Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોબાઈલ ટૈરિફ/ વોડાફોન-આઈડિયા અને એયરટેલના દરમાં 3 ડિસેમ્બરથી 50% સુધી વધારો, 6 ડિસેમ્બરથી જિયોના પ્લાન 40% સુધી મોંઘા

મોબાઈલ ટૈરિફ/ વોડાફોન-આઈડિયા અને એયરટેલના દરમાં 3 ડિસેમ્બરથી 50% સુધી વધારો, 6 ડિસેમ્બરથી જિયોના પ્લાન 40% સુધી મોંઘા
નવી દિલ્હી. , સોમવાર, 2 ડિસેમ્બર 2019 (10:46 IST)
દેશની મુખ્ય ટેલીકોમ કંપનીઓ વોડાફોન-આઈડિયા અને એયરટેલે મોબાઈલ ટૈરિફના દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. રવિવારે ટેલીકૉમ કંપનીઓના નવા પ્લાન રજુ કર્યા. નવા પ્લાનમાં કાળ દરો સાથે ઈંટરનેટ ડેટા ચર્જ પણ વધારી દેવામાં આવ્યો છે. બીજી બાજુ રિલાયંસ જિયોએ 6 ડિસેમ્બરથી દરમાં વધારો કરવાનુ એલાન કર્યુ છે. જ્યારબાદ કંપનીના પ્લાન  50% સુધી મોંઘા થઈ શકે છે. કંપનીઓએ બીજા ઓપરેટરો પર કૉલ કરવા (ઓફ નેટ)ની સીમા પણ નક્કી કરી દીધી છે. 
 
રવિવારે વોડાફોન-આઈડિયાએ પ્રીપેડ સેવાઓ માટે 2, 28, 84 અને 365 દિવસ માન્યતાવાળા નવા પ્લાન રજુ કર્યા. જે જૂના પ્લાનથી 50% સુધી મોંઘા છે. એયરટેલનો ટૈરિફ 50 પૈસાથી 2.85 રૂપિયા રોજ સુધી મોંઘો થઈ ગયો છે વોડાફોન-આઈડિયાએ ઓફ નેટ કૉલની સીમા નક્કી કરી દીધી છે. બીજી બાજુ એયરટેલે નિર્ધારિત સીમાથી વધુ ઑફ નેટ કૉલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનિટનો દંડ વસૂલવાની વાત કરી છે. 
 
રિલાયંસ જિયોએ ફેયર યુઝ પોલિસી લાગૂ કરી 
 
ભારતીય ટેલીકૉમ બજારમાં સૌથી મોટી ભાગીદારી રાખનારી રિલાયંસ સમુહની જિયોએ પણ 6 ડિસેમ્બરથી મોબાઈલ ટૈરિફ વધારવાની વાત કરી છે. કંપનીએ જુદા જુદા પ્લાનમાં 40% સુધી વધારો કરવાની જાહેરાત કરી છે.  જો કે કંપનીએ કહ્યુ છે કે નવા પ્લાન હેઠળ ગ્રાહકોને 300 ટકા વધુ ફાયદા મળશે. કંપનીએ  ફેયર યૂઝ પોલિસી હેઠળ બીજા ઓપરેટરો પર કરવામાં આવનારી કૉલની સીમા નક્કી કરી દીધી છે. જે અનલિમિટેડ પ્લાન પર લાગૂ થશે. 
 
બધી કંપનીઓએ મોબાઈલ ટૈરિફ વધાર્યુ 
 
ટેલીકોમ સેક્ટરમાં પ્રતિસ્પર્ધાના કારણે કંપનીઓને નુકશાન ઉઠાવવુ પડી રહ્યુ હતુ.  સરકારી ચાર્જની ચુકવણીના આદેશથી કંપનીઓ પર વધુ ભાર પડ્યો છે. જેની ભરપાઈ માટે ખાનગી ક્ષેત્રના બધા પ્રમુખ  ઓપરેટર મોબાઈલ દરોમાં વધારો કરવા જઈ રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BRTSના તમામ અધિકારીઓની સામૂહિક બદલીઓથી મ્યુનિપાલિટીમાં સન્નાટો