Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળીની ગુજરાતી વાનગી - મોહનથાળ

દિવાળીની ગુજરાતી વાનગી - મોહનથાળ
સામગ્રી - 400 ગ્રામ કંડેન્સ મિલ્ક, 200 ગ્રામ ખાંડ, 3 કપ બેસન, 2 ચમચી દૂધ, કેસર, 1 કપ ઘી, કતરરેલા બદામ અને પિસ્તા 

બનાવવાની રીત - સૌ પ્રથમ બેસન અને દૂધને સારી રીતે મિક્સ કરી ચાળીને 30 મિનિટ માટે ઢાંકીને મુકી દો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. ત્યારબાદ તેમા બેસન નાખીને 10 મિનિટ સુધી સેકો. 

મિશ્રણને સતત હલાવતા તેમા કંડેન્સ મિલ્ક અને ખાંડ મિક્સ કરો. આ મિશ્રણને 15 મિનિટ સુધી હલાવતા રહો અને ઘટ્ટ થતા સુધી થવા દો. ત્યારબાદ તેમા કેસર નાખો અને વાસણ ગેસ પરથી ઉતારી લો. આ મિશ્રણને ઘી લગાવેલ થાળીમાં પાથરી દો અને ઉપરથી કતરેલા બદામ અને પિસ્તા નાખી દો. જ્યારે આ ઠંડુ થાય ત્યારે મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દહીંમાં અજમાનું સેવન કરવાથી આરોગ્યના અનેક ફાયદાઓ સાથે કબજિયાતથી રાહત મળશે.