Dharma Sangrah

ઈ-વોટિંગમાં ૫૩ કરોડનો ખર્ચઃ ૮૦૬નું મતદાન

Webdunia
મંગળવાર, 24 નવેમ્બર 2015 (14:51 IST)
અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચુંટણી માટે રવિવારના દિવસે મતદાન યોજાયા બાદ ઈ-વોટિંગને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કુલ ૧૩૧૦ જેટલા ઈ-વોટિંગ એકાઉન્ટ એક્ટીવેટ થયા હતા, જે પૈકી માત્ર ૮૦૬ મત  જ પડ્યા હતા. આમાં પણ કેટલાક વિસ્તારમાં તો નહીવત જેટલા મત પડ્યા હતા. માત્ર ૮૦૬ મત જ પડ્યા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ મતદાન મથકે આવવાની ફરજ પડી હતી. અમદાવાદની વાત કરવામાં આવે તો ૧૧૭ ઈ-વોટિંગ એકાઉન્ટ એક્ટીવેટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૭૯ મત  જ ઈ-વોટિંગ મારફતે પડી શક્યા હતા.

સૌથી વધારે વડોદરામાં ૪૯૧ ઈ-વોટિંગ એકાઉન્ટ એક્ટીવેટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૩૦૫ મત પડ્યા હતા. કરોડોનો ખર્ચ કરાયો હોવા છતાં ઈ-વોટિંગને લઈને નિષ્ફળતા હાથ લાગી હતી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ઈ-વોટિંગને લઈને ભારે નાખુશ દેખાયા હતા. તેઓએ આને લઈને નારાજગી પણ વ્યક્ત કરી હતી. કેશુભાઈ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, તેમની તબિયત સારી નહતી. આજ કારણસર તેઓએ આ વખતે ઈ-વોટિંગ મારફતે મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ રાજ્ય ચુંટણીપંચના ભાગરૂપે મિસ મેેનેજમેન્ટના લીધે આ શક્યતા બની નહતી. અમદાવાદમાં પહેલાથી જ તેમના કાર્યક્રમો હતા, પરંતુ ૨૧૮ કિલોમીટર જવાની તેમને ફરજ પડી હતી અને મત આપવાની ફરજ પડી હતી. કેશુભાઈ પટેલ એક માત્ર એવા વ્યક્તિ નહતા આવા અન્ય વ્યક્તિઓ પણ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, જે લોકોના એકાઉન્ટ એક્ટીવેટ થયા હતા તે પૈકી પણ ૪૦ ટકા લોકો પણ મત આપી શક્યા નહતા. ઈલેક્ટ્રોનિક વોટિંગના સંદર્ભમાં ગુજરાત પહેલાથી જ નિરાશાજનક દેખાવ ધરાવે છે. ૫૩ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આમાં સફળતા મળી નથી. સિસ્ટમમાં ઘણી બધી ખામીઓ સપાટી પર આવી છે
વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

ગુજરાતી જોક્સ -પ્રેમના બંને પ્રતીકો

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

Show comments