Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતી વખતે ક્યારેય ન કરો આ 3 ભૂલો, નહીં તો તમને વારેઘડીએ ટોયલેટ તરફ દોડવું પડશે

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2024 (00:17 IST)
હાઇલાઇટ્સ
- રાત્રે સૂતા પહેલા વધુ પડતા પાણી અથવા પ્રવાહીનું સેવન કરવાથી વારંવાર પેશાબ થઈ શકે છે.
- જો લાંબા સમય સુધી રાત્રે વારંવાર પેશાબની સમસ્યા હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
 
Causes of Frequent. At Night: ઘણી વખત તમે આખી રાત શાંતિથી સૂઈ જાઓ છો અને પેશાબને કારણે તમારી ઊંઘમાં ખલેલ પડતો નથી. જ્યારે ઘણી વખત એવું બને છે કે પેશાબ કરવા માટે પ્રેશરને  કારણે તમારે રાત્રે વારંવાર ઉઠવું પડે છે. રાત્રે વારંવાર પેશાબ થવાના ઘણા ચિહ્નો હોઈ શકે છે. કેટલાક લોકોમાં, તે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મૂત્રાશયની સમસ્યાઓ સહિત ઘણી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. જોકે ઘણી વખત
તેના કારણો એકદમ સામાન્ય છે અને ગભરાવાનું કોઈ કારણ નથી. રાત્રે વારંવાર પેશાબ કરવાની સ્થિતિને નોક્ટુરિયા(Nocturia)  કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સ્થિતિ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. જોકે આનાથી ઓછી વયના લોકોને પણ પરેશાની થઈ શકે છે. 
 
એક રિપોર્ટ અનુસાર, રાત્રે વારંવાર જાગીને પેશાબ કરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. પ્રથમ મુખ્ય કારણ રાત્રે સૂતા પહેલા વધુ પડતું પાણી અથવા પ્રવાહી પીવું હોઈ શકે છે. જો તમે સાંજથી રાત સુધી પુષ્કળ પાણી પીતા હોવ તો તેની અસર રાત્રે જોવા મળે છે અને તમારે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડી શકે છે. બીજું કારણ સ્લીપ ડિસઓર્ડર હોઈ શકે છે. જો તમને રાત્રે ઉઘ નથી આવતી કે પછી વારેઘડીએ ઊંઘ ખૂલી જાય છે તો   તેના કારણે વારંવાર પેશાબની સમસ્યા થઈ શકે છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું છે, તો બેદરકાર ન રહો અને ડૉક્ટરની સલાહ લો.
 
રાત્રે વારંવાર ટોયલેટ જવાનું ત્રીજું મુખ્ય કારણ કેટલીક દવાઓ અથવા યુરીનની સમસ્યા હોઈ શકે છે. આવી ઘણી દવાઓ છે, જેને લેવાથી પેશાબનું ઉત્પાદન વધી જાય છે અને તમારે વારંવાર પેશાબ કરવા જવું પડે છે. જો યુરીનમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો વારંવાર પેશાબ પણ જોવા મળે છે. આ સિવાય ઘણી વખત લોકોને રાત્રે વારંવાર જાગવાની અને ટોયલેટ જવાની આદત હોય છે. આ કારણે પણ વારંવાર પેશાબ કરવા જવું પડે છે

Edited by - kalyani deshmukh 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

આગળનો લેખ
Show comments