Dharma Sangrah

H3N2 વાયરસ: શરદી, ઉધરસ, તાવની સમસ્યામાં વધારો, આ રીતે કાળજી રાખવી

Webdunia
ગુરુવાર, 9 માર્ચ 2023 (15:34 IST)
બદલતા ઋતુની સાથે કેટલાક લોકો શરદી, ગળામાં ખરાશ અને તાવના કારણે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. આ કારણે ઈંફ્લુએંજા સબ ટાઈપ એચ3એન2 જે ધીમેધીમે આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. એચ3એન2 વાયરસ શ્વસનની સાથે સાથે ગળાને પણ અસર કરે છે અને તેનાથી શ્વસન નળીમાં બળતરા હોય છે અને દર્દીને અસ્થમા અને શ્વાસ લેવામાં પરેશાની આવે છે. 
 
એલર્જીના કારણે વધે છે પરેશાનીઓ 
રાષ્ટ્રીય સંચારી રોગ નિયંત્રણ કાર્યક્રમના સલાહાકાર ડૉ. નરેશ પુરોહિત કહે છે કે ઈંફ્લુએંજા એ ના એક ઉપપ્રકાર H3N2 આખા દેશમાં ફેલાઈ રહ્યુ છે અને હેદરાબાદ ફ્લૂની સંક્રમણમા આવી ગયુ છે. તેણે જણાવ્યુ કે H3N2 વાઅરસના કારણે એલર્જી વધી જાય છે જેના કારણે સતત ખાંસી હોય છે પણ વાયુ પ્રદૂષણને પણ તેનો એક કારક માનવામાં આવી શકે છે. 
 
આ રીતે રાખવી કાળજી 
તાવ અને શરીરના દુખાવા માટે પેરાસિટામૉલ અને વધારે થી વધારે તરળ પદાર્થ લેવાની સલાહ આપી. તેણે ચેતાવ્યા કે લોકો ખોરાક અને આવૃત્તિની ચિંતા કર્યા વગર એજથ્રિમાઈસિન અને એમોક્સિક્લેવ જેવા એંટીબાયોટિક્સ લેવા શરૂ કરે અને સારુ અનુભવ કરતા તેને રોકી દે. તેનાથી બચવાની જરૂર છે કારણ કે તેનાથી એંટીબાયોટિક પેઅતિરોધ ઉત્પન્ન થાય છે. તેણે કહ્યુ કે હાથ ભેટ્વા કે સંપર્કના બીજા માધ્યમોથી બચવા જોઈએ અને લોકોને માસ્ક પહેરવા જોઈએ. 
 
ફ્લૂથી બચવાના ઘરેલૂ ઉપાય 
મધ 
હૂંફાણા પાણીમાં લીંબુનો રસ અને અડધી ચમચી મધ મિક્સ કરીને પીવાથી મળે છે રાહત 
 
આદું 
શરદી, તાવ, ઉધરસ અને ફ્લૂના અન્ય લક્ષણોને દૂર કરવા માટે તમે આદુની ચા અથવા આદુનું પાણી પી શકો છો.
 
મીઠાના પાણીથી કોગળા કરો
મીઠું પણ ઈફ્લેમેટરી હોય છે. હૂંફાણા પાણીમાં મીઠુ નાખી કોગળા કરવાથી ગળાના સોજા ઓછા થાય છે. તેને દિવસમાં બે થી ત્રણ વાર કરી શકો છો. 
 
જાડા કપડાથી બચવું 
તાવ થતા જાડા ધાબળા ઓઢવાની જગ્યા હળવા કપડા પહેરવા, હૂંફાણા પાણીથી સ્નાન કરવુ, રૂમનો તાપમાનનુ પાણી પીવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

સૂડાનના અર્ધસૈનિક બળો દક્ષિણ-મઘ્ય સૂડાનના દક્ષિણ કિંડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે જેમા 33 બાળકોનો સમાવેશ.

INDIGO સંકટ વચ્ચે વધતા વિમાન ભાડા સામે સરકારની લાલ આંખ, લાગૂ કરી ફેયર લિમિટ

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments