Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

Webdunia
સોમવાર, 28 જાન્યુઆરી 2019 (05:01 IST)
શુક્રવાર 30 જાન્યુઆરી 1948ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ થઈ. હંમેશાની જેમ મહાત્મા ગાંધી સવારે સાઢા ત્રણ વાગ્યે ઉઠ્યા પ્રાર્થના કરી. બે કલક પોતાના ડેસ્ટ પર કોંગ્રેસની નવી જવાબદારીઓના મુદ્દા પર કામ કર્યુ અને એ પહેલા કે બીજા લોકો ઉઠી જતા તેઓ છ વાગ્યે ફરી સૂવા જતા રહ્યા.  કામ કરવા દરમિયાન તેઓ પોતાના સહયોગીઓ આભા અને મનુનુ બનાવેલ લીંબૂ અને મઘનુ ગરમ પાણી અને ગળ્યુ લીંબુ પાણી પીતા રહ્યા. બીજીવાર સૂઈને તેઓ આઠ વાગ્યે ઉઠ્યા. 
 
દિવસના છાપા પર નજર દોડાવી અને પછી બ્રજકૃષ્ણએ તેલથી તેમની માલિશ કરી. ન્હાયા પછી તેમણે બકરીનુ દૂધ, બાફેલા શાક, ટામેટા અને મૂળા ખાધા અને સંતરાનુ જ્યુસ પણ પીધુ. શહેરના બીજા ખૂણામાં જૂની દિલ્હી રેલવે સ્ટેશનના વેટિંગ રૂમમાં નાથૂરામ ગોડસે, નારાયણ આપ્ટે અને વિષ્ણુ કરકરે હજુ પણ ઉંઘી રહ્યા હતા. 
 
ડરબનના તેમના જૂના મિત્ર રુસ્તમ સોરાબજી સપરિવાર ગાંઘીને મળવા આવ્યા. ત્યારબાદ રોજની જેમ તેઓ 
 
દિલ્હીના મુસ્લિમ નેતાઓને મળ્યા. તેમને બોલ્યા, "હુ તમારા લોકોની મંજુરી વગર વર્ઘા નથી જઈ શકતો". 
 
ગાંધીજીના નિકટના સુધીર ઘોષ અને તેમના સચિવ પ્યારેલાલે નેહરુ અને પટેલ વચ્ચે મતભેદો પર લંડન  ટાઈમ્સમાં છપાયેલ એક ટિપ્પણી પર તેમના વિચાર માંગ્યા. 
 
જેના જવાબમાં ગાંધીજીએ કહ્યુ કે તેઓ આ મામલો પટેલ સામે ઉઠાવશે જે ચાર વાગ્યે તેમને મળવા આવી રહ્યા છે અને પછી તેઓ નેહરુ સાથે પણ વાત કરશે જેમની સાથે તેમની સાંજે સાત વાગ્યે મુલાકાત નક્કી થયેલ હતી. 
 
બીજી બાજુ બિરલા હાઉસ માટે નીકળતા પહેલા નાથૂરામ ગોડસેએ કહ્યુ કે આજે તેમની ઈચ્છા મગફળી ખાવાની છે. આપ્ટે તેમના માટે મગફળી શોધવા નીકળ્યા પણ થોડી વાર પછી આવીને બોલ્યા - "સમગ્ર દિલ્હીમાં ક્યાય પણ મગફળી નથી મળી રહી. શુ કાજુ કે બદામથી કામ ચાલશે?" 
 
પણ ગોડસેને ફક્ત મગફળી જ જોઈતી હતી. આપ્ટે પછી બહાર નીકળ્યા અને આ વખતે તેઓ મગફળીનું મોટુ કવર લઈને આવ્યા. ગોડસે મગફળીઓ પર તૂટી પડ્યા. ત્યારે આપ્ટેએ કહ્યુ કે હવે નીકળવાનો સમય થઈ ગયો છે. 
 
ચાર વાગ્યે વલ્લભભાઈ પટેલ પોતાની પુત્રી મનીબેન સાથે ગાંધીને મળવા પહોંચ્યા અને પ્રાર્થનાના સમય મતલબ સાંજે પાંચ વાગ્યા પછી સુધી મંત્રણા કરતા રહ્યા. 
 
સવા ચાર વાગ્યે ગોડસે અને તેમના સાથીયોએ કનૉટ પ્લેસ માટે એક ઘોડાગાડી કરી. ત્યાંથી તેમણે પછી બીજી ઘોડાગાડી કરી અને બિરલા હાઉસથી બે ગજ પહેલા ઉતરી ગયા. 
 
બીજી બાજુ પટેલ સાથે વાતચીત દરમિયાન ગાંધી ચરખો ચલાવતા રહ્યા અને આભા દ્વારા પીરસાયેલ સાંજનુ જમવાનુ બકરીનું દૂધ, કાચી ગાજર, બાફેલા શાક અને ત્રણ સંતરા ખાતા રહ્યા. આભાને ખબર હતી કે ગાંધી પ્રાર્થના સભામાં મોડેથી જવુ બિલકુલ પસંદ નથી કરતા. તે પરેશાન થઈ. પટેલને ટોકવાની તેમની હિમંત ન થઈ.  કશુ પણ કહો પણ તે હતા તો ભારતના લોખંડી પુરૂષ.  તેમની એ પણ હિમંત ન થઈ કે તે ગાંધીને યાદ અપાવે કે તેમને મોડુ થઈ રહ્યુ છે. 

છેવટે તેમણે ગાંધીની ખિસ્સા ઘડિયાળ ઉઠાવી અને ધીરેથી હલાવીને ગાંધીને યાદ અપાવવાનો પ્રયત્ન કર્યો કે તેમને મોડુ થઈ રહ્યુ છે.   તેથી મણિબેને હસ્તક્ષેપ કર્યો અને ગાંધી જ્યારે પ્રાર્થના સભામાં જવા માટે ઉઠ્યા તો પાંચ વાગીને 10 મિનિટ થવા આવી હતી.  ગાંધીએ તરત પોતાની ચપ્પલ પહેરી અને પોતાનો ડાબો હાથ મનુ અને જમણો હાથ આભાના ખભા પર મુકીને સભા તરફ ચાલી નીકળ્યા.  રસ્તામાં તેમણે આભા સાથે મજાક કરી. 
 
ગાજરોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે આજે તે મને ઢોરને ખવડાવે તેવુ જમવાનુ આપ્યુ. આભાએ જવાબમાં કહ્યુ, "પણ બા તો આ ખોરાકને ઘોડાનો ખોરાક કહેતી હતી." ગાંધી બોલ્યા, "મારી દરિયાદિલી જુઓ કે હુ તેનો આનંદ ઉઠાવી રહ્યો છુ જેની કોઈ પરવા નથી કરતુ."
 
આભા હંસી પણ ટોકવાનુ પણ ન ભૂલી, "આજે તમારી ઘડિયાળ વિચારી રહી હશે કે તેની ઉપેક્ષા કરવામાં આવી રહી છે."
 
ગાંધી બોલ્યા, "હુ મારી ઘડિયાળ તરફ કેમ જોઉ." પછી ગાંધી ગંભીર થઈ ગયા, "તમારે કારણે મને 10 મિનિટ મોડુ થઈ ગયુ છે.  નર્સનુ એ કર્તવ્ય હોય છે કે તે પોતાનુ કામ કરે ભલે ત્યા ઈશ્વર પણ કેમ હાજર ન હોય. પ્રાર્થના સભામાં એક મિનિટનું પણ મોડુ થાય તો મને ચિડ ચઢે છે." 
 
આ વાત કરતા-કરતા ગાંધી પ્રાર્થના સ્થળ સુધી પહોંચી ચુક્યા હતા. બંને બાળકીઓના ખભા પરથી હાથ હટાવીને ગાંધીએ લોકોના અભિવાદનના જવાબમાં હાથ જોડી લીધા. 
 
ડાબી બાજુથી નાથૂરામ ગોડસે તેમની તરફ નમ્યો અને મનુને લાગ્યુ કે તે ગાંધીના પગે પડવાની કોશિશ કરી રહ્યો છે. આભાએ ચિડાઈને કહ્યુ કે તેમને પહેલા જ મોડુ થઈ ચુક્યુ છે.  તેમના રસ્તામાં અવરોધ ન ઉભો કરવામાં આવે. પણ ગોડસેએ મનુને ધક્કો માર્યો અને તેના હાથમાંથી માળા અને પુસ્તક નીચે પડી ગયા. 
 
તે પુસ્તક અને માળા ઉઠાવવા માટે નીચે નમી ત્યારે જ ગોડસેએ પિસ્તોલ કાઢી અને એક પછી કે ત્રણ ગોળીયો ગાંધીજીના છાતી અને પેટમાં ઉતારી દીધી. 

તેમના મોઢામાંથી નીકળ્યુ, "રામ.." અને તેમનુ જીવનહીન શરીર નીચે તરફ પડવા લાગ્યુ.  આભાએ નીચે પડી રહેલા ગાંધીના મસ્તકને પોતાના હાથનો સહારો આપ્યો. પછી નાથૂરામ ગોડસેએ પોતાના ભાઈ ગોપાલ ગોડસેને જણાવ્યુ કે બે છોકરીઓને ગાંધીની સામે જોઈને તેઓ થોડા પરેશાન થયા હતા. 
 
તેમણે જણાવ્યુ હતુ.. "ફાયર કર્યા પછી મેં કસીને પિસ્તોલને પકડતા પોતાનો હાથને ઉપર ઉઠાવી રાખ્યો અને પોલીસ. પોલીસ.. બૂમો પડવા લાગ્યો. હુ ઈચ્છતો હતો કે કોઈ એ જુએ કે આ યોજના બનાવીને અને જાણીજોઈને કરવામાં આવેલુ કામ હતુ.  મેં કોઈ રોશમાં આવીને આવુ કામ નહોતુ કર્યુ.   હુ એવુ પણ  નહોતો ઈચ્છતો કે કોઈ કહે કે મેં ઘટનાસ્થળ પરથી ભાગવાની કે પિસ્તોલ ફેંકવાની કોશિશ કરી હતી.  પણ એકાએક બધુ જાણે થંભી ગયુ અને ઓછામાં ઓછા ત્રણ મિનિટ સુધી કોઈ મારી પાસે ફરક્યુ નહી." 
 
નાથૂરામને જેવો પકડવામાં આવ્યો કે ત્યા હાજર માળી રઘુનાથે પોતાની ખૂરપીથી નાથુરામના માથા પર વાર કર્યો જેનાથી તેના માથામાંથી લોહી નીકળવા માંડ્યુ. પણ ગોપાલ ગોડસે પોતાના પુસ્તક 'ગાંધી વધ ઔર મેં' મા આ વાતનુ ખંડન કર્યુ.  હા પણ તેમના પકડાયા પછી થોડી મિનિટોમાં જ કોઈએ લાકડીથી નાથૂરામના માથા પર ઘા કર્યો હતો જેનાથી તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યુ હતુ.  
 
ગાંધીની હત્યાના થોડી જ મિનિટોમાં વાયસરૉય લોર્ડ ત્યા પહોંચી ગયા. કોઈએ ગાંધીનો સ્ટીલ રિમનો ચશ્મા ઉતારી દીધો હતો. મીણબત્તીની લાઈટમાં ગાંધીના નિષ્પ્રાણ શરીરને ચશ્મા વગર જોઈને માઉંટબેટન તેમને ઓળખી પણ શક્યા નહી. 
 
કોઈએ માઉંટબેટનના હાથમાં ગુલાબની કેટલીક પંખડીઓ પકડાવી દીધી. લગભગ શૂન્યમાં તાકતા માઉંટબેટને તે પાંખડીઓ ગાંધીના પાર્થિવ શરીર પર ચઢાવી. આ ભારતના અંતિમ વાયસરોયની એ વ્યક્તિને અંતિમ શ્રદ્ધાંજલિ હતી જેમણે તેમની પરદાદીના સામ્રાજ્યનો અંત કર્યો હતો. 
 
મનુએ ગાંધીનુ માથુ પોતાના ખોળામાં લીધુ હતુ અને એ માથાને પંપાળી રહી હતી જેનાથી માનવતાના હકમાં અનેક મૌલિક વિચાર ફૂટ્યા હતા. 
 
બર્નાડ શૉ એ ગાંધીના મોત પર કહ્યુ, "એ દેખાય છે કે સારુ થવુ કેટલુ ખતરનક  હોય છે." 
દક્ષિણ આફ્રિકાથી ગાંધીના ઘુર વિરોધી ફીલ્ડ માર્શલ જૈન સ્મટ્સએ કહ્યુ, "અમારી વચ્ચેનો રાજકુમાર નથી રહ્યો." 
કિંગ જોર્જ ષષ્ટમે સંદેશ મોકલ્યો, "ગાંધીના મોતથી ભારત જ નહી સંપૂર્ણ માનવતાને નુકશાન થયુ છે."
 
મહાત્મા ગાંધીની શવયાત્રામાં પંડિત જવાહરલાલ નેહરુ 
 
સૌથી ભાવુક સંદેશ પાકિસ્તાનથી મિયાં ઈફ્તિખારુદ્દીન તરફથી આવ્યો, 'ગયા મહિનાઓમાં આપણામાંથી જેમણે માસૂમ પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો પર પોતાનો હાથ ઉઠાવ્યો છે કે આવી હરકતનું સમર્થન કર્યુ છે, ગાંધીની મોતનો એ ભાગીદાર છે." 
 
મોહમ્મદ અલી જીન્નાએ પોતાના શોક સંદેશમાં કહ્યુ, "તે હિંદુ સમુહના મહાન લોકોમાંથી એક હતા."
 
જ્યારે જિન્નાના એક સાથીએ તેમને સમજાવવાની કોશિશ કરી કે ગાંધીનુ યોગદાન એક સમુદાયથી અનેક ગણુ ઉપર હતુ.  જિન્ના પોતાની વાત પર કાયમ રહ્યા અને બોલ્યા, "ધેટ ઈઝ વૉટ હી વાઝ - અ ગ્રેટ હિંદુ"
 
જ્યારે ગાંધીના પાર્થિવ શરીરને અગ્નિ આપવામાં આવી રહી હતી ત્યારે મનુએ પોતાનો ચહેરો સરદાર પટેલના ખોળામાં મુકી દીધો હતો અને રડી રહી હતી.  જ્યારે તેણે પોતાનો ચેહરો ઉઠાવ્યો અને અનુભવ કર્યો કે સરદાર અચાનક વૃદ્ધ થઈ રહ્યા હતા.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

આગળનો લેખ
Show comments