નાઈજીરીયામાં ઈંધણના ટેન્કરમાં વિસ્ફોટ થતા 18 લોકોના મોત થયા છે. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.
નાઈજીરિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઈંધણના ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની સલાહ આપી છે. અઠવાડિયા પહેલા પણ એક મોટો અકસ્માત થયો હતો.
નેશનલ રોડ સેફ્ટી એજન્સી અનુસાર, નાઈજીરિયાના દક્ષિણ-પૂર્વીય એનુગુ રાજ્યમાં એક ટેન્કરની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો. ટેન્કરે એક્સપ્રેસ વે પર એક ડઝનથી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો.