Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનુ 76 વર્ષની વયે નિધન

બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનુ 76 વર્ષની વયે નિધન
, બુધવાર, 14 માર્ચ 2018 (11:03 IST)
મહાન ભૌતિકીવાદી અને બ્રહ્માંડ વિજ્ઞાની સ્ટીફન હોકિંગનુ આજે કૈમ્બ્રિજ સ્થિત તેમના રહેઠાણ પર નિધન થઈ ગયુ. તે 76 વર્ષના હતા. બ્રિટિશ વૈજ્ઞાનિક હૉકિંગના બાળકો લુસી, રોબર્ટ અને ટિમે એક નિવેદનમાં કહ્યુ અમને ખૂબ દુખ સાથે સૂચિત કરવુ પડી રહ્યુ છે કે અમારા પિતાનુ આજે નિધન થઈ ગયુ. 
 
નિવેદન મુજબ તે એક મહાન વૈજ્ઞાનિક અને અદ્દભૂત વ્યક્તિ હતા. જેમના કાર્ય અને વારસો આવનારા લાંબા સમય સુધી જીવીત રહેશે.  તેમની બુદ્ધિમતતા અને હાસ્યની સાથે તેમનુ સાહસ વધુ દૃઢ-પ્રતિજ્ઞાને આખી દુનિયામાં લોકોને પ્રેરિત કર્યા છે.  
 
તેમા કહેવામાં આવ્યુ છે તેમને એકવાર કહ્યુ હતુ જો તમારા પ્રિયજન ન હોય તો બ્રહ્માંડ એવુ નહી રહે જેવુ છે.  અમે તેમને હંમેશા યાદ કરીશુ. 
 
હૉકિંગ 1963 માં મોટર ન્યૂરૉન બીમારીમાં સપડાયા અને ડોક્ટરોએ કહ્યુ કે તેમના જીવનના ફક્ત બે વર્ષ બચ્યા છે. પણ તેઓ અભ્યાસ માટે કૈમ્બ્રિજ ગયા અને એલ્બર્ટ આઈંસ્ટિન પછી દુનિયાના સૌથી મહાન સૈદ્ધાંતિક ભૌતિકિવેદ્ય બન્યા. દુનિયાના સૌથી પહેલા ભૌતિકિવિધ અને બ્રહ્માંડ વિજ્ઞાન પર 2014માં થ્યોરી ઑફ એવરીથિંગ નામની ફિલ્મ બની ચુકી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિહાર પેટાચૂંટણી પરિણામ Live: અરરિયા લોકસભા સીટ પર અગાઉ આરજેડી, બીજેપી ઉમેદવર 4203 વોટથી આગળ