આફ્રિકન દેશ નાઇજીરીયાના દક્ષિણ ભાગમાં, એક ટોળાએ કીડનેપર હોવાની શંકામાં 16 લોકોની ક્રૂરતાથી હત્યા કરી દીધી. શુક્રવારે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કેટલાક પીડિતોના ખભા અને માથા પર ટાયર મૂકીને આગ લગાવવામાં આવી હતી, જેના કારણે તેમનું પીડાદાયક મોત થયું હતું. આ ઘટનામાં માર્યા ગયેલા લોકો દેશના ઉત્તરીય ભાગના હતા અને તેમને એડો રાજ્યના ઉરોમી વિસ્તારમાં સ્થાનિક સુરક્ષા દળોએ અટકાવ્યા હતા. એડો પોલીસ પ્રવક્તા મોસેસ યામુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકની કારની તપાસ કરતી વખતે, અધિકારીઓને સ્થાનિક રીતે બનેલા હથિયારો મળી આવ્યા હતા અને તેના કારણે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.
<
We blame the British for the amalgamation of Northern Nigeria and Southern animals. pic.twitter.com/sDOf1bDhsD
— Muhammad Sani Dan Madina (@MMadina46539) March 28, 2025 >
2019 પછીથી નાઈજીરિયામાં 391 લોકોની હત્યા
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં, પીડિતો પર ક્રૂરતા થતી જોવા મળી રહી છે અને પછી ઘસાઈ ગયેલા ટાયરોથી બનેલી આગમાં ફેંકી દેવામાં આવતા જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે છેલ્લા દાયકામાં નાઇજીરીયામાં ટોળાની હિંસામાં વધારો થયો છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના 2024ના અહેવાલ મુજબ, દેશના દક્ષિણમાં થતા હુમલાઓ ઘણીવાર ચોરી અને મેલીવિદ્યાના આરોપો સાથે જોડાયેલા હોય છે, જ્યારે ઉત્તરમાં લિંચિંગ કથિત નિંદાના આરોપ સાથે થવાની શક્યતા વધુ હોય છે. 2022 માં, લાગોસ સ્થિત સંશોધન જૂથ SBM ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું કે 2019 થી આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ઓછામાં ઓછા 391 લિંચિંગ થયા છે.
હુમલાના સંબંધમાં 14 શંકાસ્પદોની ધરપકડ
યામુએ જણાવ્યું હતું કે ગુરુવારના હુમલાના ભોગ બનેલા લોકોના જૂથમાંથી 10 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ સિવાય બે લોકોને ઈજાઓ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલાના સંબંધમાં 14 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ એડો રાજ્યના ગવર્નર, સોલોમોન ઓસાગલેએ જણાવ્યું હતું કે ગુનેગારોને કાયદા પ્રકોપનો સામનો કરવો પડશે અને તેમને બક્ષવામાં આવશે નહીં. "કોઈને પણ બીજા વ્યક્તિનો જીવ લેવાનો અધિકાર નથી,"
નાઇજીરીયામાં પહેલા પણ બની છે આવી ઘટનાઓ
હુમલા બાદ સોશિયલ મીડિયા પર પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. દેશના ઉત્તરીય ભાગના રાજકારણીઓએ આ હત્યાઓની નિંદા કરી છે. તમને જણાવી દઈએ કે નાઈજીરીયામાં પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. 2012 માં, રિવર્સ સ્ટેટની રાજધાની અને નાઇજીરીયાના તેલ ઉત્પાદક પ્રદેશોમાંના એક, પોર્ટ હાર્કોર્ટ યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓને લૂંટારા હોવાની શંકામાં માર મારીને હત્યા કરવામાં આવી હતી. તે સમયે પણ દેશભરમાં ગુસ્સો ફેલાયો હતો અને ન્યાયિક પ્રણાલી અંગે ચર્ચા વધુ તીવ્ર બની હતી. ઘણા લોકો માને છે કે તે ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતોને ક્યારેય ન્યાય મળ્યો નથી.