Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફળાહાર જ નહી એનર્જીનો ફુલ ડોઝ છે સાબુદાણા, જાણો તેના 10 ગુણો વિશે...

Webdunia
શનિવાર, 6 ઑક્ટોબર 2018 (17:36 IST)
sabudana
આવતા અઠવાડિયાથી નવરાત્રિના ઉપવાસ શરૂ થવાના છે. આ દરમિયાન સામાન્ય રીતે સાબુદાણાની ખિચડી, સાબુદાણાની ખીર, સાબુદાનાના વડા અને ન જાણે કેટકેટલી વસ્તુઓ બનાવવામાં આવે છે.  સફેદ મોતીઓની જેમ દેખાનારા નાના આકારના સાબુદાણાના ગુણોથી ઘણા લોકો અજાણ છે. જો તમે પણ નથી જાણતા તેના ગુણો વિશે તો જાણો સાબુદાણાના મુખ્ય 10 લાભ 
 
1. ગર્ભના સમયે - સાબુદાણામાં જોવા મળનારુ ફોલિક એસિડ અને વિટામિન બી કોમ્પ્લેક્સ ગર્ભાવસ્થા સમયે ગર્ભમાં ઉછરી રહેલ શિશુના વિકાસમાં સહાયક હોય છે. 
2. એનર્જી - સાબુદાણા કાર્બોહાઈડ્રેટનુ એક સારુ સ્ત્રોત છે. જે શરીરમાં તરત અને જરૂરી ઉર્જા આપવામાં ખૂબ સહાયક હોય છે. 
3. થાક - સાબુદાણા ખાવાથી થાક ઓછો લાગે છે. આ થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઉર્જાના સ્તરને બનાવી રાખવામાં મદદ કરે છે. 
4. બ્લડ પ્રેશર - સાબુદાણામાં જોવા મળનારુ પોટેશિયમ લોહીન સંચારને સુધારીને તેને નિયંત્રિત કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત આ માંસપેશિયો માટે પણ લાભકારી છે. 
5. વજન - જે લોકોમાં ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે તેમનુ વજન સહેલાઈથી વધતુ નથી. આવામાં સાબુદાણા એક સારો વિકલ્પ હોય છે જે તેમનુ વજન વધારવામાં સહાયક છે. 
6. પેટની સમસ્યા - પેટમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો સાબુદાણા ખૂબ લાભદાયક સિદ્ધ થાય છે અને આ પાચનક્રિયાને ઠીક કરી ગેસ અપચો વગેરે સમસ્યાઓમાં પણ લાભ આપે છે. 
7. હાડકા બને મજબૂત - સાબુદાણામાં કેલ્શિય્મ આયરન વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાને મજબૂત બનાવી રાખવા અને જરૂરી લચક માટે ખૂબ લાભકારી છે. 
8. ત્વચા - સાબુદાણાનો ફેસમાસ્ક બનાવીને લગાવવાથી ચેહરાની સ્કીન ટાઈટ થાય છે. અને કરચલીઓ ઓછી થાય છે. આ ત્વચામાં ખેંચ કાયમ રાખવા માટે લાભકારી છે. 
9. ગરમી પર નિયંત્રણ - એક શોધ મુજબ સાબુદાણા તમને તરોતાજા રાખવામાં મદદ કરે છે અને તેનો ચોખા સાથે પ્રયોગ કરવાથી તે શરીરમાં વધનારી ગરમીને ઓછી કરે છે. 
10. ઝાડા થાય તો - જ્યારે પણ કોઈ કારણસર પેટ ખરાબ થાય કે ઝાડા થઈ જાય તો દૂધ નાખ્યા વગર બનેલી સાબુદાણાની ખીર ખૂબ જ અસરકાર સાબિત થાય છે અને તરત જ આરામ મળે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments