Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 લાખનો હેલ્થ ઈંશોરેંસ તમને મળશે કે નહી, ટૉલ ફ્રી નંબર પર call કરીને મેળવો માહિતી

Webdunia
સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (12:53 IST)
આયુષ્યમન ભારત (Ayushman Bharat)ને લાગૂ કરનારી ટોચની સંસ્થા નેશનલ હેલ્થ એજંસીએ વેબસાઈટ અને હેલ્પલાઈન લૉંચ કરી છે. જેની મદદથી તમે એ જાણી શકો છો કે તમારુ નામ લાભાર્થીની યાદીમાં છે કે નહી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ 10 કરોડ પરિવારને 5 લાખ રૂપિયા વાર્ષિક સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે.  યોજનાની શરૂઆત 23 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડથી કરશે. 
 
આ યોજનનઓ લાભ સામાજીક આર્થિક જાતિ જનગણના આધાર પર મળશે. આ માટે 30 એપ્રિલ 2018ના રોજ એક આંદોલન ચલાવાયુ હતુ જેમા એ લોકોને ચાલુ મોબાઈલ અને રાશન કાર્ડ નંબર એકત્ર કરવામાં આવ્યા હતા જે લોકો સામાજીક આર્થિક જાતિ જનગણનાના ડેટાબેસના આધાર પર આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. 
 
આ રીતે ચેક કરો તમારુ નામ 
5 લાખ રૂપિયાની ફ્રી સારવારનો લાભ લેવા તમારે આયુષ્યમાન ભારતની વેબસાઈટ mera.pmjay.gov.in પર જઈને કે હેલ્પલાઈન નંબર 14555 પર કોલ કરીને એ જાણી શકો છો કે યોજનાનો લાભ તમને મળી શકે છે કે નહી.  પોતાના મોબાઈલ નંબર કે રાશન કાર્ડની મદદથી કોઈપણ આ તપાસી શકે છે કે તે લાભાર્થીના લિસ્ટમાં છે કે નહી.  ઓટીપીથી વેરીફિકેશન પછી ઓનલાઈન KYC (નો યોર કસ્ટમર)પૂરુ કરવુ પડશે.  તેમા કોઈ માનવીય દખલ નથી. હેલ્પલાઈન નંબર પર કોલ કરીને એ પણ જાણી શકો છોકે તમે વીમો મેળવવાના હકદાર છો કે નહી. 
 
આયુષ્યમાન મિત્ર કરશે મદદ 
 
જે સ્થાન પર પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થઈ ચુકી છે ત્યાના સરકારી જીલ્લા હોસ્પિટલમાં આયુષ્યમાન મિત્ર (Ayushman Mitras)ની નિમણૂક કરવામાં આવી છે. જે દર્દીઓની મદદ કરશે અને લાભાર્થી અને હોસ્પિટલ વચ્ચે સમન્યવય સ્થાપિત કરશે.  તેઓ હેલ્પ ડેસ્ક ચલાવી રહ્યા છે. યોગ્યતા અને એનરોલમેંટ માટે ડોક્યુમેંટ્સનુ વેરીફિકેશન કરે છે.  બધા લાભાર્થીઓને QR કોડવાળા લેટર મોકલવામાં આવશે. તેને સ્કેન કરીને યોજનાનો લાભ ઉઠાવવા માટે યોગ્યતા અને ઓળખની તપાસ કરવામાં આવશે. 
 
ક્યારે થશે હોસ્પિટલમાં ઈલાજ 
 
- આ સ્કીમનો ફાયદો દેશભરમાં લઈ શકાશે. સાથે જ સ્કીમ હેઠળ પેનલમાં સામેલ દેશના કોઈપણ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજ કરાવી શકાશે. 
આ ઉપરાંત  એમ્પાઈ સ્ટેટ ઈશ્યોરેંસ કોર્પોરેશન (ઈએસઆઈ) સંબંધિત હોસ્પિટલોને બેડ ઓક્યૂપેંસી રેશિયોના પૈરામીટરના આધાર પર તેનેઆ પેનલમાં સામેલ કરવામાં આવી શકે છે. પ્રાઈવેટ હોસ્પિટલ મામલે ચોક્કસ ક્રાઈટિરિયાના આધાર પર ઓનલાઈન ઈમ્પૈનલ્ડ કરવામાં આવશે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments