Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમતા પહેલા પીવો આ લાલ શાકનુ જ્યુસ, ક્યારેય નહી વધે શુગર લેવલ

Beetroot benefits

હેલ્થ ડેસ્ક

, મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (15:30 IST)
Beetroot benefits
Beetroot benefits in diabetes: બીટરૂટ પોતાના લાલ ચટક રંગ માટે જાણીતુ છે. બીટા-કેરોટિન, મિનરલ્સ, વિટામિંસ અને એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર હોય છે આ શાક. આ કમજોરી દૂર કરે છે અને ઈમ્યુનિટી પણ વધારે છે. બીજી બાજુ એક નવા અભ્યાસમાં કહ્યુ છે કે બીટનુ સેવન કરવાથી ડાયાબિટીસ મેનેજમેંટ કરવામાં મદદ મળે છે. 
 
 ઉલ્લેખનીય છે કે  બીટમાં નાઈટ્રેટ જોવા મળે છે. જ્યારે તમે બીટ  ખાવ છો તો આ શરીરમાં પહોંચીને નાઈટ્રિક ઓક્સાઈડ (nitric oxide)માં બદલાય જાય છે, જે નસોને ખોલવાનુ અને બ્લડ પ્રેશરને સંતુલિત કરવાનુ કામ કરે છે. જેવુ કે ડાયાબિટીસમાં બ્લડ સર્કુલેશન ધીમુ હોય છે અને જેને કારણે અનેક સમસ્યાઓ પણ ડાયાબિટિક્સ  (diabetes related complications) થઈ શકે છે. આવામાં બીટ સેવન કરવાથી મદદ મળે છે. આ ઉપરાંત ડાયાબિટીસમાં આ ફાયદા પણ થાય છે -  
 
ડાયાબિટીસમાં બીટ (Beetroot) ના સેવનના ફાયદા (Benefits of beetroot in diabetes)
 
બ્લડ શુગર લેવલ નથી થતુ સ્પાઈક 
 
બીટ એક  લો-ગ્લાઈસેમિક ઈંડેક્સવાળુ ફુડ છે જે બ્લડ શુગર લેવલની ધીમી ગતિને ઝડપી બનાવે છે.  
 
પાચન શક્તિમાં સુધારો 
ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોવાને કારણે આ ડાયજેશન સુધારે છે. ડાયાબિટીઝના દર્દીઓમાં સ્લો ડાયજેશનની સમસ્યા પણ કોમન છે. જેને કારણે તેમને પેટમાં ભારેપણુ અને અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવામાં બીટનુ સેવન ખૂબ લાભકારી સાબિત થાય છે. 
 
વેટ લોસ 
બીટરૂટ ખાવાથી મેટાબોલિજ્મ પણ વધે છે. જેનાથી વેટ લોસની પ્રક્રિયા ઝડપી બને છે. અનેક અભ્યાસમાં આ સાબિત થઈ ગયુ છે કે વજન ઓછુ કરવાથી ડાયાબિટીસ મેનેજમેંટમાં પણ મદદ મળે છે. 
 
ડાયાબિટીસના દર્દીઓએ બીટનુ સેવન કેવી રીતે કરવુ જોઈએ ?
જેવુ કે ડાયાબિટીસમાં કોઈપણ ફુડનુ સેવન સીમિત માત્રામાં જ કરવુ જોઈએ. આવામાં બીટનુ સેવન પણ સાવધાનીથી કરવુ જોઈએ. ડાયાબિટીસમાં બીટનુ સેવન કરતી વખતે આ વાતોનુ ધ્યાન રાખો.. 
 
-અડધો ગ્લાસ બીટ નુ જ્યુસ ભોજન કરવાના 1 કલાક પહેલા પીવો 
- જમવાના અડધો કલાક પહેલા તમે બીટના ટુકડા સલાદ સાથે ખાઈ શકો છો. 
- દિવસમાં એકવાર ફરી એક વાડકી બાફેલા બીટ પર સંચળ નાખીને ખાઈ શકો છો. 

Edited by - kalyani deshmukh 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Thandai- મહાશિવરાત્રી પર ભોળેનાથને ચઢાવો ઠંડાઈ, આ છે બનાવવા ની રીત