Festival Posters

ગુજરાતી નિબંધ - જો હું વડાપ્રધાન હોઉં તો...!

Webdunia
બુધવાર, 17 એપ્રિલ 2019 (12:14 IST)
મુદ્દા- 1. ભૂમિકા 2. વડાપ્રધાનનાં કર્તવ્ય બાબતની મારી જાણકારી 3. વડાપ્રધાન બનવા હું શું કરીશ ? 4. વડાપ્રધાન થયા પછીએ હું શું કરીશ ? 5 . ઉપસંહાર 
કહેવામાં આવ્યું છું કે- तुंण्डे तुण्डे मतिर्भिन्ना- એ ન્યાયે પ્રત્યેજનું જીવનધ્યેય એક હોતું નથી હોઈ શકે પણ નહિ. તે પસંદગી તો અવલંબે છે પસંદ કરનારના વય, જ્ઞાન, સ્વભાવ બુદ્ધિ અને સંયોગો પર ! કોઈ ઈચ્છે છે વૈજ્ઞાનિક કે કવિ થવા, તો  ઈચ્છે કે પત્રકાર હોઉં તો  ? મન હોય તો માળવે જવાય. માનવમાત્રમાં કઈક બનવાની મહ્ત્વકાંક્ષા મારી કલ્પનાથી તમએ હસવું આવશે . એ ખૂબ સાચી હકીકત છે કે પ્રધાનમંત્રી થવું આજના જમાનામાં કપરું કામ છે. પ્રધાનમંત્રી થવા માટે તો જોઈએ- અસાધારણ પ્રતિભા, જ્ઞાન લોકસેવા અને લોકપ્રિયતા. 
 
ભારત લોકશાહી દેશ છે. વડાપ્રધાન બનવાની મારી કલ્પના સાકાર થાય તો મારે સૌ પ્રથમ મારા સાથીદારોને વિશ્વાસમાં લેવા જોઈએ. તેમનામાં શિસ્ત, સંઘભાવના તથા સહકાર ઉતપન્ન કરવા જોઈએ.

સંપ,પ્રમાણિકતા,નીડરતા,ખેલદિલી જેવા ઉમદા ગુણો મારા સાથીઓમાં ઉત્પન્ન કરવા જોઈએ. સારાયે દેશમાં શાંતિ, સત્ય, પ્રેમ, અહિંસાનું સામ્રાજ્ય સ્ત્જપાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આજના મોટા ભાગના નેતાઓ 
વડાપ્રધાન સુદ્ધાં-આમજનતાથી નિમુખ બનતા જાય છે. ચૂંટણીના સમયે પ્રજાને આપેલાં વચનો ભૂલી જાય છે અને ચૂંટાયા પછી પોતાની દુનિયામાં મસ્ત રહે છે. ઉદઘાટનોને ભાષણોમાંથી ઉંચા આવતા નથી. 
 
બેકારી અને ગરીબીની વિશ્વવ્યાપી સમસ્યા આજે દેશને પતનના માર્ગ તરફજ ધકેલી રહી છે. પ્રધાનમંત્રી બન્યા પછીનું મારું પ્રથમ કર્તવ્ય આવી સમસ્યાઓને હલ કરવા પાછળનું હશે. જો હું વડાપ્રધાન બનીશ તો સંરક્ષણને સૌથી વધુ મહ્ત્વ આપીશ. રૂપિયાનું અવમૂલ્યન, વિદેશી હૂંડિયામણની તંગી, દાણાચોરી, નફાખોરી, કાળું નાણું વગેર કેટલીક અમયાઓને દેશના અર્થતંત્રને છિન્નબિન્ન કરી નાખ્યું છે .જો હું પ્રધાનમંત્રી થઈશ તો દેશમાં વધુ ઉત્પાદન થાય અને ખેતી તથા ઉદ્યોગમાં ભારે ઉત્પાદન થાય એવા પ્રય્ત્નો કરીશ. વિદેશી માલનો બહિષ્કા સ્વદેશી માલની ઝુંબેશ દ્વારા હું દેશના અર્થતંત્રને ઉંચુ લાવીશ. મારી વિદેશનીતિ વિશ્વબંધુત્વ તથા वसुदैव कुटुब्कम ના સિદ્ધાંત  પર આધારિત હશે.  
 
જો હું વડાપ્રધાન બનીશ તો હું મારું વ્યક્તિગત જીવન સાદું રાખીશ. આમજનતાની ફરિયાદો સાંભળીશ દુષ્કાળ, વાવાઝોડું ધરતીકંપ, રેલસંકટ જેવી કુદરતી આફતોના સમયે વડાપ્રધાનના ફંડમાંથી મોટી રકમ દાનમાં આપીશ. દેશનો કાયાકલ્પ કરીશ અને દેશમાંથી ગરીબ, બેકારી,  મોંઘવારી, ભૂખમરો, અન્યાય,ભ્રષ્ટાચાર દૂર કરવા ખૂબ પ્રયત્ન કરીશ. શિક્ષણક્ષેત્રમાં ક્રાંતિકારીએ ફેરફારો લાવીશ. મારામાં શ્વાસ હશે ત્યાં સુધી ભારતનું સાર્વભુમત્વ અખંડિત રહેશે. દેશમાં રામરાજ્ય સ્થપાય તેવા પ્રયત્નો કરીશ. 
 
હમણાં તો આ એક કલ્પના છે . મારી વાસ્તવિક સ્થિતિનો વિચાઅર કરું છું ત્યારે મને મારી કલ્પના પર હસવું આવે છે. પરંતુ સ્વતંત્ર ભારતવાસી  પોતાના સ્વપનોને સાકાર કરવા માટે પૂરો સ્વતંત્ર નથી શું ? કોઈએ સાચું જ કહ્યું છે કે child is the father of nation. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Donald Trump એ ભારત વિરુદ્ધ નવા ટૈરિફ લગાવવાની આપી ધમકી, પીએમ મોદી માટે કરી આ વાત

ગાંધીનગરમાં શંકાસ્પદ ટાઈફોઈડનાં અત્યાર સુધી 113 કેસ, ઈન્દોર જેવા ન થાય હાલ એ માટે ગૃહમંત્રી અમિત શાહે સાચવ્યો મોરચો

કોમનવેલ્થ 2030 પછી ભારત 2036 ઓલિમ્પિકની મેજબાની માટે તૈયાર, જય શાહે ભારતને 100 અને તેમાંથી 10 મેડલ ગુજરાતે લાવવાનું આપ્યું લક્ષ્ય

ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ નહિ રમે BAN', બાંગ્લાદેશનાં કાર્યકારી રમતગમત મંત્રીએ આપ્યું વાહિયાત નિવેદન

મસ્કે વેનેઝુએલા માટે કરી મોટી જાહેરાત, દેશભરમાં મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે સ્ટારલિંક

વધુ જુઓ..

ધર્મ

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

જય મેલડી માઁ- માં મેલડી માતાનો મંત્ર કરે છે સિદ્ધ કામ

આગળનો લેખ
Show comments