Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના બિઝનેસમેને રાજ કુંદ્રાની કંપની પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ

ગુજરાતના બિઝનેસમેને રાજ કુંદ્રાની કંપની પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ
, મંગળવાર, 27 જુલાઈ 2021 (11:29 IST)
પોર્ન અને અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા બિઝનેસમેન રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછી થઇ રહે નથી. મુંબઇ ક્રાઇમ બ્રાંચની ધરપકડ અને ગંભીર આરોપો બાદ અમદાવાદના એક બિઝનેસમેને ફરિયાદ નોંધાવી છે. ક્રાઇમ બ્રાંચ અને સાઇબર સેલમાં નોંધાવેલી ફરિયાદમાં વેપારીએ રાજ કુંદ્રાની કંપની પર 3 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. 
 
એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના બિઝનેસમેને પોતાની ફરિયાદમાં કહ્યું છે કે રાજ કુંદ્રાની કંપનીએ તેમને વાયદો કર્યો હતો કે તે તેને એક ઓનલાઇન ક્રિકેટ ગેમના ડિસ્ટ્રીબ્યૂટર બનાવશે. તેના માટે તેમને 3 લાખ રૂપિયા લીધા હતા. પોલીસ ફરિયાદ તપાસ કરી રહી છે અને તે આધાર પર એફઆઇઆર નોંધવામાં આવશે. 
 
ગુજરાતના વેપારી હિરેન પરમારે પોતાની ફરિયાદ ઓનલાઇન નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વિઆન ઇંડસ્ટ્રીઝએ વાયદો કર્યો હતો કે તે તેમને ઓનલાઇન ગેમ 'ગેમ ઓફ ડોટ'ના ડિસ્ટ્રીબ્યૂટર બનાવશે. પરંતુ કંપનીએ વાયદો નિભાવ્યો નથી ત્યારબાદ તેમણે પોતાના 3 લાખ રૂપિયા પરત માંગ્યા તો કંપની તરફથી કોઇ જવાબ મળ્યો નથી. 
 
ફરિયાદમાં દાવો કર્યો છે કે હિરેન પરમારે વર્ષ 2019માં ગુજરાત સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેના પર કોઇ એક્શન લીધી નથી. ત્યારબાદ મુંબઇ પોલીસ દ્વારા રાજ કુંદ્રાની ધરપકડ કર્યા બાદ હિરેને મુંબઇ ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કર્યો. હિરેન પરમારે એ પણ આરોપ લગાવ્યો કે તેમની માફક રાજ કુંદ્રાની કંપનીએ અન્ય લોકોને પણ છેતર્યા છે અને કરોડો રૂપિયા ચાઉં કરી લીધા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાર્વત્રિક વરસાદના લીધે નર્મદા ડેમની સપાટીમાં થયો ધરખમ વધારો, પ્રવાસીઓ ટોળા ઉમટ્યા