Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીની રેસીપી - ચકરી/ચકલી

Webdunia
શુક્રવાર, 6 નવેમ્બર 2020 (12:33 IST)
મિત્રો આપ સૌ દિવાળીની તૈયારીઓમાં લાગી ગયા હશો. દિવાળીમાં કેટલીક વાનગીઓ એવી હોય છે જે નાનાથી માંડીને મોટાઓને પણ ભાવતી હોય છે અને એ છે ચકરી. તો ચાલો આજે જાણી લો કેવી રીતે ઘરમાં જ મસ્ત બજાર જેવી ક્રિસ્પી ચકરી બનાવી શકો છો. 
સામગ્રી - 1 કપ ચોખાનો લોટ, 1/2 કપ ચણાનો લોટ,  2 ચમચી તલ, 1 ચમચી અજમો, 1 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, ચપટી હિંગ
સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી દહીં અથવા ફ્રેશ ક્રીમ અથવા મલાઈ, 3 ચમચી ગરમ તેલ/ઘી/બટર, 3/4 કપ હુફાળુ પાણી
 
બનાવવાની રીત - સૌ પહેલા સૈ પ્રથમ 1 કપ ચોખાનો લોટ લો તેમાં 1/2કપ ચણાનો લોટ ઉમેરો. હવે અજમાને હાથમાંમસળીને લોટમાં નાખો. ત્યારબાદ તલ, હળદર, લાલ મરચું, હીંગ, મીઠું તથા દહીં અથવા ફ્રેશ ક્રીમ અથવા મલાઈ ગમે તે લઈ શકો બધુ બરાબર મીક્સ કરી લો, તેમાં બે ચમચી ગરમ તેલ નાખીને લોટને મસળીને મિક્સ કરી લો. તમે તેમા બટર પણ નાખી શકો છો. હવે હાથથી મસળીને જુઓ કે મુઠ્ઠી વળે એવો લોટ થઈ જવો જોઈએ. મુઠ્ઠી ન વડે તો મોણ ઓછુ છે એમ કહેવાય વળે તો મોણ બરાબર કહેવાય.  હવે કુણા પાણી વડે લોટ બાંધી લો. લોટ મીડિયમ રહેવો જોઈએ. હવે 10 મિનિટ માટે મુકી રાખો. 10 મિનિત પછી ચકરી પાડવાના સંચાની મદદથી એક પ્લાસ્ટિક પર ચકરી પાડી લો.  
 
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.  તેલ એ રીતે ગરમ કરો કે ચકરી થોડીવાર પછી ઉપર આવે. જો વધારે ગરમ કરશો તો તે ઉપરથી કડક અને અંદરથી કાચી લાગશે.  ચકરી તળવામાં આ ખાસ ધ્યાન રાખવું. બસ તૈયાર છે તમારી બજાર જેવી સોફ્ટ અને કુરકુરી ચકરી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

આગળનો લેખ
Show comments