Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત: 5 વર્ષની દિકરી સાથે દુષ્કર્મ

Webdunia
મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (13:06 IST)
Surat: Rape with 5-year-old daughter

સુરતમાં 5 વર્ષીય બાળકીને વડાપાંઉ અપાવવાના બહાને એક શખસ જાડી ઝાંખરા વિસ્તારમાં લઇ ગયો હતો અને દુષ્કર્મનો પ્રયાસ કરવાની કોશિશ કરી રહ્યો હતો. તે સમયે જ બાળકીના માતા પિતા સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને યુવકને ઝડપીને પોલીસના હવાલે કરી દીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના લસકાણા વિસ્તારમાં એક પરિવારની 5 વર્ષની બાળકી માતા પાસેથી રૂપિયા લઈ ફુગ્ગો લેવા ગઈ હતી. આ દરમિયાન એક યુવક બાળકીને વડાપાંઉ અપાવવાની લાલચ આપી લલચાવી પોતાની સાથે લઇ ગયો હતો. યુવક બાળકીને ઝાંડી ઝાંખરામાં લઇ ગયો હતો. બાળકી ગુમ થઇ હોય બાળકીનો પરિવાર શોધતો હતો. આ દરમિયાન એક યુવકે બાળકીને જાડી ઝાંખરા વાળા વિસ્તારમાં જતા જોઈ હતી. જેથી બાળકીના પરિવારજનો સહિતના લોકો ત્યાં પહોંચ્યા હતા. જ્યાં એક શખસ નગ્ન અવસ્થામાં બાળકી સાથે હતો. લોકોને જોતા જ યુવક ત્યાં આવેલી એક ખાડીમાં કુદી ગયો હતો. જોકે લોકોએ પણ તેની પાછળ ખાડીમાં ઉતરીને તેને ઝડપી પાડયો હતો અને બાદમાં તેને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં યુવકનું મિથલેશકુમાર રાજુભાઈ શાહ અને તે મૂળ બિહારનો વતની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

DCP ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે, લસકાણામાં રહેતા પરિવારની 5 વર્ષની બાળકી ગત 16 ડીસેમ્બરના રોજ માતા પાસેથી પૈસા લઈને ફુગ્ગો લેવા ગઈ હતી. આ દરમિયાન આરોપી બાળકીને વડાપાવ અપાવવાની વાત કરી લલચાવી ફોસલાવી પોતાની સાથે લઇ ગયો હતો અને બાળકીને વડાપાંઉ અપાવી પોતાની સાથે જાળી ઝાંખરા વાળી જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે બદકામ કરવાના ઈરાદે બાળકીના કપડા પણ ઉતર્યા હતા. જોકે એક શખસ બાળકીને તેની સાથે જતા જોઈ ગયો હતો. આ દરમિયાન બાળકીના પરિવારજનો બાળકીને શોધતા શોધતા ત્યાં પહોંચ્યા હતા અને બાળકીને બચાવી લીધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments