Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય ક્રિકેટમાં પહેલીવાર થશે આ કામ, હવે આ 3 મહિલાઓ પુરૂષ ક્રિકેટરોની બનશે અંપાયર

women umpire
Webdunia
મંગળવાર, 6 ડિસેમ્બર 2022 (18:58 IST)
Ranji Trophy 2023: બીસીસીઆઈએ સ્થાનિક ક્રિકેટમાં મોટો ફેરફાર કરીને નવી પહેલ કરી છે. ભારતીય બોર્ડે પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં પ્રથમ વખત મહિલા અમ્પાયરને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત વૃંદા રાઠી, જનની નારાયણ અને ગાયત્રી વેણુગોપાલન આગામી ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરતા જોવા મળશે. ભારતીય ક્રિકેટમાં આ પ્રથમ વખત બનશે જ્યારે મહિલા અમ્પાયર પુરૂષોની ક્રિકેટ મેચમાં મેદાન પરના અમ્પાયર તરીકે કાર્ય કરશે.
 
ગાયત્રી વેણુગોપાલન અગાઉ રણજી ટ્રોફીમાં રિઝર્વ એટલે કે ચોથા અમ્પાયરની ભૂમિકા ભજવી ચૂકી છે. રણજી ટ્રોફી 13 ડિસેમ્બરથી શરૂ થાય છે, યોગાનુયોગે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે શ્રેણીમાં ભાગ લઈ રહી છે. આવી સ્થિતિમાં, આ ત્રણેય મહિલા અમ્પાયરોને રણજી ટ્રોફીની પસંદગીની મેચોમાં જ અમ્પાયર કરવાની તક મળશે.
<

BCCI marks a first: Women umpires in Ranji Trophy soon. https://t.co/GNASXrXndD

— Jose Puliampatta (@JosePuliampatta) December 6, 2022 >
 
ચેન્નઈમાં રહેનારી નારાયણ અને મુંબઈમા રહેનારી રાઠી મંઝી અનુભવી અમ્પાયર છે અને તેમને 2018માં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ડેવલપમેન્ટ પેનલ ઓફ અમ્પાયરોમાં સામેલ કરવામાં આવ્યા હતા. જનાની અને વૃંદા સાથે, દિલ્હીમા રહેનારી ગાયત્રી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની પેનલમાં રજિસ્ટર્ડ  ત્રણ મહિલા અમ્પાયર છે.
 
પસંદગીની મેચોમાં મળશે જવાબદારી 
 
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે આ ત્રણ મહિલા અમ્પાયરો માટે પુરૂષ ખેલાડીઓ સાથે વ્યવહાર કરવો એક મોટો પડકાર હશે. રણજી ટ્રોફીમાં ઘણું બધું દાવ પર લાગેલું છે અને ખેલાડીઓ મેદાન પર તેમની આક્રમકતા બહાર કાઢી શકે છે. બીસીસીઆઈના અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને કહ્યું, “એક અમ્પાયર તરીકે તમે મેદાન પર નરમ વલણ ન રાખી શકો. અન્યથા ખેલાડીઓ તમને ડરાવવાનો પ્રયત્ન કરશે. તમારે સખત બનવું પડશે અને નિયમોનો સારી રીતે અમલ કરવો પડશે. ખેલાડીઓ સાથે વાતચીત મહત્વપૂર્ણ છે. પરંતુ આ ત્રણેય અમ્પાયરો સારું કામ કરી રહ્યા છે અને આશા છે કે તેઓ રણજી ટ્રોફીમાં પણ સારું પ્રદર્શન કરશે."
 
ત્રણેય અમ્પાયરોને  સારો અનુભવ
32 વર્ષીય રાઠીએ મુંબઈના મેદાનોમાં પોતાનુ અમ્પાયરિંગ કૌશલ્યનું નિખાર્યુ, જ્યારે 36 વર્ષીય નારાયણે અમ્પાયરિંગ કરવા માટે સોફ્ટવેર એન્જિનિયર તરીકેની નોકરી છોડી દીધી. વેણુગોપાલન 43 વર્ષની છે અને તેણે BCCIની પરીક્ષા પાસ કર્યા બાદ 2019માં અમ્પાયરિંગ શરૂ કર્યું હતું.
 
બીસીઆઈના રજીસ્ટર્ડ અંપાયરોમાં ફક્ત 3 મહિલા 
 બીસીસીઆઈ પાસે મહિલા અમ્પાયરિંગના સંદર્ભમાં ઘણું કરવાનું છે કારણ કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં પુરુષોની ક્રિકેટમાં મહિલાઓ પહેલાથી જ અમ્પાયરિંગ કરી ચૂકી છે. બીસીસીઆઈના 150 રજિસ્ટર્ડ અમ્પાયરોમાં માત્ર ત્રણ મહિલા અમ્પાયરો છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, “અમે રણજી ટ્રોફીમાં તેમની મેચો માટે આયોજન કરી શકતા નથી પરંતુ અમે તેમને તેમની ઉપલબ્ધતા મુજબ મેચો આપીશું. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ભારત આવી રહી છે અને ત્યારબાદ ન્યુઝીલેન્ડ A ટીમનો પ્રવાસ થશે. આ ઉપરાંત  ઘરેલુ મહિલા ક્રિકેટ પણ છે. તેમાં પણ અમને તેમની જરૂર પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

Lipstick Smart Hacks: દિવસભર તમારા હોઠ પર લિપસ્ટિક રહેશે, બસ આ સરળ સ્માર્ટ હેક્સ અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

આગળનો લેખ
Show comments