Webdunia - Bharat's app for daily news and videos

Install App

104 વર્ષના વૈજ્ઞાનિકે ખુશી ખુશી જીવ આપ્યો, જાણો કેમ ?

વૈજ્ઞાનિક
Webdunia
શુક્રવાર, 11 મે 2018 (11:36 IST)
વૈજ્ઞાનિક ડેવિડ ગુડઓલે સ્વિટરઝરલેંડના એક ક્લિનિકમાં પોતાના જીવનનો અંત કરી લીધો છે.  મરવાના આધિકર માટે કામ કરી રહેલ સંસ્થાએ 104 વર્ષીય ગુડઑલના નિધનની માહિતી આપી છે. ડિવેડ ગુડઑલ લંડનમાં જનમ્યા હતા અને તેઓ બૉટની અને ઈકોલૉજીના જાણીતા વૈજ્ઞાનિક હતા. 
 
03 મે ના રોજ ડેવિડ ગુડઑલે ઓસ્ટ્રેલિયામાં પોતાના ઘરેથી વિદાય લીધી. તેઓ પોતાની જીવનનો અંત કરવા માટે દુનિયાના બીજા ખૂણે રવાના થયા હતા.  તેમના આ નિર્ણયે દુનિયાભરના લોકોનુ ધ્યાન આકર્ષિત કર્યુ હતુ. 
 
તેમને કોઈ બીમારી નહોતી પણ તેઓ પોતાના જીવનનુ સન્માનજનક અંત ઈચ્છતા હતા. તેમનુ કહેવુ હતુ કે તેમની આઝાદી છિનવાય રહી છે અને તેથી તેમણે આ નિર્ણય કર્યો છે. પોતાની મોતના થોડીવાર પહેલા તેમણે કહ્યુ હતુ કે તેઓ પોતાના જીવનનો અંત કરીને ખુશ છે. 
 
પોતાના અનેક પરિવારથી ઘેરાયેલા ગુડઑલે કહ્યુ, વીતેલા લગભગ એક વર્ષથી મારુ જીવન ખૂબ સારુ નથી રહ્યુ અને હુ તેનો અંત કરીને ખૂબ ખુશ છુ. 
 
તેમણે કહ્યુ - મારી મોતને  જે પણ પ્રચાર મળી રહ્યો છે મને લાગે છે કે તેનાથી વડીલો માટે ઈચ્છામૃત્યુના અધિકારની માંગને બળ મળશે. હુ આ જ ઈચ્છુ છુ. 
એક્ઝિટ ઈંટરનેશનલ નામના એક સંગઠને ગુડઑલને પોતાના જીવનનો અંત કરવામાં મદદ કરી છે. 
 
સંસ્થાના સંસ્થાપક ફિલીપ નીત્જેએ કહ્યુ - બેસલના લાઈફ સાઈકલ ક્લીનિકમાં વિદ્વાન વૈજ્ઞાનિકનુ શાંતિપૂર્વક નિધન 10.30 વાગ્યે (જીએમટી) થયુ. 
 
ગુડઓલે અંતિમ ભોજન ફિશ એંડ ચિપ્સ સાથે ચીઝકેકનુ કર્યુ અને તેમને બીથોવનની ઑડ ટૂ જૉય સંગીત સાંભળ્યુ. 
 
હંમેશા સક્રિય જીવન જીવ્યા - લંડનમાં જન્મેલા ડેવિડ ગુડઑલ થોડા અઠવાડિયા પહેલા સુધી પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પર્થમાં એક નાનકડા ફ્લેટમાં એકલા રહેતા હતા. 
 
તેમણે 1979માં નોકરી છોડી દીધી હતી. પણ ત્યારબાદ તેઓ સતત ફિલ્ડ વર્કમાં લાગ્યા રહ્યા. તાજેતરના વર્ષમાં તેમણે ઈકોલોજી ઓફ ધ વર્લ્ડ નામની 30 વોલ્યુમની પુસ્તક શ્રેણીનુ સંપાદન કર્યુ હતુ. 
 
જીવનના અંતનો નિર્ણય - ડૉ. ગુડઓલે પોતાના જીવનને ખતમ કરવાનો નિર્ણય ગયા મહિને થયેલી એક ઘટના પછી લીધો. એક દિવસ તેઓ પોતાના ઘરે પડી ગયા અને બે દિવસ સુધી તેઓ કોઈને દેખાયા નહી. ત્યારબાદ ડોક્ટરોએ નિર્ણય કર્યો કે તેમને 24 કલાકની દેખરેખની જરૂર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ. તેઓ નહોતા ઈચ્છતા કે 24 કલાક કોઈ તેમની આસપાસ રહે કે કોઈ અજાણી વ્યક્તિ તેમની દેખરેખ કરે. 
 
સ્વિટરઝરલેંડ જ કેમ -  સ્વિટઝરલેંડે 1942માં અસિસ્ટેડ ડેથને માન્યતા આપી છે. અનેક બીજા દેશોએ સ્વેચ્છાથી પોતાના જીવનને ખતમ કરવાનો કાયદો બનાવ્યો છે. પણ આ માટે ગંભીર બીમારીને શરતના રૂપમાં મુકી છે.  ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોસિએશન અસિસ્ટેડ ડાઈંગનો વિરોધ કરે છે અને તેને અનૈતિક માને છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

Lipstick Smart Hacks: દિવસભર તમારા હોઠ પર લિપસ્ટિક રહેશે, બસ આ સરળ સ્માર્ટ હેક્સ અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

આગળનો લેખ
Show comments