Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં BJP નો સંકલ્પ પત્ર પાર્ટ 3 જાહેર, અમિત શાહ બોલ્યા - આ કોરા વચન નથી

Webdunia
શનિવાર, 25 જાન્યુઆરી 2025 (17:35 IST)
amit shah
 દિલ્હી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર પાર્ટ 3 રજુ કરી દીધુ છે. આ સંકલ્પ પત્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તરફથી રજુ કરવામાં આવ્યુ છે.  શાહે કહ્યુ કે બીજેપીનો સંકલ્પ પત્ર કોરા વચન નથી. જે વચના આપ્યા છે તેને પૂરા કરવામાં આવશે. 5 વર્ષમાં દિલ્હીની પરેશાનીઓ ખતમ કરીશુ 
 
 દિલ્હીમાં ક્યારેય પણ કરપ્શનનુ લેવલ આટલુ નહોતુ, બોલ્યા શાહ
અમિત શાહે કહ્યુ કે દિલ્હીની સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા સતત ઓછી થઈ રહી છે.  દિલ્હીમાં વિશ્વ સ્તરીય ડ્રેનેજ સિસ્ટમ બનાવવાનુ એલાન કરવામાં આવ્યુ હતુ. પણ જરા દિલ્હીના લોકોને બતાવી દો કે છેવટે એ બન્યુ ક્યા છે. દલિત મુખ્યમંત્રીનુ પણ વચન હતુ. પણ 10 વર્ષ પછી પણ આ વચન પુર્ણ થયુ નથી. દિલ્હીમાં ક્યારેય પણ કરપ્શનનુ લેવલ આટલુ મોટુ નથી થયુ જેટલુ આમના શાસનમાં થયુ. 
 
52 કરોડ રૂપિયાનો શીશ મહેલ બનાવી દીધો 
શરાબ નીતિ બનાવવામાં તેમણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખી કે તેમની આવક કેટલી વધશે. રાશન કાર્ડ વહેંચવાનો ઘોટાળો થયો. ડીટીસી બસનો ઘોટાળો થયો. 500 કરોડના પેનિક બટન લાવ્યા જે દેખાતા નથી. 52 કરોડ રૂપિયાનો શીશ મહેલ બનાવ્યો. મોહલ્લા ક્લિનિકને સ્કેમનુ માધ્યમ બનવ્યુ. તેની પાસે દિલ્હીનો કચરો ઉચકવાના પણ પૈસા નથી.  
 
કેન્દ્ર સરકારે દિલ્હીને રહેવા લાયક બનાવી 
બીજેપી નેતાએ કહ્યુ કે અમે 41 હજાર કરોડ રૂપિયા દિલ્હીના જુદા જુદા માર્ગ માટે ખર્ચ કર્યા.  એક રીતે જો દિલ્હીમાં નરેન્દ્ર મોદીજી અને તેમની કેન્દ્ર સરકાર કામ ન કરતી તો કદાચ દિલ્હી રહેવા લાયક ન રહેતી. 2.5 લાખ રેહડી પટરીવાળાને લોન આપવાનુ કામ કર્યુ. કામ કરવુ અને વચન આપવુ બંને જુદી-જુદી વાત હોય છે. અમે વચન પણ આપીએ છીએ અને તેને પૂરા પણ કરીએ છીએ. 
 
પીએમ મોદીએ પોલિટિક્સ ઑફ પરફોર્મેંસને કર્યુ સ્થાપિત 
2014 થી નરેન્દ્ર મોદીજીએ દેશની અંદર પોલિટિક્સ ઑફ પરફોર્મેંસને સ્થાપિત કર્યુ છે અને બીજેપીએ જેટલી પણ ચૂંટણી આવી તેમા જે વચન આપ્યા હતા તેને પૂર્ણ કરવાનો ગંભીરતાથી પ્રયાસ કર્યો છે. તેથી દિલ્હી પ્રદેશ ભાજપાએ મહિલાઓ, યુવાઓ, જે જે કલસ્ટરના નિવાસીઓ, અસંગઠિત મજૂરો, મધ્યમ આવક વર્ગ, વેપારીઓ, વ્યવસાયિકોની સાથે નીચે સુધી જઈને સલાહ પ્રાપ્ત કરવાનુ કામ કર્યુ છે.  જુદા જુદા પ્રકારના 1 લાખ 8 હજારએ પોતાના વિચાર જણાવ્યા છે. 62 પ્રકારના જુદા-જુદા સમુહોની બેઠક કરવામાં આવી અને 41 LED વૈનના માધ્યમથી અમે સલાહ માંગી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રાયતા ફેલાવવા છે

ગુજરાતી જોક્સ - શ્રી કૃષ્ણ

ગુજરાતી જોક્સ - મૂર્ખ વકીલ

Shehnaaz Gill: ‘હુ શુ કરુ મરી જઉ ?' થી લઈને 'મે તેરી હીરોઈન હુ ...' સુધી આ છે શહેનાઝ ગિલના 7 ફેમસ ડાયલોગ

ગુજરાતી જોક્સ - રાજકારણ શું છે

વધુ જુઓ..

નવીનતમ

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

Kitchen Tips- કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે, અજમાવો આ જાદુઈ કિચન ટ્રિક્સ

આગળનો લેખ
Show comments