Dharma Sangrah

Labh Pancham- લાભ પાંચમ ક્યારે છે, જાણો પૂજાના શુભ મુહુર્ત અને મહત્વ

Webdunia
મંગળવાર, 14 ઑક્ટોબર 2025 (14:23 IST)
Labh Pancham Date 2025  લાભપાંચમ અર્થાત જ્ઞાનપંચમી વિક્રમ સંવત 2082માં કારતક સુદ પાંચમના દિવસે લાભ પાંચમ છે. 

26 ઓક્ટોબર, 2025, રવિવારના રોજ લાભ પાંચમ 2025 
સવારે લાભ પાંચમ 2025 પૂજા મુહૂર્ત - 06:36 AM થી 10:27 AM

કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવાય છે. આજના દિવસની વિશેષ માન્યતા છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. જેથી કરીને તેમને માટે આ નવુ વર્ષ લાભદાયી નીવડે. 
 
 
જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા માટે તમારો વ્યવસાય કે આવનારો સમય તમરા માટે શુભ બને તો લાભપાંચમના દિવસે 4 નવેમ્બર, ના રોજ આ ઉપાય અવશ્ય કરો.
 
આ દિવસે સાંજે સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરો અને પૂર્વ દિશા તરફ મોઢી કરીને બેસો. સામે લાકડીના પાટલા પર સફેદ કપડું પાથરો અને તેના પર ચોખા દ્વારા આંકડાના ગણપતિની સ્થાપના કરો. ગણપતિને કંકુ ચોખા અને વસ્ત્ર(સૂત) ચઢાવી પૂજા કરો અને ધૂપ દીપ કરો. ગણપતિને સિંદૂર ચઢાવો. ત્યારબાદ મૂંગાની માળાથી નીચે બતાવેલ મંત્રની પાંચ માળાનો જાપ કરો.
 
ૐ નમો વિઘ્નહરાય ગં ગણપતેય નમ:
 
ત્યારબાદ આંકડા દ્વારા બનેલ શ્વેતકર્ણ ગણપતિ અને મૂંગાની માળાને લાલ કપડાંમાં બાંધીને ગણપતિના મંદિરમાં જઈને તેમના ચરણોમાં મુકો. આવુ કરવાથી તમારો વ્યવસાયમાં લાભ થશે. તમારુ આવનારુ વર્ષ ધન સંપત્તિથી ભરપૂર રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જીરા-મેથી અને વરીયાળી બ્લડ શુગર સાથે અનેક વસ્તુઓ પણ કરે છે કંટ્રોલ, જાણો કેટલો કરવાનો હોય છે ઉપયોગ

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

પેશાબમાં ફીણ કેમ આવે છે? શું આ ડાયાબિટીસની નિશાની છે?

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

વધુ જુઓ..

નવીનતમ

Vasant Panchmi 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી, જાણો યોગ્ય તિથી અને શુભ મુહૂર્ત

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

Somwar Upay: સોમવારે કરો આ ઉપાયો, દેવોના દેવ મહાદેવ થશે પ્રસન્ન અને ઘર-પરિવારમાંથી દૂર થશે દરેક અવરોધ

આગળનો લેખ
Show comments