Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓલેકટ્રા હેવી-ડ્યુટી ઈલેકટ્રીક ટ્રકના ટ્રાયલનો પ્રારંભ, ઈલેક્ટ્રિક બસના ઉત્પાદનમાં ગણાય છે પાયોનિયર

ઓલેકટ્રા હેવી-ડ્યુટી ઈલેકટ્રીક ટ્રકના ટ્રાયલનો પ્રારંભ, ઈલેક્ટ્રિક બસના ઉત્પાદનમાં ગણાય છે પાયોનિયર
, સોમવાર, 18 એપ્રિલ 2022 (14:33 IST)
પોતાનો પ્રોડકટ પોર્ટફોલિયો વિસ્તારવાની  એક મહત્વની ગતિવિધી તરીકે ઓલેકટ્રા ગ્રીનટેક  લિમિટેડે (ઓલેક્ટ્રા) એ શુક્રવારે ઈલેકટ્રીક ટ્રક  સેગમેન્ટમાં  તેના  6 x 4 હેવી ડ્યુટી ઈલેક્ટ્રિક ટીપર્સના ટ્રાયલનો પ્રારંભ કર્યો છે.
webdunia
ઈલેક્ટ્રિક બસના ઉત્પાદનમાં પાયોનિયર ગણાતી ઓલેક્ટ્રા હવે ટ્રકના ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશી છે. અને આ પ્રોટોટાઈપનો વિકાસ  હેવી ડ્યુટી ઈલેક્ટ્રિક ટીપર પ્લેટફોર્મ ઉપર કરવામાં આવ્યો છે. ભારતની  આ અનોખી ટ્રક એક વખતે  ચાર્જ કરવાથી 220 કિ.મી.નુ અંતર કાપે છે. તેનુ નિર્માણ હેવી ડ્યુટી બોગી સસ્પેન્શન  ટીપર ઉપર કરવામાં આવ્યુ છે,  જે 25 ટકાથી વધુ  ગ્રેડેબિલીટી (માર્ગ ઉપરના ઢાળ અને ઘાટના માર્ગોનુ  અંતર કાપવાની ક્ષમતા ) ધરાવે છે.આ ટ્રકનુ ઉત્પાદન  ટૂંક સમયમાં  હૈદ્રાબાદની સરહદે આવેલા અદ્યતન એકમમાં હાથ ધરવામાં આવશે.
webdunia
આ પ્રસંગે વાત કરતાં ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર કેવી પ્રદિપે જણાવ્યુ હતું કે “ ભારતમાં ઈલેક્ટ્રિક મોબિલીટીના ક્ષેત્રે પાયોનિયર હોવાને કારણે ઓલેક્ટ્રાએ હવે હેવી ડ્યુટી ટીપરના ટ્રાયલ શરૂ કર્યા છે.  ભારતની આ પ્રકારની આ અનોખી ટ્રક છે. આ ક્ષેત્રે પ્રગતિથી અમને અત્યંત આનંદ થયો છે. અમારા માટે આ ગૌરવની ક્ષણો છે.  જ્યારે બળતણના ભાવ આકાશને આંબી રહયા છે ત્યારે  આ અનોખુ ટીપર  ટ્રક  ક્ષેત્રમાં  ગેમ ચેન્જર બની રહેશે. તેમાં અનેક સુપર પરફોર્મન્સ ધરાવતાં  ફીચર્સ છે. બજાર જ્યારે કરકસરયુક્ત  અને અત્યંત કાર્યક્ષમ ટીપર્સની પ્રતિક્ષામાં છે ત્યારે ઓલેકટ્રાએ તેણે અગાઉ વચન આપ્યા મુજબનુ સપનુ સાકાર કર્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતની એક-એક સ્કૂલ અને વિદ્યાર્થી પર જ્યાંથી રાખવામાં આવે છે નજર, PM તે રૂમનું કરશે નિરિક્ષણ