Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના પાંડેસરામાં બે કિશોરો વચ્ચે પ્રેમપ્રકરણમાં ખેલાયો ખુની ખેલ, એકે બીજાને ચાકુના 10 ઘા માર્યા

Webdunia
બુધવાર, 18 ઑક્ટોબર 2023 (18:06 IST)
સુરતના પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષીય કિશોર પર હુમલો થયો હોવાની અજીબ ઘટના સામે આવી છે. 13 વર્ષીય કિશોરે 12 વર્ષના કિશોર પર 10થી વધુ છરીના ઘા ઝીંક્યા હતા. ભણવાની ઉંમરમાં બંને કિશોરો નજીકમાં રહેતી એક કિશોરીના પ્રેમ માટે ઝઘડ્યા હતા. આ પ્રેમપ્રકરણમાં મોડી રાત્રે છરી વડે કિશોર પર હુમલો કર્યો હોવાનુ સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે, પરંતુ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ, પાંડેસરા પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી હુમલો કરનાર કિશોરની અટક કરી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી તેરેનામ ચોકડી પાસે ગત મોડી રાત્રે બે કિશોર જાહેરમાં ઝઘડ્યા હતા. દરમિયાન એક કિશોરે છરી વડે હુમલો કરી દીધો હતો. 12 વર્ષ કિશોર પર 10થી વધુ છરીના ઘા વાગતાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં કિશોરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના OTPમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.આ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતાં પોલીસનો કાફલો મોડી રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસને કિશોર પર હૂમલો કરવા અંગેનું ચોંકાવનારુ કારણ જાણવા મળ્યું હતું. ભણવાની ઉંમરમાં બંને કિશોર ઘર નજીક રહેતી એક કિશોરીના પ્રેમ માટે ઝઘડ્યા હતા. જોકે કિશોરીને તો આ બાબતની કોઈ જાણ જ નથી. જોકે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા પરિવારનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી છે. સુત્રો એવું જણાવી રહ્યાં છે કે, હૂમલો કરનાર કિશોર મુળ ઓરિસ્સાનો વતની છે. આ કિશોરનો 16 વર્ષનો ભાઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. પાંડેસરા પોલીસ મથકે 16 વર્ષીય ભાઈ પર મારામારી સહિતના અન્ય ગુનાઓ દાખલ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે કિશોરો વચ્ચે જાહેરમાં ઝઘડો થયો હતો. બંને કિશોરો એક જ છોકરીના પ્રેમમાં પાગલ થયા હતાં. જ્યાં એકે બીજાને કહ્યું હતું કે, મારી પ્રેમિકા સાથે વાત કેમ કરે છે અમારી વચ્ચે આવતો નહીં આટલું કહીને તે વધુ ઉશ્કેરાયો હતો અને એક ઝાટકે ચાકુના 10થી વધુ ઘા ઝિંકી દીધા હતાં. ભોગ બનનાર કિશોરની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મારો દીકરો ઘરેથી કચરો ફેંકવા માટે નીકળ્યો હતો. ત્યાર બાદ તેને છરી મારી દેવામાં આવી છે. મને જાણ થતાં હું તાત્કાલિક તેની પાસે પહોંચી હતી અને દીકરો લોહીલૂહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - પંડિતજીએ વરનો હાથ

દીપિકા પાદુકોણની તે 6 અદ્ભુત ફિલ્મો, જેને વારંવાર જોયા પછી પણ દિલ તૃપ્ત થતું નથી; બોક્સ ઓફિસ પર જોરદાર નફો કર્યો

Taro Thayo Trailer - ગુજરાતી ફિલ્મ તારો થયોનું ટ્રેલર પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું

ગુજરાતી જોક્સ - તારો હસતો એક પણ ફોટો નથી

વધુ જુઓ..

નવીનતમ

શ પરથી નામ છોકરા

મૂળાના પાન મૂંગ દાળ

આ ઘરેલું વસ્તુઓ 35 વર્ષની ઉંમર પછી યુરિન ઈન્ફેક્શનના જોખમને ઘટાડી શકે છે

National Bird Day- રાષ્ટ્રીય પક્ષી દિવસ, મહત્વ અને ઇતિહાસ

કાળા ચણા ડાયાબિટીસમાં છે ખૂબ જ ફાયદાકારક, જો આ રીતે ખાશો તો બ્લડ સુગર થશે કંટ્રોલ

આગળનો લેખ
Show comments