Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંજૂ સૈમસનના નામે નોંધાઈ એક વધુ ઉપલબ્ધિ, એમએસ ધોની અને વિરાટ કોહલીના ક્લબમાં થયા સામેલ

Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2023 (12:22 IST)
IPL 2023, Sanju Samson: સંજૂ સૈમસનની આગેવાનીવાળી રાજસ્થાન રૉયલ્સને ભલે પંજાબ કિંગ્સના વિરુદ્ધ બુધવારે હારનો સામનો કરવો પડ્યો હોય. પરંતુ કેપ્ટન સૈમસને આ મેચમા અનેક મોટી ઉપલબ્ધિઓ મેળવી લીધી. એક બાજુ જ્યા તેઓ રાજસ્થાન રૉયલ્સ માટે સૌથી વધુ રન બનાવ નારા ખેલાડી બની  ગયા તો બીજી બાજુ તેમણે કેપ્ટનના રૂપમાં મોટો રેકોર્ડ પોતાને નામે કરી લીધો.  આ સાથે, તે એલિટ લિસ્ટમાં સામેલ થયો જેમાં વિરાટ કોહલી, એમએસ ધોની, રોહિત શર્મા અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. વર્તમાન IPL 2023ની પ્રથમ બે મેચોમાં સંજુએ 55 અને 42 રનની ઇનિંગ્સ રમી છે.

 
આઈપીએલ 2023માં શાનદાર શરૂઆત પછી બીજા મુકાબલામાં સંજુ સૈમસને એક મોટી ઉપલબ્ધિ પોતાને નામે કરી લીધી છે. તેમણે રાજસ્થાનના ટૉપ સ્કોરર બનવા સાથે જ એક કપ્તાનના રૂપમા 1000 રન પણ પુરા કરી લીધા છે.  સૈમસન જ્યારે પોતાની 33મી મેચમા કપ્તાની કરવા ઉતર્યા તો પોતાની બેટિંગ સાથે તેમણે આ ઉપલધ્બિ પણ મેળવી.  એક ખાસ વાત વધુ એ રહી કે તેમણે છક્કા સાથે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી.  પંજાબનો 198 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખૂબ જ ખરા રહી અને તેમણે ચોથી ઓવરમા જ બીજી વિકેટ ગુમાવતા સંજૂ સૈમસને આવવુ પડ્યુ.  તેમણે પોતાના દાવની બીજી બોલ પર સિક્સર સાથે ખાતુ ખોલાવ્યુ અને 42 રનની રમત રમી. તેઓ આવુ કરનારા 16મા ખેલાડી બની ગયા છે.  

આઈપીએલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન  (ભારતીય)
 
વિરાટ કોહલી - 4881 રન (140 મેચ)
એમએસ ધોની - 4582 (212 મેચ)
રોહિત શર્મા - 3675 (144 મેચ)
ગૌતમ ગંભીર - 3518 (129 મેચ)
કેએલ રાહુલ - 1940 (44 મેચ)
સચિન તેંડુલકર - 1723 (51 મેચ)
શ્રેયસ ઐયર - 1643 (55 મેચ)
વિરેન્દ્ર સેહવાગ - 1524 (53 મેચ)
રાહુલ દ્રવિડ - 1304 (48 મેચ)
સૌરવ ગાંગુલી - 1110 (42 મેચ)
સંજુ સેમસન - 1039 (33 મેચ)

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments