Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

રિલાયંસ જિયોએ લોંચ કર્યો સ્વદેશી વેબ બ્રાઉઝર JioPages, આઠ ભારતીય ભાષાઓને કરશે સપોર્ટ

રિલાયંસ જિયો
નવી દિલ્હી. , બુધવાર, 21 ઑક્ટોબર 2020 (19:02 IST)
મુકેશ અંબાનીની રિલાયંસ જિયોએ પોતાના ખુદના વેબ બ્રાઉઝર લોંચ કરી દીધા છે. આ નવા વેબ બ્રાઉઝરને કંપનીએ  JioPagesના નામથી માર્કેટમાં ઉતાર્યો છે.  કંપનીનો દાવો છે કે તેનુ નવુ વેબ બ્રાઉજર તેજ હોવા સાથે જ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ડેટા સિક્યોરિટીને લઈને છેડાયેલ આંતરરાષ્ટ્રીય ચર્ચા અને ચીની કંપનીના યુસી વેબ બ્રાઉઝર પર પ્રતિબંધ વચ્ચે રિલાયંસ જિયોનુ માનવુ છે કે  JioPagesને માર્કેટમાં ઉતારવાનો આ યોગ્ય સમય છે. 
 
 JioPagesની વિશેષતા એ છે કે બીજા બ્રાઉઝર્સના મુકાબલે આ યુઝર્સને ડેટા પ્રાઈવેસી સાથે પોતાના ડેટા પર પૂર્ણ નિયંત્રણ આપે છે.  JioPagesને શક્તિશાળી ક્રોમિયમ બ્લિંક એંજિન પર બનાવ્યુ છે.  એંજિનની હાઈ સ્પીડને કારણે બ્રાઉઝિંગનો શાનદાર અનુભવ મળે છે.  JioPagesને સંપૂર્ણ ભારતમાં જ ડિઝાઈન અને વિકસિત કરવામાં આવ્યુ છે.   અંગ્રેજી ભાષા ઉપરાંત 8 ભારતીય ભાષાઓમાં કામ કરવાની ક્ષમતાને કારણે તેને પૂર્ણ સ્વદેશી કહેવામાં આવી રહ્યુ છે.  હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી જેવી ભારતીય ભાષાઓનો JioPages સંપૂર્ણ સમર્થન કરે છે. પર્સનલાઈઝ્ડ હોમ સ્ક્રીન, પર્સનલાઈજ્ડ થીમ, પર્સનલાઈજ્ડ કંટેટ, ઈંફોર્મેટિવ કાર્ડસ, ભારતીય ભાષાના કંટેંટ, એડવાંસ ડાઉનલોડ મેનેજર, ઈંકોગ્નિટો મોડ અને એડ બ્લાકર જેવી સુવિદ્યાઓ પણ ગ્રાહકોને  JioPages માં મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસના આક્ષેપો પર નીતિન પટેલનો જવાબ, ભાજપના ધારાસભ્ય ખરીદવા કોંગ્રેસ દ્વારા ઓફર કરાઈ, સમય આવે જાહેર કરવામાં આવશે