Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલ બટાકા આરોગ્ય માટે સફેદ બટાકા કરતા વધુ ગુણકારી, જાણો તેના 5 ફાયદા

Webdunia
ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (10:12 IST)
Benefits of Red Potatoes
Red Potato Nutritional Facts: ભારતમાં મોટાભાગના લોકો તેમના રોજના ડાયેટમાં બટાકાનું સેવન કરે છે. પહાડી બટાકાથી લઈને નવા બટાકા સુધીની તમને તેમાં ઘણી વેરાયટી  મળી જશે. તેમાં તમને લાલ બટાકાની વેરાયટી જોવા પણ મળશે. લાલ બટાટા દેશના ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા ભાગોમાં જોવા મળે છે. પોષક તત્વોની વાત કરીએ તો તેમાં સફેદ બટાકા કરતાં વધુ પોષક તત્વો જોવા મળે  છે. વિટામિન્સ અને મિનરલ્સની સાથે તેમાં પોટેશિયમ અને વિટામિન સી પણ વધુ માત્રામાં હોય છે. લાલ બટાકાનું સેવન તમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ મદદમળી  શકે છે.  આજે  આ લેખ દ્વારા જાણીએ કે લાલ બટાકા સ્વાસ્થ્ય માટે કેમ લાભકારી છે.  
 
લાલ બટાકાનું સેવન કરવાના ફાયદા  - Health Benefits of Red Potatoes
 
ઈમ્યુંનીટી કરે બુસ્ટ -  Boost Immunity
ઈમ્યુંનીટી બુસ્ટ કરવા માટે પણ લાલ બટેટા એક સારું ઓપ્શન છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને કાયમ રાખવા જરૂરી છે. આ ઉપરાંત તેમાં ઝીંક અને કોપર જેવા પોષક તત્વો પણ મળી આવે છે જે બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.
 
વજન ઘટાડવામાં કરે મદદ   - Helps In Weight Loss 
લાલ બટાકાનું સેવન કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. તેમાં ફાઈબર મોટી માત્રામાં જોવા મળે છે, જે વજન અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. લાલ બટાકામાં રહેલા ફાઈબરને કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તેથી તમે તમારા આગામી ભોજનમાં ઓછી કેલરીનો વપરાશ કરો છો.
 
પાચનતંત્ર  સ્વસ્થ રાખે - Helps In Digestion
લાલ બટાકામાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર જેવા પોષક તત્વો મળી આવે છે. જે પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. આ ઉપરાંત તેમાં વિટામિન-સી અને વિટામિન-બી6 પણ મોટી માત્રામાં જોવા મળે છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
 
શરીરમાં ઊર્જા બનાવી રાખે - Maintain Energy Level
જો તમને વારંવાર એનર્જીની કમી લાગે છે, તો તમે લાલ બટાકાનું સેવન કરી શકો છો. તેમાં કાર્બોહાઇડ્રેટ મોટી માત્રામાં જોવા મળે છે, જે એનર્જી જાળવી રાખવા માટે જરૂરી છે.
 
હાર્ટ માટે ફાયદાકારક- Good For Heart Health
લાલ બટાકાનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ પણ મોટી માત્રામાં જોવા મળે છે. પોટેશિયમ બ્લડ પ્રેશર જાળવવા માટે ફાયદાકારક છે. તેનાથી હાર્ટ સ્ટ્રોક અને હ્રદય રોગનું જોખમ ઓછું થાય છે.
 
તણાવ ઘટાડવામાં મદદ કરે છે- Reduce Stress Level
જો તમે વારંવાર તણાવ અથવા ચિંતાથી પીડાતા હોવ તો લાલ બટેટા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પોટેશિયમની સાથે તેમાં વિટામિન B6 પણ જોવા મળે છે. આ તત્વો નર્વસ સિસ્ટમને રિલેક્સ રાખવા માટે જરૂરી માનવામાં આવે છે.
 
તેને શેકીને અથવા તેનું શાક બનાવીને તમારા ખોરાકમાં સામેલ કરી શકો છો. જો તમને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા છે તો તેનું સેવન શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોવો જોઈએ ચંદ્ર ? જાણો કારણ અને ઉપાય

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ મળશે સફળતા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

આગળનો લેખ
Show comments