Dharma Sangrah

Sologamy Marriage: આવી ગયુ પોતાનાથી લગ્ન કરવાનો ટ્રેંડ જાણો સોલોગૈમીના વિશે

Webdunia
ગુરુવાર, 9 જૂન 2022 (00:39 IST)
શું છે સોલોગૈમી what is sologamy marriage
જો તમે પોતાનાથી તે જ રીતે પ્રેમ કરો છો જે રીતે પ્રેમ બે લોકો એક બીજાથી કરે છે તો લગ્ન કરવા માટે બે લોકોની જરૂરત જ નથી. તમે પોતાનાથી પણ લગ્ન કરી શકો છો. એવા લોકો તે તેમના મન મુજબ જીવવા ઈચ્છે છે અને તેણે કોઈ સાથીની જરૂર નહી છે, તે સોલોગૈમી (Sologamy) ની તરફ જઈ શકે છે.
ક્યારે થઈ  sologamy marriage ની શરૂઆત 
ભારતમાં પ્રથમ સોલોગૈમી લગ્ન થઈ રહ્યા છે પણ  આ પ્રકારના લગ્નનો ઈતિહાસ જૂનો છે. પ્રથમવાર સોલોગૈમીનો અસ્તિત્વ અમેરિકાથી મલ્યુ. વર્ષ 1993માં અમેરિકાની એક મહિલાએ પોતાનાથી લગ્ન કર્યા હતા. તે મહિલાનો નામ લિંડા બારકર હતો. લિંડાએ સેલ્ફ મેરેજ માટે 75 મેહમાનોને આમંત્રણ આપ્યુ હતુ. ત્યારબાદ પશ્ચિમી દેશમાં સોલોગૈમીનો ટ્રેડ વધ્યુ અને હવે ભારત સુધી પહોંચી ગયું. 

આ છોકરી કરી રહી છે સોલોગામી લગ્ન 
વડોદરમાં રહેતી 24 વર્ષની ક્ષમા બિંદુ 11 જૂને લગ્નની તૈયારી કરી રહી છે. પોતાના લહેંગા, જ્વેલરી ખરીદી કરી છે પાર્લર પણ બુક થઈ ગયું છે. તે મંડપમાં દુલ્હન બનીને બેસવા તૈયાર છે. જો કે, તેમની સાથે ફેરા લેવા માટે કોઈ વર હશે નહીં. તમને નવાઈ લાગશે કે જો વરરાજા નહીં હોય તો તે કોની સાથે ફેરા લેશે? હકિકતમાં ક્ષમા કોઈ યુવક સાથે નહીં પરંતુ પોતાની સાથે લગ્ન કરવા જઈ રહી છે.
 
તે અવિશ્વસનીય લાગે છે, પરંતુ ફેરાથી લઈને પરંપરાગત ધાર્મિક વિધિઓ કરવા અને સિંદૂર પહેરવા સુધી, લગ્નમાં બધુ જ હશે પરંતુ વરરાજા નહીં હોય અને ના તો મોટો વરઘોડો હશે. ગુજરાતમાં કદાચ આ પ્રથમ સ્વ-લગ્ન અથવા એકલ વિવાહ છે.
 
કન્યા બનવું હતું પણ લગ્ન કર્યા નહોતા
ક્ષમાએ કહ્યું કે 'હું ક્યારેય લગ્ન કરવા માંગતી ન હતી. પરંતુ હું દુલ્હન બનવા માંગતી હતી. તેથી મેં મારી જાત સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તેણે ઓનલાઇન શોધ કરી કે શું કોઇ દેશમાં કોઇ મહિલાએ પોતાની સાથે લગ્ન કર્યા, પરંતુ કોઇ મળી નહી. તેણે કહ્યું, 'કદાચ હું દેશની પહેલી છોકરી છું જેણે આત્મ-પ્રેમનું ઉદાહરણ બેસાડ્યું.'
 
એક ખાનગી પેઢીમાં કામ કરતી ક્ષમાએ કહ્યું, 'સ્વ-લગ્ન એ પોતાની જાતને અને પોતાના માટે બિનશરતી પ્રેમ રાખવાની પ્રતિબદ્ધતા છે. આ આત્મ-સ્વીકૃતિનું કાર્ય પણ છે. લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરે છે. હું મારી જાતને પ્રેમ કરું છું અને તેથી જ હું મારી સાથે પણ આ લગ્ન કરી રહી છું.
ક્ષમાએ કહ્યું કે કેટલાક આત્મ-વિવાહને અપ્રાસંગિક ગણી શકે છે. 'પરંતુ હું ખરેખર જે ચિત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છું તે એ છે કે સ્ત્રીઓ મહત્વપૂર્ણ છે.' તેમના માતા-પિતા ખુલ્લા મનના છે અને તેમના લગ્ન માટે તેમના આશીર્વાદ આપ્યા છે.
 
ક્ષમાએ પોતાના લગ્ન માટે ગોત્રીનું મંદિર પસંદ કર્યું છે. લગ્નમાં લેવા માટે મારી પાસે પાંચ પ્રતિજ્ઞા લખી છે. અને આ હજુ પુરૂ થયું નથી. લગ્ન બાદ તે હનીમૂન પર પણ જશે. આ માટે તેણે ગોવા પસંદ કર્યું છે જ્યાં તે બે અઠવાડિયા રોકાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નામ પૂછ્યું... અને 16 સેકન્ડમાં 40 વાર છરીના ઘા ઝીંક્યા! માસ્ક પહેરેલા માણસોએ ઘરે પરત ફરી રહેલા શિક્ષક પર હુમલો કર્યો...

Baramati Plane Crash- અજિત પવારના વિમાનના સહ-પાયલટનું 25 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું. જાણો કેપ્ટન શાંભવી પાઠક કોણ હતા

77 મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, દિલ્હીમાં ફરજના માર્ગ પર ગુજરાત ફરી એકવાર ચમક્યું. ગુજરાતના કોષ્ટકો

સુનેત્રા પવાર કોણ છે? તે NCP ક્વોટામાંથી મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બની શકે છે

હુ વિમાનોને ગ્રાઉંડ ફિટ કેમ કરુ ? અજીત પવારના નિધન પછી VRS એવિએશનના માલિકે આવુ કેમ કહ્યુ

વધુ જુઓ..

ધર્મ

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments