Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BJP ના સંકલ્પ પત્રનો બીજો ભાગ જાહેર, 'KG થી PG સુધી ફ્રી એજ્યુકેશન અને ઓટો-ટેક્સીવાળાને 10 લાખનો જીવન વીમો આપશે'

anurag thakur
નવી દિલ્હી. , મંગળવાર, 21 જાન્યુઆરી 2025 (12:20 IST)
બીજેપીએ સંકલ્પ પત્રનો બીજો ભાગ રજુ કરી દીધો છે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે AAP ના બધા સ્કેમની તપાસ કરાવીશુ. અમે જે કહીએ છીએ એ કરીને બતાવીએ છીએ. મોદી ની ગેરંટી છે કે દિલ્હીમાં દરેક ગેરંટી પૂરી થશે.  
 
વિદ્યાર્થીઓ માટે મોટુ એલાન 
આ ઉપરાંત બીજેપીએ વિદ્યાર્થીઓને લઈને મોટુ એલાન કર્યુ છે. બીજેપીએ એલાન કર્યુ છે કે દિલ્હીમાં ગરીબોને કેજી થી પીજી સુધી મફત શિક્ષણ આપવામાં આવશે.  આ ઉપરાંત પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી માટે 15 હજાર આપશે. આ વિદ્યાર્થીઓના હિતમાં મોટો સંકલ્પ માનવામાં આવી રહ્યો છે.  
 
કેજરીવાલે રિક્ષાવાળાઓ માટે કશુ નથી કર્યુ - બીજેપી 
બીજેપીએ કહ્યુ કે કેજરીવાલે રિક્ષા વાળાઓ માટે કશુ કર્યુ નથી. બીજેપીનો સંકલ્પ છે કે દિલ્હી ઓટો-ટેક્સી વેલફેયર બોર્ડ બનાવવામાં આવશે. ઓટો-ટેક્સીવાળાને 10 લાખનો જીવન વીમો આપવામાં આવશે.  બીજેપીએ કહ્યુ કે છેલ્લા 10 વર્ષોમાં ભાજપા સરકારે દલાલોને ખતમ કરી નાખ્યા છે અને DBT ના માધ્યમથી જન-કલ્યાણકારી યોજનાઓ લાગૂ કરી.  ભ્રષ્ટાચાર પ્રત્યે મોદી સરકારની નીતિ જીરો ટૉલરેંસની છે. અમારી સરકાર બનવા પર અમે સ્વાસ્થ્ય, વાહનવ્યવ્હાર, વીજળી, પાણી અને પરિવહન વગેરે સાથે જોડાયેલી સમસ્યાઓ હલ કરીશુ. દિલ્હીવાળાને સારુ વર્તમાન અને સારુ ભવિષ્ય આપવાની કોશિશ કરીશુ. 
 
બીજેપીએ કહ્યુ કે ભાજપાની જ્યા પણ સરકાર રહી. જન-કલ્યાણ તેમની પ્રાથમિકતા અને કેન્દ્ર બિન્દુ રહ્યા. કેન્દ્ર સરકારમાં પણ અમે અમારા રાજ્યોના સહયોગથી નાગરિકોની સમસ્યાઓનુ જ્યા સમાધાન કર્યુ ત્યા તેમને સુવિદ્યાઓ પણ આપી. 
 
બીજેપીએ સંકલ્પ પત્રમાં શુ-શુ એલાન કર્યુ ?
 
- દિલ્હીમાં ગરીબોને કેજીથી પીજી સુધી મફત શિક્ષણ આપીશુ 
- પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી માટે 15 હજાર આપીશુ 
-  AAPના બધા સ્કેમની તપાસ કરાવીશુ 
- ITIમાં અભ્યાસ કરનારા SC વિદ્યર્થીઓને દર મહિને એક હજાર આપીશુ 
- દિલ્હી ઓટો-ટેક્સી વેલફેયર બોર્ડ બનાવવામાં આવશે 
- ઑટો-ટેક્સીવાળાને 10 લાખનો જીવન વીમો આપીશુ  
- 5 લાખ સુધીનો દુર્ઘટના વીમો આપીશુ 
- તેમના બાળકોને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવા માટે છાત્રવૃત્તિ આપીશુ 
- રાહત દરે વાહન વીમો આપીશુ.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાકુંભમાં સીમા હૈદર અને સચિન ચઢાવશે 51 લિટર દૂધ, કહ્યું- હું નહીં જઈ શકું