Festival Posters

ફાટેલા હોઠ, મુશ્કેલી જ મુશ્કેલી...

Webdunia
થોડુક ધ્યાન ન રાખવાને લીધે અને ખાસ કરીને શિયાળામાં હોઠની ફાટવાની મુશ્કેલીથી બધા જ હેરાન હોય છે. તેમાંય વળી ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. અને તેને લીધે ચહેરો પણ ખરાબ દેખાય છે.

હોઠ ફાટવાના બે મુખ્ય કારણો છે-અંદરનું અને બહારનું. વિટામીન બી અને સીની ઉણપને લીધે અને હવા, મૌસમનું પરિણામ, સતત ઠંડો પવન ફુંકાવો આ બધી જ વસ્તુઓ જવાબદાર છે. આનાથી વધારે ક્રિમ, લોશન તેમજ લિપ્સ્ટીકનો પ્રયોગ પણ હોઠની સુંદરતાને બગાડે છે.

ઘરેલુ ઉપચાર :

હોઠ ફાટવાની સમસ્યાને દૂર કરવા માટે ભોજનમાં લીલા શાકભાજી, માખણ, કાકડી, પપૈયા, સોયાબીન તેમજ દાળનો પ્રયોગ વધારે કરવો. આ બધી વસ્તુઓ વિટામીનની ઉણપને દૂર કરે છે અને આપણા હોઠને ફાટવાથી બચાવે છે. આ સિવાય સવારે તેલની માલિશ કરતી વખતે સવારે 3-4 ટીંપા તેલના નાભીમાં નાંખી દેવાથી હોઠ ફાટતા નથી.

હોઠની સંભાળ માટે દોઢ ચમચી કેસ્ટર ઓઈલ, બે ચમચી બોરિક વૈસલિનને ભેળવીને ઓછામાં ઓછી બે વખત હોઠો પર (રાત્રે સુતા પહેલાં અને સવારે નહાયા પહેલાં) હલ્કા હાથે લગાવવાથી લાભ થાય છે.
  N.D

* રાત્રે સુતા પહેલાં હોઠ પર એક મિનિટ સુધી માખણ લગાવી રાખો. આનાથી હોઠ મુલાયમ રહે છે અને ફાટતાં નથી.

* એક નાની ચમચી ગુલાબજળમાં ત્રણ-ચાર ટીંપા ગ્લીસરીનના ભેળવીને આને દિવસમાં ત્રણથી ચાર વખત હોઠ પર લગાવો. આનાથી ફાટેલા હોઠ સારા થઈ જશે.

* 25 ગ્રામ નારિયેળનું તેલ, 25 ગ્રામ એરંડાનું તેલ, 30 ગ્રામ સફેદ મીણ, 15 ગ્રામ જૈતુનનું તેલ, આ બધી જ વસ્તુને સારી ભેળવી લો અને મીણને હલ્કુ ગરમ કરીને મલહમ બનાવી લો. દરરોજ સુતા પહેલાં આને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ રહે છે.

* જો ક્રિમ, લિપ્સ્ટીક વગેરેને લીધે હોઠ ફાટતાં હોય તો આ બધી વસ્તુઓનો પ્રયોગ તુરંત જ બંધ કરી દો. ભોજનમાં વધારે પડતાં મસાલાવાળા અને ચટપટા ભોજનને ટાળવું જોઈએ.

સંબંધિત સમાચાર

Year Ender 2025 - પહેલગામ હુમલા અને અમદાવાદ વિમાન દુર્ઘટના.. વર્ષ 2025 ની એ 5 મોટી ઘટનાઓ.. જેમણે આખા દેશને રડાવ્યો

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

દિગ્વિજય સિંહની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયુ, PM મોદીની જૂની ફોટો શેયર કરીને BJP-RSS ના કરી દીધા વખાણ

ચાઈનીઝ ખાવા નીકળેલો રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્રનુ મૈનહોલમાં પડી જવાથી મોત, વડોદરામાં ચોંકાવી દેનારી ઘટના

ટ્રંપ અને જેલેસ્કીની મુલાકાત પહેલા રૂસે યુક્રેન પર કયો સૌથી મોટો હુમલો, મિસાઈલ અને ડ્રોન અટેકથી હલી ગયુ કીવ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments