Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના અઠવામાં હવસખોર 8 વર્ષની બાળકીને બળજબરીથી બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યાં

Webdunia
શનિવાર, 8 એપ્રિલ 2023 (12:50 IST)
સુરતના અઠવા વિસ્તારમાં 55 વર્ષનો હવસખોર 7થી 8 વર્ષની બાળકીને ખંડેર જેવા ઘરમાં લઈ ગયો હતો, જ્યાં બાળકીને બળજબરીથી મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યાં હતાં. બાળકી વીડિયો જોવાની ના કહે તો માર મારવાની ધમકી આપતો હતો. બીજી તરફ, બાળકી તેની ચુંગાલમાંથી નીકળીને ઘરે પહોંચી હતી અને સમગ્ર બનાવની જાણ પરિવારજનોને કરી હતી. ત્યાર બાદ ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને નરાધમને પકડીને મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો હતો. સુરતમાં ભૂતકાળમાં બાળકીઓ સાથે છેડતી તેમજ દુષ્કર્મના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે આવો જ એક વધુ બનાવ અઠવા વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં એક બાળકી સાથે અઘટિત ઘટના બનતાં રહી ગઈ હતી. સુરતના અઠવા વિસ્તારમાં આવેલા રૂદરપુરા ખાડી પાસે એક 55 વર્ષીય નરાધમે 7થી 8 વર્ષીય બાળકીને પોતાની સાથે ત્યાં આવેલા એક ખંડેર મકાનમાં લઈ ગયો હતો. અહીં બાળકીને બળજબરીપૂર્વક પોતાના મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવી રહ્યો હતો. એટલું જ નહીં, બાળકી તો વીડિયો જોવાની ના કહેતી તો માર મારવાની ધમકી આપતો હતો. બીજી તરફ આ નરાધમનો ખરાબ ઇરાદો સમજી ગયેલી બાળકી ગમે તેમ કરીને તેની ચુંગાલમાંથી નીકળીને ઘરે ભાગી આવી હતી. ઘરે આવી સમગ્ર બનાવની જાણ પરિવારજનોને કરી હતી. બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. સ્થાનિકોએ ભેગા મળીને ત્યાં આવેલા ખંડેર મકાનમાંથી નરાધમને ઝડપી પાડ્યો હતો. બાદમાં મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટના ત્યાં નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં જોઈ શકાય છે કે બાળકી ખંડેર મકાનમાંથી ભાગતી ભાગતી જઈ રહી છે. બીજી તરફ ત્યાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને નરાધમને એ મકાનમાંથી ઝડપી પાડે છે, બાદમાં તેને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments