Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hair Care Tips: ચોમાસાની ઋતુમાં આ રીતે રાખો વાળની સભાળ

Webdunia
રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (17:54 IST)
Hair Care Tips: ચોમાસાની ઋતુમાં લોકો શરદી, ઉધરસ, વાયરલ ફ્લુની સમસ્યાથી પરેશાન છે. આ ઉપરાંત ત્વચા અને વાળની ​​સમસ્યા પણ વધે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યની સાથે તમારે વરસાદની ઋતુમાં ત્વચા અને વાળની ​​પણ કાળજી લેવી જોઈએ.
 
ચોમાસામાં વાળ તૂટવાની સમસ્યા પણ વધી જાય છે. જો તમે પણ વરસાદની ઋતુમાં આ સમસ્યાથી પરેશાન છો તો આ ટિપ્સની મદદથી તમે તમારા વાળને હેલ્ધી રાખી શકો છો. તો ચાલો જાણીએ વાળની સભાળ  માટેની ટીપ્સ 
 
- જ્યારે તમારા વાળ વરસાદમાં ભીના થઈ જાય તો ઘરે આવ્યા બાદ તરત જ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જો તમે ઈચ્છો તો, તમે વાળને શેમ્પૂથી પણ સાફ કરી શકો છો, તેને વાળ પર 2 થી 5 મિનિટ સુધી રહેવા દો, પછી તમારી આંગળીઓથી હળવા હાથે મસાજ કરો. હવે તેને પાણીથી ધોઈ લો, આમ કરવાથી વાળની ​​ગંદકી સંપૂર્ણપણે સાફ થઈ જશે.
- હવે વાળને ટુવાલ વડે ધીમે-ધીમે સુકાવો અને ખુલ્લા રહેવા દો. વાળને કુદરતી રીતે સુકાવો, તેને ડ્રાયર વડે સૂકવવાની ભૂલ ન કરો. જ્યારે વાળ સુકાઈ જાય ત્યારે તેને સારી રીતે કાંસકો કરો.
- હવે નાળિયેર તેલ અથવા સરસવનું તેલ ગરમ કરો, તેમાં થોડું લીંબુ ઉમેરો. તેને વાળના મૂળમાં મસાજ કરો. તેને વાળ પર રહેવા દો, જો તમે ઈચ્છો તો 3-4 કલાક પછી ધોઈ લો.
- ધ્યાન રાખો કે વાળ લાંબા સમય સુધી ભીના ન રહેવા જોઈએ.
- વાળમાં કન્ડીશનીંગ જરૂર લગાવો.  તેનાથી વાળ હાઇડ્રેટ રહે છે. જો તમે ઈચ્છો તો હેર માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે, તમે પ્રોટીન અને કેરાટિન સમૃદ્ધ કન્ડીશનીંગનો ઉપયોગ કરી શકો છો.
- વરસાદની ઋતુમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત તમારા વાળને હૂંફાળા તેલથી માલિશ કરો. તમે રાત્રે સૂતા પહેલા વાળમાં માલિશ પણ કરી શકો છો.

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

આગળનો લેખ
Show comments