Webdunia - Bharat's app for daily news and videos

Install App

Water Intake: જમ્યા પછી તરત જ પાણી પીતા હોય તો ચેતી જાવ

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2023 (12:56 IST)
Water After Food: પાણી આપણા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી જ હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા દરરોજ 3-4 લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ડોક્ટર્સના મુજબ જમવા દરમિયાન પાણી પીવાથી બચવુ જોઈએ. ભોજન કરવાની સાથે કે પછી તેના તરત જ પછી પાણી પીવાથી એસીડીટી, બ્લોટિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે.  જે લોકો જમ્ય અપછી તરત જ પાણી પીવે છે તેમને સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 
 
જમ્યા પછી કેટલી વાર પછી પાણી પીવુ  જોઈએ ?
 
હેલ્થ એક્સપર્ટ્સનુ માનવુ છે કે ખોરાકને પચાવવા માટે લગભગ 2 કલાકનો સમય લાગે છે  આ દરમિયાન વચ્ચે પાણી પીવાની અસર આપણા ડાયેજેશન સિસ્ટમ પર પડે છે. તેથી તમારે જમવાના લગભગ 45-60 મિનિટ પછી પાણી પીવુ જોઈએ. આ વાતનુ પણ ધ્યાન રાખો કે જમવાના અડધો કલાક પહેલા પાણી પી લો. 
 
યોગ્ય સમયે પાણી પીવાના ફાયદા
 
1. ભોજન કર્યાના એક કલાક પછી પાણી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે.
2. યોગ્ય સમયે પાણી પીવાથી પાચન યોગ્ય રીતે થાય છે અને પાચનતંત્ર મજબૂત રહે છે.
3.પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા નથી.
4. શરીર ખોરાકમાં રહેલા પોષક તત્વોને સારી રીતે શોષી લે છે.
5. યોગ્ય સમયે પાણી પીવાથી પણ સારી ઊંઘ આવે છે.
 
ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાના ગેરફાયદા
 
1. સ્થૂળતાની સમસ્યા
2. પાચન સમસ્યાઓ
3. બ્લડ શુગર લેવલ વધવાની સમસ્યા
4. પેટમાં ગેસની સમસ્યા
 
જમ્યા બાદ તરત પાણી પીવાથી પાચનક્રિયા કમજોર થઇ જતી હોય છે. પાણીની તાસીર ઠંડી છે, આ કારણે જમ્યા બાદ તરત પાણી પીવાથી ઇન્સુલિનનું લેવલ વધી શકે છે. પાણી ભોજનમાં રહેલા ગ્લુકોઝનું પ્રમાણ બદલી દે છે. આ કારણે વજન વધવાની સમસ્યા થતી હોય છે. ભોજન બાદ લેવામાં આવતું પાણી એન્જાઈમ અને એસીડના કારણે ખોરાકમાં થવા વાળી ક્રિયામાં અવરોધ પેદા કરે છે. આ કારણે જમ્યા બાદ પાણી ના પીવાની સલાહ આપવામાં આવે છે. શરીરને ખોરાકના ન્યુટ્રેશન ને શોષી માટે અડધા કલાકની જરૂર પડે છે.
 
જમ્યા બાદ પાણી પીવાથી ગેસ્ટિક એનર્જી ઓછી થાય છે. જેના કારણે પાચન યોગ્ય રીતે થતું નથી. અને આ કારણે પેટમાં ગેસ, એસિડિટી જેવા રોગો ઘર કરી જાય છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ જમ્યા બાદ ખોરાકના પોષાત તત્વોને પચવા માટે સમય આપવો જોઈએ. જો તાત્કાલિક પાણી પીવામાં આવે તો શરીરને આ સમય મળતો નથી. તેથી જો મિત્રો તમને પણ જમ્યા પછી તરત જ પાણી પીવાની ટેવ હોય તો આજે જ છોડી દેજો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments