Webdunia - Bharat's app for daily news and videos

Install App

Women's Day 2024- મારી આદર્શ મહિલા

Webdunia
શુક્રવાર, 1 માર્ચ 2024 (13:10 IST)
My ideal woman- મારી આદર્શ મહિલા- મારી માતા. મારી માતા વિશ્વની સૌથી મીઠી અને શ્રેષ્ઠ માતા છે. બાળપણથી લઈને આજ સુધી હું હંમેશા મારી માતા સાથે રહી છું.મારી માતા ખૂબ જ સુંદર અને દયાળુ સ્ત્રી છે, તે અમારા ઘરની સંભાળ રાખે છે. મને મારી માતા માટે વિશેષ આદર અને સન્માન છે કારણ કે તેઓ મારા પ્રથમ શિક્ષક છે જેમણે મને માત્ર મારા પુસ્તકોના પ્રકરણો જ નથી શીખવ્યા પણ મને સાચા રસ્તે ચાલવાનું પણ 
 
શીખવ્યું છે.તેમણે મને હંમેશા વડીલોનો આદર કરવાનું અને નાનાઓને પ્રેમ કરવાનું શીખવ્યું છે.
 
માતા દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તે એક રક્ષક, મિત્ર તેમજ શિસ્તપાલકની ભૂમિકા 
 
ભજવે છે. તે નિઃસ્વાર્થ પ્રેમાળ વ્યક્તિ છે.
 
મારી મા ખૂબ વ્હાલી છે. તે દરરોજ સવારે વહેલા ઉઠી જાય છે. ભગવાન થી લઈને ઘરના બધા લોકોનુ ધ્યાન મારી મા રાખે છે. તે દાદા-દાદીની પૂરી કાળજી રાખે છે. પપ્પા, મારી અને નાની બહેનની દરેક 
 
નાની-મોટી બાબતોનું ધ્યાન પણ  મારી માતા રાખે છે. દાદી કહે છે કે મારી માતા ઘરની લક્ષ્મી છે. હું મારી માતાને પણ ભગવાન સમાન માનું છું અને તેમની દરેક વાત માનું છું.
 
મારી મા જૉબ પણ કરે છે. ઘર અને ઑફિસ બન્નેની જવાબદારી તે સારી રીતે પૂરી કરે છે. તેમના સરળ અને સીધું વર્તનના વખાણ તેમના ઑફિસના બધા લોકો કરે છે. મારી મા ગરીબો અને રોગીઓની પણ દરેક 
 
શક્ય મદદ કરે છે. મારી મા મારી સૌથી સારી મિત્ર છે. જ્યારે મે કોઈ ભૂલ કરુ છુ તો તે મને ઠપકો આપતી નથી પણ પ્રેમથી સમજાવે છે. જ્યારે હું ઉદાસ હોઉં છું, ત્યારે તે મારી મા મારા સુકાઈ ગયેલા ચહેરા પર 
 
મુસ્કાન લાવે છે. તેનો પ્રેમ અને પ્રેમાળ સ્પર્શ મેળવીને હું મારાં બધાં દુ:ખ ભૂલી જાઉં છું.
 
મારી મા મમતાની દેવી સમાન છે. તે મને અને મારી બેનને હમેશા સારી -સારી વાતો જણાવે છે. મારી મા મારી આદર્શ છે. તે મને સત્યના રસ્તા પર ચાલવાની શીખામણ આપે છે. સમયનુ મહત્વ જણાવે છે. કહે છે 
 
મા ઈશ્વરના આપેલ એક વરદાન છે.  જેની છાયામાં આપણે સલામતી અનુભવીએ છીએ અને આપણાં બધાં દુ:ખ ભૂલી જઈએ છીએ. હું મારી માતાને ખૂબ પ્રેમ કરું છું અને મને વિશ્વની શ્રેષ્ઠ માતા આપવા બદલ 
 
ભગવાનનો આભાર માનું છું
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

આગળનો લેખ
Show comments