાસ પર દબાવ બનશે.  
 
શક્યત પ્રભાવ - ટ્ર્મ્પના વલણ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં ફિલિસ્તીની ક્ષેત્રના મુદ્દાને નજરઅંદાજ કરી શકે છે. જેનાથી ક્ષેત્રીય અસ્થિરતા વધવાની શક્યતા છે. તેમની નીતિઓની અસર આંતરરાષ્ટ્રીય કૂટનીતિ પર પડશે. ખાસ કરીને અમેરિકા અને અરબ દેશોના સંબંધોમાં. 
 
2. યુક્રેન-રશિયા યુદ્ધ પર ટ્રમ્પનો અભિપ્રાય -  ટ્રમ્પે યુક્રેનને સમર્થન આપવા અંગે વારંવાર શંકા વ્યક્ત કરી છે. જો તે રાષ્ટ્રપતિ બનશે તો યુક્રેન તરફની અમેરિકાની મદદ ઘટી શકે છે. તેમણે જાહેરમાં કહ્યું છે કે યુરોપે પણ રશિયા-યુક્રેન સંઘર્ષની જવાબદારી લેવી જોઈએ. ટ્રમ્પ રશિયા સાથે રાજદ્વારી સંબંધો સુધારવાનો આગ્રહ રાખી શકે છે, જેના કારણે રશિયા પરના યુએસ પ્રતિબંધોમાં ઘટાડો થઈ શકે છે.
 
શક્યત પ્રભાવ - ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા રૂસના પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવી શકે છે.  જેનાથી યૂરોપીય સુરક્ષા અને નાટો સાથે અમેરિકાના સંબંધોમાં નવા પડકાર આવી શકે છે.  જો યૂક્રેનને અમેરિકી સમર્થનમાં કમી આવે છે તો આ રૂસને વધુ આક્રમક બનાવી શકે છે.  જેનથી યૂરોપમાં અસ્થિરતા વધી શકે છે.  

ક્લાઈમેટ ચેન્જ પર ટ્રમ્પનું વલણ
પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકાને ખસી જવાનો નિર્ણય ક્લાઈમેટ ચેન્જ પ્રત્યે ટ્રમ્પનું ઉદાસીન વલણ દર્શાવે છે. જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો અમેરિકાની પર્યાવરણીય નીતિઓમાં કાપ મુકવાની સંભાવના છે. જ્યારે વિશ્વ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે એક થઈ રહ્યું છે, ત્યારે ટ્રમ્પનો નકારાત્મક અભિગમ અમેરિકાની સ્થિતિ અને વૈશ્વિક આબોહવા કરારોને અસર કરી શકે છે.
 
વૈશ્વિક વેપાર અને સુરક્ષા પર અસર: ટ્રમ્પની નીતિઓનું મુખ્ય બિંદુ "અમેરિકા ફર્સ્ટ" છે. આ દ્રષ્ટિકોણ તેમના વિદેશ વેપાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સમજૂતીમાં પણ છલકાય છે. નાટો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રત્યે ટ્રમ્પનો દ્રષ્ટિકોણ કડક હોઈ શકે છે. જેનાથી વૈશ્વિક સુરક્ષા અને વેપાર સહયોગ પણ પ્રભાવિત થઈ શકે છે.  
 
નાટો અને અન્ય સંગઠનો સાથે સહયોગ -  ટ્રમ્પે પોતાના અગાઉના કાર્યકાળમાં નાટો પર અમેરિકી બજેટનો ભાર ઓછો કરવાની વાત કરી હતી.  જો તે પરત આવે છે તો તેના પર વધુ કડકાઈથી પગલા ઉઠાવી શકાય છે. જેનાથી નાટોમા અમેરિકાની ભૂમિકા સીમિત થઈ શકે છે.  તેનાથી યૂરોપ અને અમેરિકા સંબંધોમાં તનાવ આવી શકે છે.  
 
ટ્રમ્પના કમબેકથી સંભવિત દર્શાવે છે વૈશ્વિક ફેરફારોની શરૂઆત : ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી યુએસ પ્રેસિડેંટ બનતા  અમેરિકા અને વિશ્વમાં મોટા ફેરફારો શક્ય છે. તેમની કઠોર વિદેશ નીતિ અભિગમ, વેપાર નીતિ અને આંતરિક મુદ્દાઓ પર તેમનું મક્કમ વલણ વૈશ્વિક સ્તરે ધ્રુવીકરણમાં વધારો કરી શકે છે. તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક ક્ષેત્રોમાં સહકારની સંભાવના હોવા છતાં, તેમના અન્ય નીતિગત અભિગમો આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અસ્થિરતા લાવી શકે છે. વૈશ્વિક ઉથલપાથલને કારણે આગામી કેટલાક વર્ષો અમેરિકા અને વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સાવરકુંડલાને મળી 122 કરોડની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનો માન્યો આભાર

US Election 2024 Result : ડોનાલ્ડ ટ્રંપ બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ, સીનેટ પર પણ કર્યો કબજો

Saree Cancer: શું સાડી પહેરવાથી પણ કેંસર થઈ શકે છે? જુઓ ભારતમાં ફેલી રહ્યા છે આ રોગ

માઉન્ટ આબુની મુલાકાતે આવેલા ગુજરાતી પર્યટકોએ વાઈન શોપની બહાર લાકડીઓ વડે હુમલો કર્યો હતો

નશામાં ધૂત 20 વર્ષના અમીર પુરુષે મહિલાને મર્સિડીઝથી ટક્કર મારી, તેનું મોત

આગળનો લેખ
Show comments