rashifal-2026

નિબંધ - ડો. એ.પી.જે અબ્દુલ કલામ ( જન્મ - 15 ઓક્ટોબર 1931, મૃત્યુ: 27 જુલાઇ 2015, શિલોંગ)

Webdunia
મંગળવાર, 27 જુલાઈ 2021 (12:54 IST)
અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામનો જન્મ તમિલનાડુ રાજ્યના રામેશ્વરમમાં 15 ઓક્ટોબર 1931 રામેશ્વરમમાં થયુ. ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઇ. સ. ૨૦૦૨થી 
૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. 
 
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે એયરોનૉટિકલ એંજિનયરના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ હિન્દુસ્તાનની બે મોટી એજંસીઓ ડિફેવ્ંસ રિસર્ચ એંડ ડેવલોપમેંટ 
 
ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) અને ઈંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના પ્રમુખ રહ્યા હતા. 
ડો. કલામ જન્મથી મુસ્લિમ હતા પણ તેમનો જન્મ હિન્દુઓના એક મુખ્ય શહેર રામેશ્વરમમાં થયો હતો. ભારતીય સંસ્કૃતિ સાથે તેમનો ઉંડો સંબંધ હતો. તેમનુ પુસ્તક 'અગ્નિ કી ઉડાન' નવયુવાનો માટે પ્રેરણાદાયક 
 
છે. તેઓ પોતાના ભાષણોમાં પણ યુવાઓમાં જોશ ભરી દેતા હતા. 
 
બંને એજંસીઓમાં તેમને ખૂબ સારુ કામ કર્યુ. હિન્દુસ્તાનના પ્રથમ રોકેટ એસએલવે-3ને બનાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી. પોલર સૈટેલાઈટ લોન્ચ વેહિકલ (પીએસએલવી) બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકા 
 
હતી. 
 
હિન્દુસ્તાનના પ્રથમ મિસાઈલ પૃથ્વી મિસાઈલ અને પછી ત્યારબાદ અગ્નિન મિસાઈલને બનાવવામાં પણ ડોક્ટર કલામનુ મુખ્ય યોગદાન રહ્યુ છે. 
 
પરમાણુ કાર્યક્રમમાં ભૂમિકા 
આપણે એ ક્યારેય ન ભૂલવુ જોઈએ કે ભારતે 1998માં જે પરમાણુ પરીક્ષણ કર્યુ હતુ તેમા પણ ડો. કલામની વિશેષ્ટ ભૂમિકા હતી. એ સમયે તેઓ ડીઆરડીઓના પ્રમુખ હતા. હિન્દુસ્તાનને દુનિયાની મોટી તાકત 
 
બનાવવાને કારણે દેશના ઈતિહાસમાં તેમનુ નામ સ્વર્ણિમ અક્ષરથી  લખવામાં આવશે.  દુનિયાના ગણ્યા ગાઠ્યા રાષ્ટ્રપ્રમુખ જ એવા હશે જેમણે તેમના જેટલી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત હશે.  વૈશ્વિક રાજનીતિમાં પણ 
 
તેમની મુખ્ય ભૂમિકા હતી. તેઓ ખૂબ મોટા માનવતાવાદી હતા. તેઓ મૃત્યુદંડ આપવાના વિરુદ્ધ હતા. ખાસ કરીને ન્યાયાલય દ્વારા. 
 
તેમના જેવો બીજો કલામ મળવો મુશ્કેલ 
તેઓ પોતાના એક જુદા વ્યક્તિત્વવાળા હતા. તેમના જેવો બીજો થવો મુશ્કેલ છે.  તેમનો બાળકો પ્રત્ય જે પ્રેમ  હતો તેને જોઈને આશ્ચર્ય થતુ હતુ.  આટલા મોટા વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી તેઓ બાળકો 
 
સાથે ખૂબ ઉંડો જોડાવ અનુભવતા હતા. તેઓ બાળકો સાથે બાળકોની જેમ વાત કરતા હતા. 
 
તેમણે પોતાના શાળાકીય દિવસોમાં છાપુ વહેંચવાનુ કામ કર્યુ હતુ. છાપુ વેચવાનુ શરૂ કરીને દેશના વૈજ્ઞાનિક શક્તિ બનવુ પછી ભારતના રાષ્ટ્રપતિ બનવુ એક વિલક્ષણ ઉપલબ્ધિ છે. આવુ એ જ કરી શકે છે જેમના 
 
વિચાર ખૂબ મોટા હોય અને વિજ્ઞાનમાં ઉંડો રસ હોય. આ બંને વસ્તુઓ વચ્ચે તેમની તુલના મુશ્કેલ છે.  
 
મિસાઈલ મેનના રૂપમાં ઓળખ બનાવનારા પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ પાયલોટ બનવા માંગતા હતા. પણ તેઓ પોતાના સપનાના એકદમ નિકટ પહોંચીને ચૂકી ગયા હતા. ઈંડિયન એયરફોર્સમાં એ 
 
સમયે 8 સ્થાનો ખાલી હતા અને ઈંટરવ્યુમાં કલામનો નંબર નવમો હતો. કલામે આ વાતનો ઉલ્લેખ પોતાનુ પુસ્તક 'માય જર્ની : ટ્રાંસફોર્મિંગ ડ્રીમ્સ ઈંટ્ર એક્શંસ' માં કર્યો હતો. 
 
મદ્રાસ ટેકનિકલ ઈંસ્ટિટ્યૂટથી એરોનૉટિકલ ઈંજિનિયરિંગનો અભ્યાસ કરનારા કલામે પોતાના પુસ્તકમાં લખ્યુ હતુ કે તેમના ઉપર પાયલોટ બનવાનુ ઝનૂન હતુ.   તેમણે લખ્યુ હતુ, 'મારુ સપનું હતુ કે હવામાં ખૂબ 
 
જ ઉંચી ઉડાન દરમિયાન મશીનને કંટ્રોલ કરુ.' 
 
કલામને ઈંટરવ્યુ માટે બે સ્થાનો પરથી કોલ આવ્યો હતો - પહેલો દેહરાદૂનમાં ઈંડિયન એયરફોર્સની તરફથી અને બીજો દિલ્હીમાં ડિફેંસ મિનિસ્ટ્રીના તકનીકી વિકાસ અને ઉત્પાદન નિદેશાલય (DTDP) 
 
તરફથી. કલામે લખ્યુ છે કે DTDPનો ઈંટરવ્યુ સહેલો હતો પણ એયરફોર્સનો ઈંટરવ્યુ બોર્ડ કેડિડેટ્સમાં ખાસ પ્રકારની કાબેલિયત બતાડવા માંગતા હતા.  ત્યા 25 ઉમેદવારોમાંથી કલામ 9માં નંબર પર રહ્યા. 
 
પણ 8 સીટો ખાલી હોવાને કારણે તેમનુ સિલેક્શન ન થઈ શક્યુ. 
 
પોતાના પુસ્તકમાં કલામે લખ્યુ હતુ, 'હુ એયરફોર્સના પાયલોટ બનવાનો પોતાનુ સપનુ પુરુ કરવામાં નિષ્ફ્ળ રહ્યો. ત્યારબાદ હુ ચાલતો રહ્યો અને છેવટે એક ઉભી ચટ્ટાનની પાસે પહોંચી ગયો. છેવટે હું ઋષિકેશ 
 
જવા અને નવો રસ્તો શોધ કરવાનો નિર્ણય કર્યો.' 
 
કઆમે લખ્યુ છે, 'જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ ત્યારે આપણને જાણ થાય છે કે આપણી અંદર અનેક ક્ષમતાઓ છે અને તે પહેલાથી જ રહેલી હોય છે. બસ આપણને તેની શોધ કરવાની હોય છે અને 
 
જીંદગીમાં આગળ વધવાનુ હોય છે.' 
 
કલામે પોતાના આ પુસ્તકમાં પોતાના જીવનના મહત્વપુર્ણ ક્ષણ, મુખ્ય ઘટનાઓ, શિક્ષાઓ અને પ્રેરિત કરનારા લોકોનો ઉલ્લેખ કર્યો છે. એક કાર્યક્રમને સંબોધતા કલામે જણાવ્યું હતું કે મારા જીવનમાં એક સૌથી 
 
મોટો અફસોસ મને રહી ગયો કે હું મારા માતા-પિતાને તેમના જીવનકાળમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યો. મારા પિતા જૈનુજાબ્દિન ૧૦૩ વર્ષ સુધી જીવ્યા અને મા આશિયામ્મા ૯૩ વર્ષ સુધી જીવિત 
 
રહ્યા. ઘરમાં હું નાનો હોવાથી મને બહુ પ્રેમ મળ્યો. ઉલ્લેખનીય છે કે કલામનું બાળપણ એવા ઘરમાં પસાર થયું કે જ્યાં રાત્રે માત્ર ફાનસ દ્વારા જ અજવાળુ કરવામાં આવતું.
 
કલામ મેરિટોક્રેટિક ભારતના સાચા પ્રતીક, આદર્શ નાગરિક અને સૌથી હકારાત્મક ભારતીય હતા. રામેશ્વરમના ગરીબ માછીમાર પરિવારમાં જન્મેલા કલામ આકરી મહેનતથી સફળતાના શિખરે પહોંચ્યા હતા. 
 
અબ્દુલ કલામ સાચા અર્થમાં બહુમુખી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. મુસ્લિમ એવા કલામ કુરાનની સાથે સાથે ભગવદ્ ગીતાને પણ એટલી જ માન્યતા આપતાં હતાં.
મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ)

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બાંગ્લાદેશમાં બર્બરતા એ બધી હદ વટાવી, હિન્દુ વિધવા પર સામૂહિક બળાત્કાર, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા વીડિયો વાયરલ

યૂપીમા કૂતરાને યુવકે બોટલથી બળજબરીથી પીવડાવ્યો દારૂ, પોલીસે કરી ધરપકડ - Viral Video

બાંગ્લાદેશ સરકારે IPL ના ટેલીકાસ્ટ પર લગાવ્યો બૈન, ક્રિકેટ જગતમાં મચી સનસની

Video: ફ્રી મસાજ સર્વિસ માંગતા ભારતીય યુવકની થાઈલેંડમાં ધુલાઈ, બોયગર્લ ગુસ્સામાં તૂટી પડી - Viral Video

દોડમાં આવ્યુ ત્રીજુ સ્થાન, પછી અચાનક આવ્યુ મોત... જાણો પાલઘરમાં 10 માં ધોરણની વિદ્યાર્થીનીનો કેવી રીતે ગયો જીવ ?

વધુ જુઓ..

ધર્મ

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments