Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવરકુંડલાને મળી 122 કરોડની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનો માન્યો આભાર

Webdunia
બુધવાર, 6 નવેમ્બર 2024 (12:51 IST)
Gujarat Savarkundla 122 Crores Development Projects: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમની દિવાળી ભેટ માટે આભાર વ્યક્ત કર્યો છે.  ઉલ્લેખનીય છે પીએમ મોદીએ પવિત્ર તહેવાર પર ગુજરાતને 4800 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે.  તેમાથી 122 કરોડ રૂપિયાબ્ના વિકાસ પ્રોજેક્ટ સાવરકુંડલા ક્ષેત્રને મળે છે.  જેની શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી દીધી છે. આ દરમિયાન તેમને કહ્યુ કે આ નવો વર્ષ વિકાસના નવા સંકલ્પોને સાકાર કરવાનુ વર્ષ હશે.  તેમણે કહ્યુ કે પીએમ મોદીની સરકારમાં ગુજરાત વિકાસની દિશામાં આગળ વધી રહ્યુ છે. 

<

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના ચાડીયા ખાતે શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત માતૃભૂમિ વંદના મહોત્સવ અંતર્ગત ગામના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ બાબુભાઈ પેથાણી સરોવરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આજે અમરેલી… pic.twitter.com/AyhbC9Sf44

— CMO Gujarat (@CMOGuj) November 5, 2024 >
 
અગાઉ પાલિકાનુ બજેટ આખા વર્ષનુ રૂપિયા પાંચથી દસ લાખનુ રહેતુ હતુ. જયારે આજે માત્ર સાવરકુંડલા પાલિકાના 100 કરોડના કામોનુ લોકાર્પણ થઇ રહ્યું છે. સાવરકુંડલા શહેરની રોડ કનેકટીવીટી વધે તે માટે રસ્તાના કામોની ભેટ મળી છે. તેમણે સ્વ.ભગવાનબાપાને યાદ કરી જણાવ્યું હતુ કે સમુહ ખેતીના ઉન્નત વિચારને તેમણે અમલમા મુકયો હતો. આજે રોડ, પાણી, વિજળીનુ માળખુ અને વાવણીથી લઇ વેચાણ સુધીની સરકારની યોજનાથી ખેડૂતો સમૃધ્ધ થઇ રહ્યાં છે. અહી સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા અને ભરતભાઇ સુતરીયા, ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બટાકા અને ટામેટાના રસથી મેળવો બેદાગ અને ચમકદાર ત્વચા,

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

International Women Day 2025 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત

અળસીના બીજ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, દિવસમાં કેટલીવાર ખાવા જોઈએ?

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments