Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસો રદ તો 60 બસોના રૂટ ટૂંકાવાયા

Webdunia
મંગળવાર, 13 જૂન 2023 (16:31 IST)
વાવાઝોડાના પગલે ગુજરાત એસટી નિગમ દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી બસોને રદ કરવામાં આવી છે, તો કેટલાક રૂટ ટૂંકાવામાં પણ આવ્યા છે. દરિયાઈ વિસ્તારોના ડેપોના તમામ ઓપરેશન્સને હાલ બંધ કરવાનો નિર્ણય ગુજરાત એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. 16 જૂન સુધી બસોને રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે. જેમાં સોમનાથ, મહુવા, દિવ, પોરબંદર, વેરાવળ, માંગરોળ જતી અંદાજિત 300થી 350 બસો રદ કરવામાં આવી છે, જ્યારે 60 જેટલી બસોના રૂટ ટૂંકાવ્યા છે.

આ અંગે ગુજરાત ST નિગમના સચિવ કે. ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાત રાજ્ય એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એમ. કે. ગાંધી દ્વારા દરિયાઈ વિસ્તારમાં આવતા તમામ ડિવિઝનના ડેપો મેનેજર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકો કરી અને સુચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં આવતા જામનગર, અમરેલી, કચ્છ, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં બસોના રૂટ ટૂંકાવાની તેમજ બસોની ટ્રીપ રદ કરવામાં આવી છે. મુસાફરોને મેસેજ મારફતે રિઝર્વેશનમાં સૌરાષ્ટ્ર તરફ જતી બસોને રદ કરવાની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત ક્યાં સ્થળ સુધી બસ જશે, તેની પણ જાણકારી આપવામાં આવી છે.

હાલમાં દ્વારકા, ખંભાળિય, દિવ, ઉના, સાવરકુંડલા, મુન્દ્રા, માંડવી, નલિયા, ગાંધીધામ, વેરાવળ, પોરબંદર, માંગરોળ, મોરબી અને મહુવા તરફ જતી બસોની ટ્રીપ રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે આવેલા કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી તમામ બસો પર જીપીએસ અને જીઓ ફેન્સ મારફતે ટ્રેકિંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડિઝલનો પૂરતો જથ્થો રાખવા માટે દરેક ડેપોને સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારના ડિવિઝનના નજીકના ડેપો સુધી બસ જશે. દ્વારકા, ગાંધીધામ, ભૂજ, નલિયા, અમરેલી સહિતના ડિવિઝનમાં હોર્ડિંગ્સ ઉતારવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

Monsoon cloth Drying tips- વરસાદમા ભીના કપડાથી દુર્ગંધ રોકવા માટે કરો આ 5 કામ

છત્તીસગઢી ડુબકી કઢી બનાવો અને ભાતનો સ્વાદ વધારવો

બદલાતી ઋતુમાં તમને UTI ન થાય તે માટે કરો આ 5 કામ

સરસવના તેલથી પગના તળિયાની કરો માલીશ, અનેક બીમારીઓ થશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

આગળનો લેખ
Show comments