Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21 વર્ષ સુધી જેમને પોતાના સમજીને ઉછેયા તેમના પિતા કોઈ બીજા જ નીકળ્યા, અસલી પિતાને શોધી નાખનારને ઈનામનુ કર્યુ એલાન

21 વર્ષ સુધી જેમને પોતાના સમજીને ઉછેયા તેમના પિતા કોઈ બીજા જ નીકળ્યા, અસલી પિતાને શોધી નાખનારને ઈનામનુ કર્યુ એલાન
, શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (18:05 IST)
dna
બ્રિટનના નોર્થ વેલ્સમાં રહેનારા અરબપતિ રિચર્ડ મૈસનના જીવનમાં પોતાના 3 બાળકો અને પત્ની કેટ મૈસનની સાથે સામાન્ય જીવન જીવી રહ્યા હતા. પણ 2016નુ વર્ષ તેના જીવનમાં આંધી લઈને આવ્યુ. ડોક્ટરી તપાસમાં રિચર્ડને જાણ થઈ કે તેને સિસ્ટિક ફાઈબ્રોસિસ નામની આનુવાંશિક બીમારી છે.  જેને કારણે તે ક્યારેય પિતા બની જ નથી શકતો. 
 
આ સમાચારે તેની દુનિયામાં ઉથલ પાથલ લાવી નાખી. વ્યવસાયે બિઝનેસમેન અને મની સુપર માર્કેટ ડોટ કોમના કો ફાઉંડર રિચર્ડ માટે આ માનવુ ખૂબ મુશ્કેલ હતુ કે તેની પૂર્વ પત્ની કેટે તેને દગો આપ્યો છે.  આ ખુલાસાથી તે એકદમ પડી ભાંગ્યો.  પછી તેને ડીએનએ ની પણ તપાસ કરાવી જેમા આ ચોખવટ થઈ કે 19 વર્ષના ટ્વિંસ પુત્ર રિચર્ડ તેના છે જ નહી. 
webdunia
રિચર્ડની આ સ્ટોરીમાં જોરદાર ટ્વિસ્ટ છે. ઉલ્લેખનીય છે કે રિચર્ડ પોતાની પહેલી પત્ની પાસેથી પહેલાથી જ છુટાછેડા  લઈ લીધા હતા.  છુટાછેડા પહેલા બંનેના ત્રણ બાળકો હતા. તેમણે એમા સાથે બીજા લગ્ન કર્યા અને બંને પોતાના બાળકની પ્લાનિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન થયેલ ડોક્ટરી તપાસમાં રિચર્ડને જાણ થઈ કે રિચર્ડને સિસ્ટિક ફાઈબ્રોસિસ નામની આનુવાંશિક બીમારી છે. જેને કારણે તે ક્યારેય પિતા બની શકતો નથી. 
 
રિચર્ડ અને કેટના છુટાછેડાનો કેસ જ્યારે કોર્ટમાં પહોચ્યો તો કેટે છુટાછેડાનુ કારણ કોઈ અન્ય સાથે અફેયર બતાવ્યુ હતુ. આ મામલે કોર્ટે કેટને દંડ અને સેટલમેંટના રૂપમા લગભગ 2.21 કરોડ રૂપિયાથી વધુ ચુકવવાનુ કહ્યુ. કેટે છુટાછેડાના 10 વર્ષ પછી કબૂલ કર્યુ કે રિચર્ડ તેમના બાળકોના પિતા નથી. પણ તે બાળકોના અસલી પિતાનુ નામ બતાવવા નથી માંગતી.   કોર્ટે તેમની વાતનુ માન રાખતા કહ્યુ કે તે ચાહે તો બાળકોના અસલી પિતાનુ નામ ક્યારેય જાહેર ન કરે. 
 
બ્રિટિશ છાપુ ધ સનમાં છપાયેલ રિપોર્ટ મુજબ રિચર્ડ હવે બાલકોના અસલી પિતાનુ નામ જાણવા માંગે છે અને તેની માહિતી આપનારને 6.33 લાખ રૂપિયાનુ ઈનામ આપવાનુ એલાન કર્યુ છે. તેમનુ કહેવુ છે કે બાળકોએ તેમના અસલી પિતાનુ નામ જરૂર જાણવા માંગશે. 
 
એક અન્ય બ્રિટિશ છાપા સાથે વાતચીતમાં રિચર્ડે કહ્યુ કે હુ આજે પણ બાળકોન ફેસબુક પર જોતો રહુ છુ. . વીતેલા દિવસોમાં મોટા પુત્રનુ ગ્રેજ્યુએશન સેરેમની હતી. પણ તેમા મને નહોતો બોલાવ્યો. જો મારી પાસે કોઈ જાદૂની છડી હોત તો હુ હમેશા તેમની સાથે જ રહેતો. પણ છુટાછેડા અને પેટર્નિટી કેસને કારણે બાળકો સાથે મારા સંબંધો ખૂબ વધુ ખરાબ થઈ ચુક્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

WhatsApp new features - આ ફિંગરપ્રિંટ ઓથેંટિકેશન ફીચર એંડ્રાયડ (Android) અને iOS યૂઝર્સ બંને માટે રહેશે.