Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં લગ્નના છ વર્ષે પતિને HIV હોવાનું પત્નીને ખબર પડી, આખરે 18 વર્ષે બંનેના છૂટાછેડા થયા

Webdunia
મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (09:13 IST)
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા યુવક સાથે 1998માં લગ્ન થયા બાદ 2004માં પતિના બિમારીના રિપોર્ટ કરાવતા HIVનો ખુલાસો થયો હતો. જેથી પતિ તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપી વારંવર ચેપ લગાડવાની ધમકી આપતો હતો. કંટાળીને પત્ની અલગ રહેવા જતી રહી હતી અને પતિ સામે કોર્ટમાં છુટાછેડાનો કેસ કર્યો હતો. આખરે 18 વર્ષે બંનેના છૂટાછેડા થયા હતા. અરજદાર તરફે એડવોકેટ હિરલ પાનવાલાએ દલીલો કરી હતી. કોર્ટે પણ HIVને ધ્યાનમાં રાખી છુટાછેડા મંજૂર કર્યા હતા. સિટીલાઇટ ખાતે રહેતા રંજની અને અમિત (નામ બદલ્યા છે)ના લગ્ન વર્ષ 1998માં થયા હતા. આ દરમિયાન દંપતિને એક બાળક અવતર્યું હતું. જો કે, લગ્ન બાદ પતિ સતત શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. વર્ષ 2004માં પતિ જ્યારે બિમાર પડયો ત્યારે મેડિકલ ચેકઅપ પરથી એચઆઇવી રોગ અંગેનો ખુલાસો થયો હતો. જો કે, પત્નીએ પોતાનું ચેકઅપ કરાવતા તેમને ચેપ લાગ્યો ન હોવાનું બહાર આવ્યું હતું. અરજદાર પત્નીને ઘર ભાંગવુ ન હોવાથી તે પતિના મેડિકલ રિપોર્ટ બાદ પણ તકેદારી સાથે જ રહી હતી. જો કે, પતિ અને સાસરિયાઓના સતત ત્રાસ બાદ અરજદારને ઘરમાંથી જ કાઢી મૂકવામાં આવ્યા હતા. સાસરિયાઓએ અરજદાર પત્નીને 2004માં કાઢી મૂકતા તે પિયરમાં જ રહેતા હતા અને કોર્ટમાં છુટાછેડા માટેની અરજી કરી હતી. પત્નીએ પતિને એચઆઇવી પોઝિટિવ હોવા અંગેના મેડિકલ પુરાવા પણ કોર્ટમાં રજૂ કર્યો હતો. જયારે પતિ સતત જ પોતાને એચઆઇવી રોગ ન હોવાનું રટણ કરતો હતો. આખરે કોર્ટ દ્વારા અરજદાર તરફેના એડવોકેટ હિરલ પાનવાલાની દલીલો માન્ય રાખી છુટાછેડાની અરજી મંજૂર રાખી હતી. કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, અરજદારને માર મારવામાં આવતો હતો અને એકવાર દઝાડવામાં પણ આવી હતી. જેથી જીવને જોખમ હતું. અન્ય એક અડાજણ વિસ્તારના કેસમાં પત્નીને એચઆઇવી હોવાની જાણ પતિને થતાં બંને વચ્ચેનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં અરજદાર તરફે એડવોકેટ સોનલ શર્માએ કરેલી દલીલો બાદ કોર્ટે ચાર હજારનો ભરણપોષણનો આદેશ કર્યો હતો. અંતે બંનેના છુટાછેડા થયા હતા. સમગ્ર કેસમાં પતિને બાદમાં માલૂમ પડ્યું હતું કે, પત્નીના પરિજનોને પણ આ ચેપ લાગ્યો હતો. અંતે એક વર્ષના ગાળામાં પત્નીનું મોત પણ નિપજ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments