Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21 ફેબ્રુઆરીએ કેમ ઉજવવામાં આવે છે 'વિશ્વ માતૃભાષા દિવસ', જાણો મહત્વ

World Mother Language Day
, બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (08:00 IST)
ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી હતી, પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો, છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો.
 
આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઊજવાવા લાગ્યો.
 
21 ફેબ્રુઆરી વિશ્વભરમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. પણ એક કડવું સત્ય એ પણ છે કે, માતૃભાષાનું ચલણ નામશેષ થઈ રહ્યું છે. જેના પાછળ આપણું ઘર પરિવાર જ જવાબદાર છે. જો આપણે એવો આગ્રહ રાખીએ કે આપણું સંતાન માતૃભાષા શીખે તો દુનિયાની કોઈ તાકાત તમને એમ કરતાં રોકી શકે એમ નથી અને આપણો ભારત દેશ તો એ બધી જ ભાષા માટે ખરા અર્થમાં મુક્ત છે પણ આપણે જ એને કોઈ એક કહેવાતી વિદેશી ભાષાના કેદમાં મરવા માટે છોડી દીધી છે.
 
ગુજરાતી ભાષાનું સૌંદર્ય તેની લિપિ, વ્યાકરણ, જોડણી, ઉચ્ચાચરણો અને અભિવ્યક્તિમાં છે. ગુજરાતી ભાષાને કોમન જોડણી તરીકે સાંકળવા માટે ઊંઝા જોડણી આંદોલન થયું હતું. જેમાં દીર્ઘ ઈ અને હસ્વ ઉ થી જ જોડાણીનું કામ ચલાવવું અને જોડણી સરળ કરવી એવું આંદોલન ઉંઝામાં ગુજરાતી સાહિત્યકારોએ કર્યું હતું. જોકે, તેને બાદમાં ખાસ સફળતા મળી નથી. નહીં તો કદાચ અત્યારે ગુજરાતીની જોડાણીનું સ્વરૂપ કંઈક અલગ હોત. ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ 'સિદ્ધ હેમ શબ્દાનુશાસન' હતો. જે ઈ.સ. 1135માં લખાયો. 
 
સંસ્કૃત શબ્દ 'ગુર્જરત્રા' અને પ્રાકૃત શબ્દ 'ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલ શબ્દ 'ગુજરાત' પરથી વિશેષણ બન્યું 'ગુજરાતી'. સોલંકી યુગમાં સિદ્ધરાજ જયસિંહે માળવાઓ પર આક્રમણ કર્યું. માળવા જીત્યું. અવંતિનાથ બિરુદ લીધું : પણ એક વાત મહારાજ સિદ્ધરાજના દિલમાં ખટક્યા કરે છે. શૂળની જેમ એ વાત દિલને વીંધે છે ! માલવાના રાજા વિદ્વાન ! પંડિત ! સંસ્કારી ! અને હું શું ? મારું ગુજરાત શું? માલવામાંથી લાવેલો પુસ્તકોનો ભંડાર ફેંદતાં એક પુસ્તક નીકળી આવ્યું. ગ્રંથપાલે એનું નામ વાંચ્યું. એનું નામ ભોજ વ્યાકરણ! મહારાજા કહે : 'એમ આગળ નામ મૂકી દીધે શું વળે ? હું ય કહું કે સિદ્ધ વ્યાકરણ.'

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિગ્નેચર બ્રિજ - દ્વારકા-બેટ દ્વારકા પહોંચવું સરળ બનાવશે આ બ્રિજ