Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદેશમાં વસતા ભારતીયોનું અનોખું સ્ટાર્ટઅપ, હવે રોજ અપડાઉન કરો એટલા સસ્તા દરે શરૂ થશે લંડનથી ફ્લાઇટ સર્વિસ

Webdunia
મંગળવાર, 19 એપ્રિલ 2022 (12:43 IST)
કોરોનાકાળ દરમિયાન ભારતથી વિદેશ જવું મુશ્કેલ બની ગયું હતું. ઘણા દેશોએ કોરોના વધતા જતા સંક્રમણ અને ડેલ્ટા વેરિએન્ટને ફેલાતો રોકવા માટે પોતાની બોર્ડરો બંધ કરી દીધી હતી. પરંતુ હવે કોરોના કેસ ઓછા થઇ રહ્યા છે અને ફરી એકવાર ફરી બીજા દેશ હવાઇ યાત્રા માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. ત્યારે યુકેમાં વસતા ગુજરાતીઓ અને લંડન આવતા જતા મુસાફરો માટે ખુશીના સમાચાર છે. 
 
હાલ અમદાવાદથી લંડનની રિટર્ન ફ્લાઇટનું ભાડું 40 હજારથી માંડીને 1 લાખ સુધી છે. ત્યારે ત્યાં વસતા બે ભારતીયો નીનો સિંહ અને બોબી ભાકર ફ્લાયપોપ (ફ્લાય પીપલ ઑ‌વર પ્રોફિટ) એરલાઇન શરૂ કરી રહ્યા છે. જે આ વર્ષે ઓગસ્ટ મહિનાથી લંડનથી અમદાવાદ અને લંડનથી ચંદીગઢ માટે માટે રિટર્ન ટિકીટ 20 હજાર રૂપિયા હશે. 
 
ફ્લાયપોપના ડાયરેક્ટ મહેન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું  કે ભારતીયને ગુજરાત, પંજાબ કે કોચી જેવા ટૂ ટિયર સિટીમાં જવું હોય તો સીધી ફ્લાઇટ નથી. જે ફ્લાઇટ છે એ મોંઘી છે. જેથી  મે મહિના સુધી જે-તે ઓથોરિટી સાથે અમદાવાદ અને ચંદીગઢ માટેના એમઓયુ સાઇન કરીશું અને ઓગસ્ટ મહિના સુધી ફ્લાઇટ શરૂ થઇ જાય એવો અમારો પ્લાન છે. જેમાં વન સાઇડ 99 પાઉન્ડ એટલે કે 10 હજાર રૂપિયા ભાડું રાખીશું. જેથી લગ્ન કે મરણ જેવા પ્રસંગ, બિઝનેસ, ટૂરિઝમ, શોપિંગ માટે ગુજરાતીઓ અને ભારતીયો બિન્દાસ અવર જવર કરી શકે. આ એરલાઇન સ્ટાર્ટઅપને બ્રિટન સરકારનું 50 લાખ પાઉન્ડના ફંડ પણ મળ્યું છે. 
 
એકદમ સસ્તા દરે શરૂ થનારી ઇન્ટરનેશનલ ફ્લાઇટથી પ્રવાસન, શોપિંગ કે બિઝનેસના કામે બ્રિટન જવા માગતા ગુજરાતીઓને મોટી રાહત મળશે. અમદાવાદ અને ચંડીગઢ બાદ તબક્કાવાર કોચી, હૈદરાબાદ, ગોવા, કોલકાતાની ફ્લાઇટો પણ શરૂ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments