Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs BAN: બાંગ્લાદેશની જીતના હીરોએ ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેવી રીતે ટીમ ઈંડિયાના હાથમાં છીનવી જીતેલી મેચ

mehandi hasan
, સોમવાર, 5 ડિસેમ્બર 2022 (12:46 IST)
IND vs BAN 1st ODI: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીની શરૂઆત ખૂબ જ રોમાંચક રહી. શેર-એ-બાગ્લામાં રમાયેલ મુકાબલો હતો ભલે સ્લો સ્કોરિંગ પણ રોમાંચનો સ્તર પૂરા 8 કલાક સુધી બન્યો રહ્યો.  ભારતીય ટીમ પ્રથમ રમતા 186 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં બાંગ્લાદેશની ઈનિંગ્સ પણ લડખડાઈ ગઈ હતી. અંતિમ ક્ષણોમાં, મેચ એવા રોમાંચક ક્ષણ પર હતી જ્યાં કોઈ પણ જીતી શકે, પરંતુ જે ભારતની જીત વચ્ચે સૌથી મોટી દિવાલ બનીને ઉભો હતો તે હતો મેહદી હસન મિરાજ. તેણે અણનમ 38 રન બનાવ્યા અને 10મી વિકેટ માટે મુસ્તાફિઝુર રહેમાન સાથે મેચ વિનિંગ ભાગીદારી કરી
 
આ મેચમાં જ્યારે બાંગ્લાદેશનો સ્કોર 40મી ઓવરમાં 128/4થી ઘટીને 136/9 થઈ ગયો હતો અને અનુભવી બેટ્સમેન મહમુદુલ્લાહ અને મુશફિકુર રહીમ સતત બોલ પર આઉટ થઈ ગયા હતા, ત્યારે માત્ર ભારતીય ચાહકો જ નહીં પરંતુ બાંગ્લાદેશને પણ લાગ્યું હતું કે ભારતીય ટીમ આ મેચ સહેલાઈથી જીતી જશે.  પરંતુ ક્રિકેટને અનિશ્ચિતતાઓની રમત કેમ કહેવામાં આવે છે, તે ગઈકાલે મુસ્તાફિઝુર રહેમાન અને મેહિદી હસન મિરાજની મેચ વિનિંગ ભાગીદારીથી સાબિત થઈ ગયું. મેહિદી હસને તેની મેચ વિનિંગ ઇનિંગ્સમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને બાંગ્લાદેશ માટે શાનદાર વાપસી કરી હતી. તેણે મેચ બાદ એ પણ જણાવ્યું કે કેવી રીતે તેણે ભારતના જડબામાંથી જીત છીનવી લીધી
 
જીતના હીરો મિરાજે ખોલ્યુ રહસ્ય 
 
મેચ પછી બાંગ્લાદેશની જીતના હીરો મિરાજે કહ્યુ, હુ વાસ્તવમાં ખૂબ ખુશ અને ઉત્સાહિત છુ. જ્યારે અમે ક્રીઝ પર હતા તો મુસ્તફિજૂર અને મે વિચાર્યુ હતુ કે અમે વિશ્વાસ કાયમ રાખવાની જરૂર છે. મે તેને ફક્ત શાંત રહીને 20 બોલ રમવાનુ કહ્યુ હતુ. હુ ફક્ત એક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા અને એ રણનીતિ પર વિશ્વાસ કરનુ વિચારી રહ્યો હતો.  પ્લેયર ઓફ ધ મેચ મેહદી હસને વધુમાં કહ્યું, 'આ સમયે હું બોલિંગનો આનંદ માણી રહ્યો છું (9 ઓવરમાં 1/43). મેં બોલથી વિકેટ લેવાનો પ્રયાસ કર્યો. મને બોલિંગની ખૂબ મજા આવી. આ પ્રદર્શન મારા માટે ખરેખર યાદગાર છે."
 
ભારતીય ટીમ આ મુકાબલામાં જીતની ખૂબ જ નિકટ પહોંચી ગઈ હતી.  બાગ્લાદેશે 136 પર પોતાની 9મી વિકેટ ગુમાવી હતી. ભારતીય બોલર હાવી હતા અને બાંગ્લાદેશના બેટ્સમેન એ સમય ગભરાયેલા હ તા. બસ એક વિકેટ અને ટીમ ઈંડિયાની જીત.. પણ આવુ ન  થઈ શકયુ.બાંગ્લાદેશે 136ના સ્કોર પર 9મી વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય બોલરોનો દબદબો હતો અને બાંગ્લાદેશના બેટ્સમેનો તે સમયે ડરી ગયા હતા. માત્ર એક વિકેટ અને ટીમ ઈન્ડિયાની જીત... પરંતુ તે થઈ શક્યું નહીં. મહેદી અને મુસ્તફિઝુર વચ્ચે દસમી વિકેટ માટે 51 રનની ભાગીદારીએ મેચ ભારતના હાથમાંથી છીનવી લીધી. ફિલ્ડર્સે કેચ છોડ્યા, ચોગ્ગા છોડ્યા, દીપક ચહરે રન લૂંટાવ્યા અને બાંગ્લાદેશે આનો ફાયદો ઉઠાવ્યો.  વનડેમાં  બાંગ્લાદેશ માટે 10મી વિકેટની આ બીજી સૌથી મોટી ભાગીદારી હતી. તે ODIમાં સફળ રન-ચેઝમાં 10મી વિકેટ માટે ચોથી સૌથી મોટી ભાગીદારી પણ હતી. આ એક એવી મેચ હતી જેને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ અને તેના ફેન્સ આવનારા વર્ષો સુધી યાદ રાખશે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 Live Updates : ગુજરાતમાં બીજા તબક્કામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 24% મતદાન