Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pirotan island- પીરોટન ટાપુ

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (12:59 IST)
પીરોટન બેટ Pirotan island બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે ૧૨ નોટિકલ માઈલ દૂર આવેલો છે. લગભગ ૩ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદ્ભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત તમ્મર (અંગ્રેજી: મેન્ગ્રોવ)નાં જંગલ છે. ટાપુ પર એક દીવાદાંડી આવેલી છે.
 
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનના દરિયાઈ વિસ્તારમાં આવેલા ૪૨ ટાપુઓમાંથી પ્રવાસીઓમાં પીરોટન સૌથી પ્રખ્યાત અને મુલાકાત માટે પરવાનગી મળતી હોય એેવા બે પૈકીનો એક ટાપુ છે
 
જામનગર અને કચ્છ વચ્ચેના અખાતમાં આવેલ પીરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિનું સવર્ધન બની રહ્યો છે . જામનગર નજીક કચ્છના અખાતમાં આવેલ પીરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિનો મનભાવન આશરો છે. અહીં વિશ્વના મોટાભાગના કોરલનું સવર્ધન થાય છે.જેને લઈને પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓનો ઘસારો અહી રહેતો હતો. 
 
મુલાકાતીઓ માટેની ગાઈડલાઈન્સ
નાના બાળકો વૃદ્ધો તબીબી રીતે અસ્વસ્થ દિવ્યાંગ આ વિસ્તારની મુલાકાત ટાળવી,
દરિયાઈ અભ્યારણ વિસ્તારમાં સાથે રહેલા વનવિભાગના સ્ટાફ, ગાઈડ, અધિકૃત માણસ વિના તથા નિયત કરવામાં આવેલ વિસ્તાર સિવાય કોઈ જગ્યાએ જઈ શકાશે નહી, કોઈપણ સંજોગોમાં રાત્રી રોકણની રવાનગી અપાશે નહી.
હથિયાર, વિસ્ફોટક કે ઝેરી પદાર્થ, સાબુ શેમ્પુ કે અન્ય કોઈપણ બીજી કેમિકલનો ઉપયોગ, ધુમ્રપાન કેફી દ્રવ્યો પર પ્રતિબંધ
કોઇ પણ પ્રકારના અવાજ ઉત્પન્ન કરતા સાધનો જેવા કે રેડિયો સંગીત વાદ્ય, બ્લુટુથ સ્પીકર લઈ જઈ શકાશે નહીં
પરમીટ ઇસ્યુ થયા બાદ કોઈપણ કારણોસર પ્રવાસ રદ્દ થાય તો તેની રકમ પરત મળવાપાત્ર થશે નહીં વગેરે
જે વ્યક્તિના નામે પરમીટ ઇસ્યુ કરવામાં આવ્યું હશે તેના નામ સિવાય કે તેના બદલે કોઈ વ્યક્તિ દરિયાઈ અભયારણ્ય વિસ્તારની મુલાકાત લઇ શકશે નહીં
મુલાકાતીઓ બોટ તથા જેટી કે પોર્ટ વિસ્તારમાં પોતાનું અંગત વાહનોનું રોકાણ કરી શકશે નહીં
કોઈપણ વન્યજીવોને ખાવાનું નાખી શકશે નહીં, વન્યજીવન નિહાળવા ખડકો ઉચકાવી શકાશે નહીં.
ફોટોગ્રાફી કરતી વખતે વન્યજીવોને સલામતી અને સુરક્ષાને લઇને તેનાથી યોગ્ય અંતરજાળ આવવાનું રહેશે ઉપરાંત ત્યાંથી કોઈપણ પ્રકારના શંખલા છીપલા અન્ય વસ્તુઓ સાથે લાવી શકાશે નહીં.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

આગળનો લેખ
Show comments