Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rule Change in December - ડિસેમ્બરમાં થવાના છે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા જીવન પર શું થશે અસર

Webdunia
બુધવાર, 30 નવેમ્બર 2022 (00:12 IST)
Rule Change From December 2022: વર્ષ 2022 ડિસેમ્બરનો છેલ્લો મહિનો શરૂ થવાનો છે. આવી સ્થિતિમાં, ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે (Rule Change From December 2022),  જેની સીધી અસર તમારા રોજિંદા જીવન પર પડશે. એલપીજી સિલિન્ડરની કિંમત(LPG Cylinder Price)થી લઈને પેન્શનના નિયમો બદલાઈ રહ્યા છે. જો પેન્શનધારકો જીવન પ્રમાણપત્ર (Life Certificate)સબમિટ નહી કરે તો પેન્શન રોકાય શકે છે. સાથે જ ટ્રેનના સમયમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ કે ડિસેમ્બર મહિનામાં તમારા જીવન પર શું અસર પડશે...? 
 
જીવન પ્રમાણપત્ર રજૂ કરવું  છે જરૂરી
જો તમે પેન્શનનો લાભ લઈ રહ્યા છો, તો તમારે 30 નવેમ્બર, 2022 સુધીમાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી રહેશે. જો આમ ન કરવામાં આવે તો તમારા પેન્શનના પૈસા અટકી શકે છે. જીવન પ્રમાણ પોર્ટલ સિવાય, તમે ઓનલાઈન અને ઓફલાઈન મોડ દ્વારા સંબંધિત બેંક અને પેન્શન જારી કરતી સંસ્થાને જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.
 
એટીએમમાંથી પૈસા કાઢવા રહેશે સેફ 
 
પંજાબ નેશનલ બેંક સુરક્ષાને ધ્યાનમાં રાખતા એક વધુ ફેરફાર કરવા જઈ રહયા છે  હવે એટીએમમાં કાર્ડ નાંખતા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. OTP એટીએમમાં સબમિટ કર્યા પછી જ તમે રોકડ ઉપાડી શકશો (OTP આધારિત રોકડ ઉપાડ). PNBએ છેતરપિંડી રોકવા માટે આ પગલું ભર્યું છે. 
 
એલપીજીની કિમતોમાં ફેરફાર
દર મહિનાની શરૂઆતમાં એલપીજીની કિંમતમાં ફેરફાર થાય છે. ગયા મહિને કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડર(Gas Cylinder Price)ના ભાવમાં વધારો થયો હતો. આ વખતે મોંઘવારીમાં નરમાઈના કારણે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આ સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે.
 
ટ્રેનોના ટાઈમ ટેબલમાં થશે ફેરફાર
ડિસેમ્બરમાં મોટાભાગના સ્થળોએ ગાઢ ધુમ્મસ પડવાનું શરૂ થાય છે. આ કારણોસર, ઠંડી અને ધુમ્મસની અસરથી બચવા માટે, રેલ્વે નક્કર વ્યવસ્થા કરી રહી છે. રેલવે ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરી રહી છે. ડિસેમ્બરથી, ટ્રેન નવા ટાઈમ ટેબલ સાથે ટ્રેનોનું સંચાલન કરશે. જો કે કઇ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવશે તે 1 ડિસેમ્બર પછી જ નક્કી થશે.
 
બેંકો 13 દિવસ રહેશે બંધ 
ડિસેમ્બરમાં દેશભરમાં બેંકો 13 દિવસ બંધ રહેશે. તેમાં બીજા અને ચોથા શનિવારથી રવિવાર સુધીની રજાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ક્રિસમસ, વર્ષનો છેલ્લો દિવસ અને ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ પણ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

આગળનો લેખ
Show comments