Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમૂલે લોન્ચ કર્યો કેમલ મિલ્ક પાવડર અને કેમલ મિલ્ક આઈસ્ક્રીમ

Webdunia
શુક્રવાર, 23 ઑક્ટોબર 2020 (10:52 IST)
અમૂલ દ્વારા કેમલ ફ્રેશ મિલ્ક, લોન્ગ લાઈફ મિલ્ક અને ચોકલેટની સફળ રજૂઆત પછી કેમલ મિલ્ક પાવડર અને મિલ્ક આઈસ્ક્રીમ સ્વરૂપે નવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો રજૂ કરી રહ્યું છ.
 
કેમલ મિલ્ક તેના અનેક આરોગ્યલક્ષી ગુણો માટે જાણીતું છે. તેમાં ભરપૂર ખનિજો આવેલા છે જે આરોગ્ય સુધારવામાં સહાયરૂપ થવાની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વિવિધ સંસ્કૃતિઓમાં હજારો વર્ષોથી વપરાતા આ દૂધ અંગે આયુર્વેદના પુસ્તકોમાં પણ તેના ઘણાં લાભ દર્શાવવામાં આવ્યા છે.
કેમલ મિલ્ક ઈન્સ્યુલીન જેવું પ્રોટીન ધરાવે છે, જે લોહીમાં સુગરનું પ્રમાણ મેનેજ કરે છે. કેમલ મિલ્ક પાવડર એક એવી પ્રોડક્ટ છે, જે ડાયાબિટીસના મેનેજમેન્ટ ઉપરાંત તેને રોકવામાં પણ સહાયક બને છે. જેમ વ્યક્તિઓમાં જાગૃતિ વધતી જાય છે તેમ કેમલ મિલ્ક પ્રોડ્કટની માંગ પણ વધતી જાય છે. વધતી માંગ, બજારમાં તેનો મર્યાદિત પૂરવઠો અને હાલમાં સક્રિય કંપનીઓ દ્વારા ઉંચા ભાવને કારણે અમૂલને  આ બજારમાં પ્રવેશવામાં ઘણી તકો દેખાઈ રહી છે.
અમૂલ મિલ્ક પાવડરના 25 ગ્રામના પેકની કિંમત રૂ.35 રાખવામાં આવી છે (દર 100 ગ્રામ દીઠ રૂ.140), જે હાલ બજારમાં ઉપલબ્ધ સમાન પ્રકારની પ્રોડક્ટસની તુલનામાં ચોથા ભાગ જેટલી છે. અમૂલ કેમલ મિલ્ક પાવડરથી દેશના લાખો લોકો સૌ પ્રથમ વખત કેમલ મિલ્કના ગુણો અંગે જાગૃતિ મેળવશે.
અમૂલ કેમલ મિલ્ક પાવડર ગુજરાતના કચ્છ જીલ્લામાં આવેલા ઊંટડીના    દૂધમાંથી બનાવવામાં આવે છે. આ દૂધનું અમૂલના આધુનિક મિલ્ક પ્લાન્ટમાં પાવડરમાં રૂપાંતર થાય તે પહેલાં તેને આકરી ચકાસણીમાંથી પસાર થવું પડે છે. એ બાબત નોંધનીય છે કે અમૂલે પાવડરમાં કોઈપણ પ્રકારની ખાંડ અથવા તો પ્રિઝર્વેટીવ્ઝ ઉમેર્યા વગર શક્ય તેટલા કુદરતી સ્વરૂપે જાળવવાનો પ્રયાસ કર્યો છે. આ દૂધ પાવડર ઉત્પાદનની તારીખથી 8 માસ જેટલી શેલ્ફલાઈફ ધરાવે છે. આ પ્રોડક્ટ કચ્છના દૂધ ઉત્પાદકો માટે આશીર્વાદરૂપ બનશે, કારણ કે અમૂલના દેશવ્યાપી વિતરણ નેટવર્કને કારણે દૂધની શેલ્ફલાઈફ અને ઉપલબ્ધિમાં વધારો થશે. આ પ્રોડક્ટને દેશના અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર પણ રજૂ કરવામાં આવી છે.
 
અમૂલનો નવો કેમલ મિલ્ક આઈસ્ક્રીમ 100 ટકા કેમલ મિલ્કમાંથી બનાવવામાં આવેલ છે અને તે આરોગ્ય અંગે સભાન ગ્રાહકો માટે સારો છે, કારણ કે તે ફેટનું ઓછું પ્રમાણ (માત્ર 4.4 ટકા) ધરાવે છે. કોઈ ફ્લેવર કે કલરનો ઉમેરો કરવામાં આવતો નથી. અને આઈસ્ક્રીમ સ્વરૂપે ગ્રાહકોને કેમલ મિલ્કનો અધિકૃત સ્વાદ પ્રાપ્ત થાય છે. આ પ્રોડક્ટ જમ્બો કપ (125 એમએલ) માં રૂ.30ની એમઆરપીથી ઉપલબ્ધ  કરાઈ છે. આ પ્રોડક્ટ અમૂલના દેશ વ્યાપી આઈસ્ક્રીમ અને ફ્રોઝન પ્રોડક્ટના મજબૂત વિતરણ નેટવર્ક મારફતે ઉપલબ્ધ થશે.
 
ઊંટનું દૂધ એ ઊંટ પાળનારા લોકો માટે આજીવિકાનું સાધન છે. અમૂલે ઊંટના દૂધની પ્રોડક્ટ વેચવાનો પ્રારંભ કર્યા પછી આ ખેડૂતોના ઊંટના દૂધના ભાવ પણ બમણા થઈ ગયા છે હોવાના કારણે આ ક્ષેત્ર બેઠું થયું છે. ઊંટ પાળનારા લોકોને અગાઉ લીટર દીઠ રૂ.20 થી પણ ઓછો ભાવ મળતો હતો જે હવે વધીને લીટર દીઠ રૂ.50 કરતાં પણ વધુનો ભાવ મળે છે. આ બે નવી પ્રોડક્ટસની રજૂઆતથી કેમલ મિલ્કની માંગમાં વધારો થશે અને કચ્છમાં ઊંટ ઉછેરનારા લોકોને ટેકો મળશે તથા તંદુરસ્ત ઉત્પાદનોના આગ્રહી ગ્રાહકોને તંદુરસ્ત ઉત્પાદનો મળશે.
 
કચ્છના ઊંટના દૂધના ઉત્પાદકો અંગેઃ
ગુજરાતમાં આશરે 30,000 ઊંટ છે, જે મોટેભાગે કચ્છી અને ખારી ઓલાદોના છે. ઊંટ ઉછેરનાર વર્ગમાં મુખ્યત્વે રબારી, ફકીરાણી જાત, સામા, સોઢા સમુદાયનો સમાવેશ થાય છે. ઊંટનો ઉછેર કરનાર આશરે 1000 પરિવારો છે. ઊંટની બંને ઓલાદોનું અસ્તિત્વ જોખમમાં હતું. ઊંટ ઉછેરનાર લોકોની આજીવિકા મજબૂત બનાવવા માટે તથા ઊંટની ઓલાદો જાળવવા માટે ગુજરાત સરકારે, કચ્છ ખાતે કેમલ મિલ્ક ડેરી સ્થાપવામાં સહયોગ આપ્યો છે. કેમલ મિલ્ક ડેરીની સ્થાપના થવાથી ઊંટની ઓલાદોને પ્રોત્સાહન મળશે અને ઊંટનો ઉછેર કરનાર લોકોની આવકમાં વધારો થશે. આ ઉપરાંત ઊંટની સંખ્યામાં પણ વધારો થશે. કચ્છમાં કેમલ મિલ્ક ડેરીની સ્થાપના માટે ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ, સરહદ ડેરી, સહજીવન ઓર્ગેનાઈઝેશન અને કચ્છ કેમલ બ્રીડર્સ એસોસિએશન (કચ્છ ઉછેરક માલધારી સંગઠન- KUUMS) નો નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો છે.
 
કચ્છ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને સ્વૈચ્છિક સંસ્થા સહજીવન ટ્રસ્ટ તરફથી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્વદેશી ઓલાદના કેટલાક ઊંટ ઉછેરતી વિચરતી જાતિઓને સહયોગ આપવા માટે અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત આ ઓલાદોમાં પ્રસિધ્ધ બન્ની ભેંસ અને ખારી કેમલનો પણ સમાવેશ થાય છે. જીલ્લામાં કચ્છ સંઘ, દૂધ ગ્રામ દૂધ સહકારી મંડળીઓનું વ્યાપક નેટવર્ક ધરાવે છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન, કચ્છ સંઘ, સહજીવન ટ્રસ્ટ અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન (KUUMS) વચ્ચે દૂધના એકત્રીકરણ, પ્રોસેસીંગ અને માર્કેટીંગ માટે એપ્રિલ, 2018માં સમજૂતિના કરાર કરવામાં આવ્યા હતા. કચ્છ સંઘ હાલમાં દર મહિને 50,000 લીટર કરતાં વધુ દૂધ એકત્ર કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

એર ઈન્ડિયાની પાઈલટ સૃષ્ટિના મોતનું રહસ્ય ખુલ્યું, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જાણીને ચોંકી જશો

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

આગળનો લેખ
Show comments