Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં ડિલીવરી બોયે પકડ્યો યુવતીનો હાથ, બોલ્યો - તમે ખૂબ સુંદર છો, પોલીસે કરી ધરપકડ

Webdunia
શુક્રવાર, 17 જાન્યુઆરી 2025 (12:32 IST)
vadodara crime news
ગુજરાતના વડોદરા શહેરમાં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. જેને જાણીને તમારા પણ હોશ ઉડી જશે.  ઉલ્લેખનીય છે કે વડોદરામાં એક યુવતીએ જોમેટોમાંથી ઓનલાઈન ફુડનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર લઈને પહોચ્યો યુવકે અચાનક યુવતીનો હાથ પકડી લીધો અને પછી તેને કહ્યુ કે તે તેને ખૂબ પ્રેમ કરે છે. જો કે યુવતીએ પોતાનો હાથ છોડાવી લીધો અને પરિજનોને આ વિશે માહિતી આપી. ત્યારબાદ મામલાની ફરિયાદ પોલીસને કરવામાં આવી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 
 
ઓર્ડર આપવાને બહાને પકડ્યો હાથ 
વર્તમાન દિવસોમાં ઓનલાઈન ફુડની પ્રથા ખૂબ વધી ગઈ છે. આ દરમિયાન અનેક ઘટનાઓ પણ સાંભળવા મળે છે. આ જ ક્રમમાં વડોદરામાં ઓનલાઈન ડિલીવરી કરતી વખતે ડિલીવરી બોય દ્વારા એક મહિલા સાથે છેડછાડનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે.  અહી વડોદરાના એક એપાર્ટમેંટમાં રહેનારી યુવતીએ ઓનલાઈન ફુડનો ઓર્ડર કર્યો હતો. તેના ઓર્ડરને જોમેતોના ફુડ ડિલીવરી બોય મોહમ્મદ અકમલ ફિરોજવાલા લઈ ગયો હતો. યુવતીને ઓર્ડર આપ્યા પછી તેણે તેનો હાથ પકડી લીધો. જેથી યુવતી હેરાન રહી ગઈ. 

<

વડોદરા શહેર પોલીસે મહિલાની છેડતી કરનાર ઝોમેટો ડીલીવરી બોયને ઝડપી પાડયો

➡️પોલીસએ હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સંસાધનોનો ઉપયોગ કરીને આરોપી સુધી પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #Vadodara #Police #Zomato #DeliveryBoy #WomenSafety pic.twitter.com/efGnQOmQYy

— DD News Gujarati (@DDNewsGujarati) January 11, 2025 >
 
 પોલીસે કરી ધરપકડ 
આ દરમિયાન આરોપીએ યુવતીનો હાથ પકડીને કહ્યુ, 'તુ ખૂબ સુંદર છે અને હુ તને ખૂબ પસંદ કરુ છુ. જો કે યુવતીએ ડિલીવરી બોયની હરકત જોઈને તરત જ પોતાનો હાથ છોડાવી લીધો. તેણે પોતાના પરિવારને આ ઘટના વિશે માહિતી આપી. બીજી બાજુ પરિવારના કહેવા પર યુવતીએ લક્ષ્મીપુરામાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળ્યા પછી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ડીસીપી જોન-1 જુલી કોઠિયાએ જણાવ્યુ કે આરોપી વિરુદ્ધ યુવતી સાથે છેડછાડની ફરિયાદ પછી આરોપી વિશે માહિતી એકત્ર કરવામાં આવી અને પછી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

લગ્ન માટે છોકરીને જોવા જતી વખતે કયા પ્રશ્નો પૂછવા જોઈએ? ટિપ્સ જાણો

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Winter Skin Care - જો તમે શિયાળામાં ગ્લોઈંગ અને સોફ્ટ સ્કિન મેળવવા ઈચ્છો છો તો ચહેરાની મસાજ માટે આ તેલનો ઉપયોગ કરો.

ગુજરાતી ઢોકળા સાથે સિંધી કઢી

એક મહિના સુધી દરરોજ આ રીતે ખાઓ ભારતીય આમળા, આ સાયલન્ટ કિલર રોગનું જોખમ ઘટાડશે

આગળનો લેખ
Show comments