Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vagh baras- વાઘ બારસ નું મહત્વ

Vagh baras
, સોમવાર, 13 ઑક્ટોબર 2025 (12:07 IST)
કાર્તિક માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિને વાઘ બારસ ઉજવાય છે. ધનતેરસથી એક દિવસ પહેલા આ ઉજવણી થાય છે.દંતકથા મુજબ સમુદ્ર મંથનના સમયે જે દિવસે કામધેનુ (ગાય)પ્રાગટ્ય થયું તે દિવસ આસો વદી બારસનો હતો. તેથી આ દિવસે ગૌ માતાનુ પ્રાગટય દિવસ ના રૂપમાં ઉજવાય છે 

વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. વાઘ બારસથી ઉંબરાના પૂજનની શરૂઆત થાય છે. વાઘ બારસને વસુ બારસ, વાક બારસ, પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાક બારસના પર્વમાં સરસ્વતી માતાની આરાધના અને ગાયનું પૂજન કરવાનો મહિમા છે. એવી લોકવાયકા છે કે ગૌમાતા આસો વદ બારસના જ ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા હતા. એક માન્યતા એવી પણ છે કે કે  વાઘ નામના દૈત્યને મારવામાં આવ્યો હોવાથી આ દિવસની ઉજવણી વાઘ બારસ તરીકે કરવામાં આવે છે.
 
દિવાળીના આ પર્વમાં વાઘ બારસને સત્તાવાર રીતે દિવાળી પ‌ર્વનો પહેલો દિવસ માનવામાં આવે છે. વાઘ બારસના દિવસને ગૌવત્સ દ્વાદશી અથવા વસુ બારસ પણ કહેવાય છે. આ દિવસે શ્રી કૃષ્ણની સાથે સાથે ઈશ્વરનું સ્વરૂપ મનાતી વસુ એટલે ગાય માતાની પૂજાનું પણ મહત્વ રહેલું છે.
 
ભારતીય સંસ્કૃતિએ ગાય સાથે સ્વજન જેવો સંબંધ બાંધ્યો છે. પહેલાના સમયમાં લોકો પોતાની ગાયને નીરણ એટલે કે ઘાસ પાણી કરીને પછી જ જમવા બેસતા અને ગાયની ભાવભરી માવજત કરતા. શ્રી કૃષ્ણએ પણ ગાયને જીવનનું અંગ બનાવ્યું હતું. અને માત્ર કૃષ્ણ ન રહેતા તેઓ ગોપાલ-કૃષ્ણ થયા હતા.
 
વાઘ બારસ આ શબ્દમાં જોડાયેલ વાઘ અને બારસ બન્ને શબ્દની અલગ અલગ વાત છે. વાઘબારસ એટલે વાઘ નહી પરંતુ વાક. વાકનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાખ્યુ અને વાઘના સંદર્ભમાં આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા લાગ્યો. વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. વાક એટલે વાણી. આખુ વર્ષ સત્ય, પ્રીય અને હિતકારી વાણી બોલવી. આપણા કારણે મોટા કે નાના, સ્વજનો, આપ્તજનો અને પરિવારજનોના મન દુભાય નહી તેનુ ધ્યાન રાખવુ. વાક એટલે વાચા અને સરસ્વતિને વાગદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્‍મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જોઇએ. જેથી આપણા ધનતેરસના આગલા દિવસે લક્ષ્‍મીની પૂજા કરવામાં આવે છે. એટલે લોકો વાઘ બારસના દિવસે મા સરસ્વતી પુજા કરે છે.
 
આ દિવસ વાગ એટલે કે સરસ્વતી માતાની ઉપાસનાનો છે. આ દિવસે ભગવતી સરસ્વતીના જાપ કરવાથી અદ્ભૂત પરિણામ મળતા હોય છે. સફેદ અથવા પીળા રંગની માળા લેવી. ઓછામાં ઓછી 21  માળા કરવી જોઇએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધનતેરસ અને દિવાળી આ રાશિઓ માટે રહેશે શુભ ? બનાવી દેશે માલામાલ