Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી નિબંધ - ડા. બાબા સાહેબ આંબેડકર

webdunia
મંગળવાર, 13 એપ્રિલ 2021 (23:40 IST)
જન્મ - 14 એપ્રિલ, 1891 
મૃત્યુ - 6 ડિસેમ્બર, 1956 
 
 
અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે
જે તરફ નીકળી જશુ  ત્યાં જ રસ્તો બનાવી લઈશુ. 
 
આ જ પંક્તિ ડો.  આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક છે. તે અનન્ય કોટિના નેતા હતા, જેમણે પોતાનું આખુ જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધુ. ખાસ કરીને ભારતના 80 ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા. તેમને અભિશાપથી મુક્ત કરવાનો ડો. આમ્બેડકરના જીવનનો મૂલ મંત્ર હતો. 
 
14 એપ્રિલ 1891માં મહુમાં સૂબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડો,ભીમરાવ  આંબેડકરનો જન્મ થયો. તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુધ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો. સંજોગવશ ભીમરાવ સાતારા ગામના એક બ્રાહ્મણ શિક્ષકને ખૂબ ગમ્યા. તેઓ અત્યાચાર અને લાંચનના તીવ્ર તડકામાં ટુકડો વાદળની જેમ ભીમને માટે માઁનો પાલવની છાયા બની ગયા બાબા સાહેબે કહ્યુ - વર્ગહીન સમાજ રચતા પહેલા સમાજને જાતિવિહિન કરવો પડશે. સમાજવાદ વગર દલિત-મહેનતી માણસોની આર્થિક મુક્તિ શક્ય નથી. 
 
ડો.  આંબેડકરનો અવાજ ગૂંજી ઉઠ્યો -'સમાજને શ્રેણીવિહીન અને વર્ણવિહીન કરવો પડશે. કારણ કે શ્રેણીએ માણસને ગરીબ અને વર્ણએ માણસને દલિત બનાવી દીધો. જેની પાસે કશુ નથી, તેવા લોકો ગરીબ મનાય છે. અને જે કશુ નથી તેઓ દલિત સમજાય છે. 
 
બાબા સાહેબને સંઘર્ષનું બ્યુગલ વગાડીને આહ્વાન કર્યુ, 'છીનવેલા અધિકારો ભીખમાં નથી મળતા, અધિકાર વસૂલ કરવાનો હોય છે. તેમણે કહ્યુ કે 'હિન્દુત્વનું ગૌરવ વધારનારા વશિષ્ઠ જેવા બ્રાહ્મણ, રામ જેવા ક્ષત્રિય, હર્ષ જેવા વૈશ્ય અને તુકારામ જેવા શુદ્ર લોકોએ પોતાની સાધનાનું પ્રતિફળ જોડ્યુ છે. તેમનું હિન્દુત્વ દીવાલો વચ્ચે બંધ નથી પણ, ગ્રહિષ્ણુ, સહિષ્ણુ અને ચલિષ્ણુ છે. 
 
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવ  આંબેડકરને મેધાવી વિદ્યાર્થીના નાતે શિષ્યવૃત્તિ આપીને 1913માં તેમને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા મોકલી દીધા અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, દર્શન અને અર્થ નીતિનો ઉંડો અભ્યાસ બાબા સાહેબે કર્યો હતો. ત્યાં ભારતીય સમાજનો અભિશાપ અને જન્મસૂત્રથી મળતી અસ્પૃશ્યતા નહોતી. તેથી તેમને અમેરિકામાં એક નવી દુનિયાના દર્શન થયા. ડો, આમ્બેડકરે અમેરિકામાં એક સેમિનારમાં 'ભારતીય જાતિ વિભાજન' પર પોતાનો પ્રખ્યાત શોધ-પત્ર વાચ્યો, જેમાં તેમના વ્યક્ત્તિત્વની ચારેબાજુ પ્રશંસા થઈ. 
 
ડો.  આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો.  આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. 
સમતા સમાનતા અને સ્‍વતંત્રતા માટે જીવનભર ઝઝૂમનાર બાબાસાહેબના હુલામણા નામથી પ્રસિદ્ધ ભારતીય બંધારણના ઘડવૈયા, અર્થશાષા અને કાયદાના પ્રકાંડ પંડિત, પ્રખર દેશભકત, અસ્‍પૃશ્‍ય અને મહિલાઓના મુકિતદાતા, ભારતરત્‍ન ડો. ભીમરાવ આંબેડકરનો જન્‍મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ના મધ્‍યપ્રદેશમાં મહુની લશ્‍કરી છાવણીમાં થયો હતો. રામજી શકપાલ અને ભીમાબાઇના ૧૪માં સંતાન તરીકે જન્‍મેલા ભીમરાવ નાનપણથી જ અસ્‍પૃશ્‍યતાના લીધે અપમાન અને અવમાનનાનો ભોગ બનતા રહ્યા હતાં.    સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની હિંસક, અહિંસક, ક્રાંતિઓ તથા માનવીય હકકો માટેની લડાઇઓ અને સત્‍યાગ્રહો થયા છે. સત્તા પરિવર્તન, વિચાર પરિવર્તન તથા આઝાદી માટેના આંદોલનો અને ક્રાંતિઓ થયેલ છે, પરંતુ ભારત જેવા દેશમાં માણસે પીવાના પાણી માટે કે જે પશુ પક્ષીઓને પણ સહેલાઇથી મળી રહે છે તેના માટે ડો. બાબાસાહેબે સત્‍યાગ્રહ કર્યો હતો.
 
   બાબાસાહેબ સ્ત્રીને સમાજનું આભૂષણ ગણાવતા હતા. તેમના મતે કોઇપણ સમાજના ઉત્‍થાન અને પતનની પરાશીશી તેસમાજના નારીના ઉત્‍થાનથી નક્કી કરી શકાય છે. માટે જ તેમણે ભારતીય સમાજ વ્‍યવસ્‍થામાંસ્ત્રીઓની જે પશુવત દશા જોઇ, અનુભવી તેનાથી દ્રવિત થઇ તેમની મુકિત માટે આજીવન લડત ચલાવતા રહ્યા. એટલું જ નહિ બંધારણીય કાયદાઓ દ્વારા પણસ્ત્રીઓને રક્ષણ આપી સ્ત્રીઓની મુકિત માટે સમાનતા અને સ્‍વતંત્રતા માટે હિન્‍દુ કોડ બિલની રચના કરી. ભારતમાં મહિલા મુકિતના મશાલચી મહાત્‍મા જયોતિરાવ ફૂલેના અનુયાયી એવા ડો. આંબેડકર પણ નારી મુકિતના પ્રખર હિમાયતી બની રહ્યા હતાં.
 
   પોતાની તંદુરસ્‍તીની પરવા કર્યા વગર રાત દિવસ જોયા વગર પ્રબળ પરિશ્રમ કરી તૈયાર કરેલા હિન્‍દુ કોડ બિલનો કરૂણ રકાસ થયો. હિન્‍દુ સમાજને એક સંહિતાએ સાંકળવાનું તેમનું સપનું ભાંગી પડયું. હિન્‍દુ કોડ બિલની પીછેહઠથી બાબાસાહેબ ખૂબ વ્‍યથિત થયા અને નારી મુકિતના યજ્ઞમાં પોતાના પ્રધાનપદની આહુતિ આપી દીધી.
 
ડો.  આંબેડકરનું લક્ષ્ય હતુ - 'સામાજિક અસમાનતા દૂર કરીને દલિતોના માનવધિકારની પ્રતિષ્ઠા કરવી. ડો.  આંબેડકર ઉંડા-ગંભીર અવાજમાં સાવધાન કર્યા હતા ' જાન્યુઆરી 1950મા આપણે પરસ્પર વિરોધી જીવનમાં પ્રવેશ કરી રહ્યા 

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia Hindi

આગળનો લેખ

વૈક્સીન લગાવવાથી ડર લાગી રહ્યો છે તો જાણો આ 10 ફાયદા