Webdunia - Bharat's app for daily news and videos

Install App

વઘતા વજનનો કટ્ટર દુશ્મન છે આ ડ્રીંક, સૂતા પહેલા કરો તેનું સેવન, થોડા દિવસોમાં ચરબી ઓગળી જશે

Webdunia
મંગળવાર, 19 માર્ચ 2024 (07:00 IST)
વર્તમાનમાં દેશ અને દુનિયામાં વધતું વજન રોગચાળાની જેમ ફેલાઈ રહ્યું છે. કોવિડ પીરિયડ પછી ખાસ કરીને  લોકો વધુને વધુ જાડાપણાનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો સ્થૂળતા અને શરીરમાં વધતી ચરબીથી છુટકારો મેળવવા માટે ઘણા ઉપાયો અજમાવતા હોય છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે વધતું વજન એવી વસ્તુ નથી જેને 10 દિવસમાં ખતમ કરી શકાય. આ એક ધીમી પ્રક્રિયા છે પરંતુ સારા આહાર અને નિયમિત કસરતથી તમે ધીમે ધીમે સ્થૂળતાથી છુટકારો મેળવી શકો છો. સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે, સ્લો ડાયેટ અને સારી કસરતની સાથે, તમારે તમારા ડાયેટમાં જાદુઈ ડ્રીંક 'ગ્રીન ટી' પણ સામેલ કરવું જોઈએ. આના સેવનથી તમે તમારા વધતા વજનને ઝડપથી ઘટાડી શકો છો. આવો જાણીએ તેના ફાયદા 
 
ગ્રીન ટી ના ફાયદા
ગ્રીન ટીમાં વિટામિન્સ, ફાઈબર, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, કેફીન અને એમિનો એસિડ જોવા મળે છે. આ તમામ પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી વજન ઘટવા સાથે શુગર પણ કંટ્રોલ  કરે છે. આ ઉપરાંત, કેન્સર સહિત તમારા દિલની તંદુરસ્તી પણ સુધરે છે.
 
ગ્રીન ટી જાડાપણામાં અસરકારક  
એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર ગ્રીન ટીનું સેવન કરીને તમે વજનને ઝડપથી ઘટાડી શકો છો. તે તમારા શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને તમને ફ્રેશ રાખે છે. તેનું સતત સેવન તમારા સ્લો મેટાબોલિજ્મને વેગ આપે છે અને વજનને નિયંત્રણમાં રાખે છે. ગ્રીન ટીમાં રહેલા કંપાઉંડ  ફેટ બર્નિંગ હોર્મોન્સને સક્રિય કરે છે.
 
ગ્રીન ટી(Green Tea ) નું સેવન ક્યારે કરવું?
ઘણા લોકો સવારે ખાલી પેટ ગ્રીન ટી નું સેવન કરે છે,  ઉલ્લેખનિય છે કે આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે તમારે ક્યારેય પણ ખાલી પેટ ગ્રીન ટીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. સવારે કંઈક ખાધા પછી જ ગ્રીન ટી પીવો. જો તમે જમતી વખતે ગ્રીન ટીનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. આ સાથે રાતે ભોજનના એક કલાક પછી ફરીથી ગ્રીન ટી પીવો. દિવસમાં માત્ર બે વાર ગ્રીન ટી પીવો. તમને આનાથી ઘણો ફાયદો થશે અને ખૂબ જ જલ્દી તમે એક ઉત્તમ આહાર અને કસરત દ્વારા વજન  ઘટાડી શકો છો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments