Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2024 Auction Live: આટલા વાગે સજશે ખેલાડીઓનો બજાર, જાણો લેટેસ્ટ અપડેટ

ipl auction
, મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (12:40 IST)
IPL 2024 ને માટે ઓક્શન આજે દુબઈમાં એક વાગે શરૂ થશે. જેના પર બધા ફેંસની નજર ટકી છે.  ઓક્શન માટે બધી ટીમોએ પહેલાથી જ તૈયારીઓ પુરી કરી લીધી છે.  આએ એપીએલ દુનિયાની સૌથી વધુ જોવામાં આવતી ક્રિકેટ લીગ છે અને અહી રમીને અનેક પ્લેયર્સે પોતાનુ કરિયર બનાવ્યુ છે. આજે ઓક્શનમાં અનેક સ્ટાર પ્લેયર્સના કરોડપતિ બનવાના પુરા ચાંસ છે. 
 
મલ્લિકા સાગર બનશે ઓક્શનીયર 
આ વખતે ઓક્શન માટે મલ્લિકા સાગરને ઓક્શનીયર તરીકે પસંદ કરવામાં આવી છે.  મલ્લિકા સાગર મુંબઈમાં રહેનારી છે અને તે પહેલા પણ આ કામ કરી ચુકી છે.  મલ્લિકાએ વુમેંસ પ્રીમિયર લીગ 2023માં સતત 2 વાર સફળતાપૂર્વક બધા ખેલાડીઓની નીલામી કરાવી હતી.  આઈપીએલના ઈતિહાસમાં આ પહેલી તક હશે જ્યારે કોઈ મહિલા ઑક્શનીયર ખેલાડીઓનુ ઓક્શન કરશે. 
 
19 સેટમાં વહેચવામાં આવ્યા ખેલાડી 
ઓક્શનની ફાઈનલ લિસ્ટમાં સામેલ ખેલાડીઓને 19 સેટમાં વહેંચવામાં આવ્યા છે. અહી બેટ્સમેન, ઓલરાઉંડર, ઝડપી બોલર, સ્પિનર, વિકેટકિપર, કૈપ્ડ અને અનકૈપ્ડ ખેલાડીઓના જુદા જુદા સેટ હશે જે એક પછી એક અલ્ટરનેટ ચાલતા રહેશે અને રિપિત થતા રહેશે.  
 
IPL 2024 ઓક્શન માટે ટીમ માટે બચેલુ પર્સ  
 
સનરાઇઝર્સ હૈદરાબાદ - 34 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સ - 32.70 કરોડ
ચેન્નઈ સુપર કિંગ્સ - 31.4 કરોડ
પંજાબ કિંગ્સ - 29.1 કરોડ
દિલ્હી કેપિટલ્સ - 28.95 કરોડ
આરસીબી - 23.25 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સ-17.75 કરોડ
રાજસ્થાન રોયલ્સ- 14.5 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સ - 13.15 કરોડ
ગુજરાત ટાઇટન્સ-38.15 કરોડ
1 વાગે શરૂ થશે ઓક્શન 
આઈપીએલ 2024 ઑક્શનનુ આયોજન દુબઈના કોકા કોલા એરિનામાં થશે, જ્યા 10 ફ્રેંચાઈજી ટીમો ખેલાડીઓ પર બોલી લગાવશે.  આ ઓક્શન સ્થાનીક સમય મુજબ 11.30 વાગે અને ભારતીય સમય મુજબ બપોરે 1 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે આ હરાજીનુ આયોજન એક દિવસ માટે છે. 
 
IPL 2024 ઓક્શન  માટે ટીમો પાસે બચેલો સ્લોટ  
 
દિલ્હી કેપિટલ્સ- 9 સ્લોટ
ગુજરાત ટાઇટન્સ- 8 સ્લોટ
કેકેઆર- 12 સ્લોટ
લખનૌ સુપર જાયન્ટ્સ- 6 સ્લોટ્સ
મુંબઈ ઈન્ડિયન્સ- 8 સ્લોટ
પંજાબ કિંગ્સ- 8 સ્લોટ્સ
RCB- 6 સ્લોટ
રાજસ્થાન રોયલ્સ- 8 સ્લોટ
સનરાઇઝર્સ હૈદરાબાદ- 6 સ્લોટ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ, AAPના ભાયાણી બાદ કોંગ્રેસના MLA ચિરાગ પટેલનું રાજીનામું